SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ હથુડીરાતા મહાવીર ૨૦૭ | મૂળ ગભારામાં મૂળનાયક શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ કા ફીટ ઊંચી છે. એને રંગ સિદ્દર જેવા રાતા વર્ણને હોવાથી એને “રાતા મહાવીર તરીકે લેકે ઓળખે છે. આવી ઓળખ પાછળ કઈ ઐતિહાસિક ઘટના હોય તે તે જાણવામાં આવી નથી. મૂર્તિ પાષાણુની નથી, વેળુની કે ઇંટ–ચૂનાની બનાવેલી પ્રતીત થાય છે. મૂર્તિ ઉપર કઈ કઈ સ્થળે ચોટેલા વરખ ઉપરથી જણાય છે કે એના ઉપર વારંવાર લેપ થતું હશે. મૂર્તિની નીચે પદ્માસન ઉપર લાંછન છે. આ લાંછનની આકૃતિ વિલક્ષણ છે. સિંહના શરીરે પાંખે અને સુંઢ જેવું કળાય છે, આસપાસની બે આરસની મૂર્તિઓ ઉપરના લેખો ઘસાઈ ગયેલા હોવાથી વાંચી શકાતા નથી. મૂળ ગભારાની બહાર રંગમંડપમાં જમણી બાજુએ આરસની ઊભી કાસગ્ગિયા મૂર્તિ ૧૨ ઈંચ ઊંચી છે અને તેની પાસે એક ગૃહસ્થની મૂર્તિ એવડા જ કદની છૂટી મૂકેલી છે. એના ઉપર લેખ નથી. સંભવ છે કે કઈ ખંડિત મંદિરમાંથી લાવીને અહીં પધરાવી હશે. સભામંડપના એક થાંભલા ઉપર સં. ૧૩૩૫, બીજા ઉપર સં. ૧૩૩૬, અને ત્રીજ ઉપર સં. ૧૩૪૫ના શિલાલેખોમાંથી મંદિરને દાન આપ્યાના ઉલ્લેખો મળી આવે છે. આ લેખે ઉપરથી અહીં વેપારી આ બહુલતાને પણ પરિચય મળે છે. મૂળ ગભારાની સામે રંગમંડપની દિશામાં જમણી બાજુએ એક શેખલે છે. તેમાં એક આચાર્યની લાક્ષણિક મૃતિ નવ ઇંચની ઊંચાઈવાળી બિરાજમાન છે. આચાર્ય પાટ ઉપર બેઠા હોય અને તેમને જમણે પગ નીચે લટકતે હોય એવી આકૃતિ ઘડેલી છે. કમરમાં લંગેટ છે અને મસ્તક નીચે ગળા પાછળ જેહરણ (ઘ) દેખાય છે. આ મતિ ઉપરના ઘસાયેલા લેખમાંથી આટલા અક્ષરે વંચાય છે “સંવત્ શરૂ છછ વર્ષ મા પુર ૨૨ શ્રીતિવેરો .......... ... " આટલે માત્ર શિલાલેખ પણ આપણને ઈતિહાસના રાજમાર્ગની આંગળી ચીંધતે કેડીરૂપ બની રહ્યો છે, એ બીના ઓછા મહત્ત્વની નથી. આમાં હસ્તિકંડકીય( ગ૭)નું નામ છે. તે વર્તમાનમાં હથુંડી કહેવાતા ગામને નિર્દેશ કરે છે. આ ગામની તીર્થ તરીકે પ્રસિદ્ધિ હતી. શ્રી શીતવિજયજી “તીર્થમાળા'માં નોંધે છે કે—“ રાતે વીર પુરિ મન આશ. શ્રીજિનતિલકસૂરિએ પિતાની “તીર્થમાળા’માં મહાવીરસ્વામીનાં જે મંદિરે ગણાવ્યાં છે તેમાં હથુંડીનું પણ નામ છે. આ ગામથી મહાવીરસ્વામીનું આ મંદિર અડધે ગાઉ દૂર છે. સંભવ છે કે ગામની દિનપ્રતિદિન પડતીના કારણે ગામ દૂર પડી ગયું હશે. પહેલાં અહીં રાઠેડેનું રાજ્ય હતું. તેમાંના કેટલાક રાઠોડે જેન હતા, જેઓ “હથુંડિયા કહેવાતા. વાલી, સાદડી, સાંડેરાવ વગેરે મારવાડનાં કેટલાંક ગામમાં આ હથુંડિયા શ્રાવકેની વસ્તી પણ જોવામાં આવે છે. વળી, આ હસ્તિકંડીના નામથી સ્થપાયેલા હસ્તકુંડીગચ્છમાં થયેલા શ્રીવાસુદેવાચાર્ય સં. ૧૩૨૫ના ફાગણ સુદિ ૮ ને ગુરુવારે કરેલી પ્રતિષ્ઠાવાળી શ્રી ઋષભદેવસ્વામીની મૂર્તિ ઉદયપુરના બાબલાના મંદિરમાં મોજુદ છે. ઉપર્યુક્ત રાઠેડ રાજાઓ પૈકી વિદગ્ધ રાજાએ બંધાવેલા આ મંદિર સંબંધી એક માટે શિલાલેખ આ રાતા મહાવીરના મંદિરના દરવાજાની ભીંતમાંથી કેપ્ટન બારટનને મળી આવ્યું હતું. એ લેખ અત્યારે અજમેર મ્યુઝિયમમાં મોજુદ છે. સ્થાનિક ઈતિહાસ અને જૈનધર્મનું મહત્ત્વ દર્શાવતે આ લેખ શ્લેકબદ્ધ છે અને ૨ ફીટ ૮ ઈંચ પહોળી અને ૧ ફીટ ૪ ઇંચ ઊંચી એવી એક જ શિલા ઉપર બે લેખો ઉત્કીર્ણ છે. કુલ ૩૨ લીટી પૈકી ૨૨ લીટીને પહેલે લેખ સં. ૧૦૫૩ના માઘ સુદિ ૧૩ ને રવિવારને છે ને ૧૦ લીટીને બીજે લેખ સં. ૯૯૬ના માઘ સુદિ ૧૧ને છે૨ એ લાંબો લેખ અહીં ન આપતાં મૂળ લેખને સારાંશ જોઈ લઈએ. ૧. “પ્રાચીન જૈન લેખસંગ્રહ” ભા. ૨, લેખકઃ ૩૧૯, ૩૨૦ ૨. એજનઃ લેખાંકઃ ૩૧૮. Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy