SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ હથુંડી-રાતા મહાવીર २०४ (વિશાળ ખેતરવાળા કૂવા) પાસેથી ઘઉં અને જવ શેર ૪, (૭) પેડા દીઠ પાંચ પળ, (૮) ભાર (૨૦૦૦ પળ) દીઠ એક વિશાપક, (૯) ગૂગળ, કુંકુમ, તાંબુ, રૂ, મજીઠ વગેરે વસ્તુની એક ભાર દીઠ ૧૦ પલ, (૧૦) મીઠું, રાળ, મગ, ઘઉં, જવ તેમજ તેવી બીજી વસ્તુના દરેક દ્રોણ દીઠ એકેક માણુક વગેરે. ઉપરની ઉપજમાંથી 3 ભાગ ભગવાનના મંદિરમાં જતે; અને હું ભાગ ગુરુ બલિભદ્ર (વાસુદેવ)ને વિદ્યાધન તરીકે જ, એ સ બંધી ઉલ્લેખ આ પ્રકારે છે– "आदानादेतस्माद्भागद्वयमहंतः कृतं गुरुणा। शेषस्तृतीयभागो विद्याधनमात्मनो विहितः।। राज्ञा तत्पुत्रपौत्रैश्च गोष्ठ्या पुरजनेन च। गुरुदेवधनं रक्ष्यं नोपे [क्ष्यं हितमीप्सुभिः ] ॥" એ પછી વિદગ્ધ રાજાએ કરેલાં દાનેની સાલતિથિ સં. ૯૭૩ને અષાડ માસ જણાવ્યો છે, જ્યારે મમ્મટે કરેલા ઉમેરાની તિથિ સં. ૯૯૬ના માઢ વદિ ૧૧ની આ રીતે જણાવી છે. " रामागिरिनंदकलिते विक्रमकाले गते तु शुचिमा से] । “[श्रीम]बलभद्रगुरोर्धिदग्धराजेन दत्तमिदं ॥ १९ ॥ नवसु शतेषु गतेषु तु षण्णवतीसमधिकेषु माघस्य। कृष्णैकादश्यामिह समर्थितं ममटनृपेन (ण) ॥ २०॥" છેવટે જણાવ્યું છે કે, જ્યાં સુધી પર્વતે, પૃથ્વી, સૂર્ય, ભરતખંડ, ગંગા, સરસ્વતી, નક્ષત્ર, પાતાળ અને મહાસાગર રહે ત્યાં સુધી કેશવદેવસૂરિ (વાસુદેવ-અલિભદ્ર)ની પરંપરાને માટે શાસન કાયમ રહો. અંતે ફરીથી સાલ-તિથિને ઉલ્લેખ કરીને સૂત્રધાર (શિલ્પ) સત્યાગેશ્વરે કેતર્યાનું લખી લેખ પૂર્ણ કર્યો છે. આ શિલાલેખ ઉપરથી અનેક ઐતિહાસિક હકીકતે પ્રગટ થાય છે. એક તે દશમા સૈકામાં આ રાજધાનીનું હઠંડી ગામ મોટું અને સંપન્ન હશે, તેમાં અનેક શ્રાવક કુટુંબે વસતાં હશે. વળી આ લેખ હંÉડીના રાઠાડવંશની ક્રમશ: રાજાવલીનાં નામે આપે છે અને તે તે રાજાઓના સમકાલીન પંજરાજ, મૂળરાજ, દુર્લભરાજ, મહેન્દ્ર વગેરે રાજાઓની નેંધ પણ કરે છે. હથેડીને આ આખાયે રાજવંશ જેનધમી હેવાની નિ:સંદેહ ખાતરી કરાવે છે અને આ તીર્થન સં. ૯૯૬ થી ૧૦૫૩ સુધી ઉપર્યુક્ત ઇતિહાસ સ્પષ્ટ બતાવે છે. વિદગ્ધરાજે આ મંદિર બંધાવ્યું ને દાન આપ્યું અને તેના ઉત્તરાધિકારીઓએ એને જીર્ણોદ્ધાર કરાવી એ દાનમાં વેપાર પર લાગાઓ લગાવી ઊમેરે કર્યો. આ ઉપરથી આ તીર્થ પ્રત્યે તેમની ભારે શ્રદ્ધા હોવાનું પ્રમાણ સાંપડે છે. વળી, બીજી હકીકતેને જતી કરી મહત્ત્વની બાબત આ લેખમાંથી જડે છે તે એ કે, આ મંદિર બંધાવનાર વિદગ્ધરાજે મૂળનાયક શ્રીત્રાષભદેવ ભગવાનની સ્થાપના કરી હતી. ધવલે કરાવેલા જીર્ણોદ્ધાર પ્રસંગે પણ શ્રીષભદેવ ભગવાન પ્રતિષ્ઠિત હતા, જ્યારે સં. ૧૩૩૫ના સભામંડપના થાંભલાના લેખમાં “શીતામિષા છીપાવેદા” અને સં. ૧૩૪૫ના લેખમાં “ રિલીઝા થીમવીર "ના અતિસ્પષ્ટ ઉલ્લેખ છે. આથી જણાય છે કે, અગિયારમી સદી પછી સં. ૧૩૩૫ સુધીના વચલા ગાળામાં મૂળનાયક શ્રીત્રાષભદેવ ભગવાનને બદલે શ્રી મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા થઈ હેવી જોઈએ. કેટલાકનું કહેવું છે કે શ્રોત્રાષભદેવનું કે બીજું મંદિર અહીં હોય અને તે વસ્ત થયું હોય. ગમે તે હે પણ આ મંદિર હસ્તિકુંડી–હથુંડીનું છે એમાં શંકાને લેશ અવકાશ નથી. મંદિરમાંથી મળેલ એક શિલાલેખ એક નવી હકીકત પ્રગટ કરે છે – 'संवत् १२९९ वर्षे चैत्रसुदि ११ शुक्रे श्रीरत्नप्रभोपाध्यायशिष्यैः श्रीपूर्णचन्द्रोपाध्यायैरालकद्वयं शिखराणि च कारितानि सर्वाणि ॥" -સં. ૧૨૯૯ના ચિત્ર સુદિ ૧૧ ને શુક્રવારે શ્રીરત્નપ્રભ ઉપાધ્યાયના શિષ્ય શ્રીપૂર્ણ ચંદ્ર ઉપાધ્યાયે અહીં બે ગોખલા કરાવ્યા અને બધાં શિખરે બનાવરાવ્યાં. જે શ્રદ્ધાથી રાજાઓએ આ તીર્થની સ્થાપના કરી તેના સંરક્ષણ માટે વિવિધ ઉપાય જ્યા અને શ્રેષ્ઠીઓએ જે ભક્તિથી દાન આપી વારંવારની યાત્રાએથી આ તીર્થને અજવાળ્યું તેના ઉપર આજે આથમતા સૂર્યનાં ઝાંખાં કિરણેને આછો પ્રકાશ હજીયે દેખાય છે. કાળનાં અંધારાં ઊતરે એ પહેલાં એને ઉદ્ધારી લેવાની જરૂરત છે. ૧૭ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy