SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીથ સ સંગ્રહ આજે અહીં ૪૦૦ શ્વેતાંમર જૈનાની વસ્તી છે. ૩ ઉપાશ્રય અને ૨ ધર્મશાળાઓ છે. શ્વેતાંબરાનાં ૬ મદિરા વિદ્યમાન છે. [૧] લાખણુ કોટડીમાં મૂળનાયક શ્રીસંભવનાથ ભગવાનનું ઘૂમટબંધી મદિર માટુ છે. [૨] શ્રીગોડી પાર્શ્વનાથનું મંદિર પણ ઘૂમટબંધી છે અને તેમાં શ્રીપાર્શ્વનાથ ભગવાનના જીવનપ્રસંગો ચીતર્યા છે. [૩] શ્રીચંદ્રપ્રભુનું ઘર દેરાસર છે જેમાં સ્ફટિકની મૂર્તિ છે. [૪] કેાઠીમાં આવેલા શ્રીઋષભદેવ ભગવાનના ધાખાખ`ધી મંદિરમાં કાચનુ કામ અને ચિત્રકામ દર્શનીય છે. [૫] કેસરગજ મહેલ્લામાં શ્રીવિમલનાથ ભગવાનનું ઘર દેરાસર છે. [૬] શહેરથી ૨ માઈલ દૂર વિશાળ દાદાવાડી છે, તેમાં પણ એક મ ંદિર છે. ખરતરગચ્છીય આચાર્ય શ્રીજિનચંદ્રસૂરિના સ્વ`વાસ અહીં થયા હતા, એનું સ્મરણ આ દાદાવાડીથી થઈ આવે છે. ૨૦૪ અહીં ભાગચંદ્ર સાનીનું દિગંબર મંદિર છે. ક ંપાઉન્ડમાં ત્રણ માળની ઇમારત બાંધીને તેમાં કરેલી મેરુ પર્યંતની સોનેરી રચના, અહીદ્વીપની રચના, અયાધ્યાનું દૃશ્ય, અને દેવિમાનાનાં ખૂલતાં દો આધુનિક કળાવિલાસના અપૂ નમૂના પૂરા પાડી રહ્યાં છે. અહીંનુ પ્રદ નાગાર (મ્યુઝિયમ) દર્શનીય છે. તેમાં પ્રાચીન જૈન મૂર્તિ એ પણ સંઘરેલો જોવાય છે. એમાં સૌથી વધુ ધ્યાન ખેંચે એવા એક શિલાલેખ, જે આજ સુધીમાં મળી આવેલા ભારતીય બધા શિલાલેખામાં સૌથી પ્રાચીન છે અને બ્રાહ્મીલિપિમાં લખેલે છે. જૈનધમ ના આ અદ્વિતીય શિલાલેખ લેખનકળાના પ્રચારનું આજ સુધીમાં સૌથી પ્રાચીન ઉદાહરણ મનાય છે. આ લેખ ઈ. પૂર્વે પાંચમી શતાબ્દીમાં અહીં જૈનધર્મીના સારો પ્રચાર હોવાનું પણ સિદ્ધ કરે છે. ૫. ગૌરીશ’કર આઝાજીને સને ૧૯૧૨માં અજમેરથી સાત ગાઉ દૂર આવેલા ખડલી ગામથી આ મળી આવ્યો છે તેમાં આ પ્રકારે ઉલ્લેખ છે.— वीराय भगवते चतुरासिति वसकाये जालामालिनिये रंनिविठ माझिमिके । " આ લેખ વીર નિર્વાણુ સ ંવત્ ૮૪ ( ઈ. સ. પૂર્વ` ૪૪૩ )માં અતિ કરવામાં આવ્યેા હતેા. આમાં ઉલ્લેખાયેલ ‘માઝિમિક’ એ જ પ્રસિદ્ધ પ્રાચીન નગરી માધ્યમિકા છે જેને નિર્દેશ પતંજલિએ પેાતાના ‘મહાભાષ્ય’માં કર્યો છે.૧ હપુરઃ 44 અજમેરની નજીક આવેલું આજનુ હાંસેટિયા ગામ પ્રાચીન કાળનું હર્ષીપુર નગર છે. આ નગરને ઉલ્લેખ ‘ કલ્પસૂત્ર ’માં આવે છે. આ નગરમાંથી હ પુરીયગચ્છની ઉત્પત્તિ થઈ હતી. ચારે કાર પડેલાં 'ડિયે કાઈ પ્રાચીન નગરીના આભાસ કરાવી રહ્યાં છે. આ હપુર જ પ્રાચીન માધ્યમિકા નગર તા નહિ હોય ? અજમેરથી ૩ ગાઉ પુષ્કર્ ગામ છે. વૈષ્ણવાનું યાત્રાધામ છે. અહીં આવેલા બ્રહ્માજીના મંદિરમાં જૈન સ્થાપત્યનાં લક્ષણેાનું સૂચન મળે છે. ભાર Jain Education International ૯૮. ખીમેલ (કાઠા નબર : ૨૬૬૨-૨૬૬૩ ) રાણી સ્ટેશનથી ૩ માઇલ દૂર ખીમેલ નામે ગામ છે. અહીંના પ્રાચીન જૈન મંદિર ઉપરથી આ ગામ ખારમા સૈકાથીયે અધિક પ્રાચીન જણાય છે, આજે અહીં ૮૦૦ જેનેાની વસ્તી છે. ૧૦ ઉપાશ્રય અને ૧ બે માળની વિશાળ જૈન ધર્મ શાળા છે. અહીં એક જૂનુ અને એક નવું; એમ એ જૈન મ ંદિરો છે. ૧. ગામના પૂર્વ કિનારે શ્રીશાંતિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર વિશાળ અને પ્રાચીન છે. સ. ૧૧૪૯માં શેઠ લીલા શાહ એશવાલે આ મદિર બ ંધાવ્યું હતું એમ કહેવાય છે. મૂળનાયકની પ્રતિમા ૧૫ હાથ પ્રમાણની સપરિકર વિરાજમાન છે. મૂર્તિની અંજનશલાકા સ. ૧૧૩૪ના વૈશાખ સુર્દિ ૧૦ દિવસે શ્રીહેમસૂરિએ કરી છે. ૧. અળર વન: મધ્યમિત્રમ્ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy