SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ખુડાલા ૨૦૫ એ સંબંધી પરિકર ઉપર લેખ વિદ્યમાન છે. મૂળનાયકની જમણી બાજુએ રહેલી એક ફૂટ ઊંચી પ્રતિમા ઉપર સં. ૧૬૫૩ના વૈશાખ સુદિ ૧૧ને લેખ છે. જેની પ્રતિષ્ઠા શ્રીવિજયસેનસૂરિએ કરેલી છે. પ્રવેશદ્વારમાં ડાબી બાજુએ શા હાથ પ્રમાણુની એક પ્રાચીન અને સુંદર કાઉસગ્નિયા પ્રતિમા બિરાજમાન છે. ૨. ગામ બહારના બગીચામાં શ્રી આદિનાથ ભગવાનનું શિખરબંધી બાવન જિનાલય મંદિર વિદ્યમાન છે. મૂળનાયકની શ્યામવર્ણ પ્રતિમા ૧ હાથ પ્રમાણ છે. સં. ૧૯૨૦માં ખીમેલનિવાસી શ્રાવિકા નગીબાઈએ ગામ ગામના સંઘે પાસેથી ઉઘરાવીને આ મંદિર બંધાવેલું છે. તેની અંજનશલકા સં. ૧૯૨૮માં થયેલી છે અને દેવકુલિકાઓમાં બિરાજમાન ૫૫ મૂર્તાિએ સં. ૧૯૬૧ના માહ સુદિ ૧૫ ને બુધવારના રોજ પ્રતિષ્ઠિત થયેલી છે. અઢારમા સિકાના યાત્રી પં, મહિમા પિતાની “તીર્થ માળામાં અહીંના મંદિરની પ્રતિમાસંખ્યાધતાં કહે છે – ખીમલિ પાંત્રીશ પ્રતિમા રૂઅડી » નદીને સામે કાંઠે મહેતા મહેકમચંદ્રજીએ મેટી પાકી વાવ સં. ૧૮૩૬માં બંધાવી છે. તેમજ ધર્મશાળા પણ તેમણે જ બંધાવી છે. અહીં શ્રીવિજયરાજેન્દ્રસૂરિજીનું એક સમાધિમંદિર વિદ્યમાન છે. ૯૯ ખડાલા (કક્ષ નંબર : ર૬૬પ) ફાલના સ્ટેશનથી પૂર્વમાં પાંચ ફર્લોગ દૂર ખંડાલા નામનું ગામ છે. આ ગામ કયારે વસ્યું એ જાણવામાં નથી આવ્યું પરંતુ અહીંનું જિનમંદિર સં. ૧૨૪૩માં બન્યું એવા શિલાલેખીય પુરાવા ઉપરથી આ ગામ એથીયે પ્રાચીન હોય એમ માની શકાય. અહીં વિશા ઓશવલનાં ૨૫૦ ઘર વિદ્યમાન છે. અહીંના કેટલાક ઉત્સાહી યુવકેએ જૈન મિત્રમંડળ, જેનધર્મસભા અને જૈન વાંચનાલય વગેરે સંસ્થાઓ સ્થાપી છે જે તેમની પ્રગતિની વિકાસદષ્ટિને આભારી છે. વળી, આત્મવલ્લભ જૈન પાઠશાળ, 3 ઉપાશ્રયે અને ૨ જૈન ધર્મશાળાઓ અને ૧ જિનાલય છે, જે અહીંના શ્રાવકની ધાર્મિક ભાવનાનાં પ્રગટ પ્રતીક છે. અહીં શ્રીધર્મનાથ ભગવાનનું વિશાળ અને પ્રાચીન મંદિર છે. મૂળગભારે, ગૂઢમંડપ, નવચેકી, સભામંડપ, શુંગારકી અને શિખરબંધી રચનાવાળું છે. છેલ્લા જીર્ણોદ્ધાર પ્રસંગે આ મંદિરમાં મીનાકારી, ચીની અને મકરાણ પંચરંગી લાદીઓ લગાડી મંદિરને સુશોભિત બનાવ્યું છે. મૂળનાયકની વેતવણી પ્રતિમાની ગાદી ઉપર અને મંદિરની નવકીના એક સ્તંભ ઉપર ક્રમશઃ આ મુજબ લેખો છે – () “સંવત ૨૨૪૩ મારે જ શોભે છે. રામ પુત્ર શ્રી ના તઝu..... ક્ષાર્થ ” (२) " संवत् १२४३ माघवदि ५ सोमवासरे रामदेवपुत्रप्राग्वाटवंशे सुराशाहेन लेखो लिखितः ॥" એક જ દિવસે લખાયેલા સં. ૧૨૪૩ના આ બંને લેખ ઉપરથી જણાય છે કે, પિરવાડ શ્રેષ્ઠી રામદેવના એક પુત્ર સુરાશાહે આ મંદિર બંધાવ્યું અને બીજા નલધરે મૂળનાયક ભગવાનની સ્થાપના કરી. આજે પણ એ જ પ્રાચીન પ્રતિમા વિદ્યમાન છે. એક મૂર્તિ ઉપર સં. ૧૫૩ના લેખમાં શ્રીવિમલનાથ ભગવાનની મૂર્તિ અંચલગચ્છીય શ્રીજયકેસરસૂરિના ઉપદેશથી પોરવાડ શ્રેણી શ્રીવછરાજે ભરાવી અને બીજી શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ વીસલનગરના રહેવાસી પોરવાડ વંશી શ્રેણી વગાએ સં. ૧૫૪૩માં ભરાવી અને તેની શ્રીઉદયસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી, એમ જણાવ્યું છે. ૧. “પ્રાચીન જૈન લેખસંગ્રહ ” ભા. ૨. લેખાંક: ૪૦૧. ૨. એજન: લેખાંકઃ ૪૦૦. Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy