SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ અજમેર ૯૭. અજમેર હું કાઠા ન ́બર : ૨૫૩૫–૨૫૪૦ ) અજમેરનું પ્રાચીન નામ ‘ અજયમેરુ દુ` છે. ’ અજયદેવ નામના રાજવીએ વિક્રમની ખારમી સદીમાં આ સ્થળે દુ અંધાવી પોતાના નામે નગર વસાવ્યું આ અજયદેવના પુત્ર અણ્ણીરાજના સમયમાં કેટલીક ઘટના બન્યાની હકીકત આપણને ‘ ખરતરગચ્છ ગુર્વાવલીમાંથી ’પ્રાપ્ત થાય છે તે આ પ્રકારે છે: ૨૦૩ · શ્રીજિનદત્તસૂરિ લગભગ તેરમા સૈકાની શરૂઆતમાં અજમેર પધાર્યાં ત્યારે રાજા અર્ણોરાજ તેમના દર્શનાર્થે આવ્યા હતા અને તેમના ઉપદેશથી અત્યંત પ્રસન્ન થઈને તેમને હુંમેશાં અજમેરમાં રહેવાની વિજ્ઞપ્તિ કરી હતી પરંતુ સૂરિજીએ સાધ્વાચારનું સ્વરૂપ બતાવીને સમયે સમયે અહીં આવતા રહેવાનું જણાવી રાજાને સંતુષ્ટ કર્યા હતા. આ રાજાએ અજમેરના દક્ષિણ ભાગમાં પહાડની નીચે શ્રાવકાને મંદિર તથા નિવાસગૃહ બનાવવા માટે યથેચ્છ ભૂમિ આપી હતી વળી, ‘જિનપતિસૂરિ સં. ૧૨૩૯માં અજમેર પધાર્યાં ત્યારે રાજસભામાં ચૈત્યવાસી ઉપકેશગચ્છીય ૫૦ પદ્મપ્રભની સાથે તેમના શાસ્ત્રાર્થ થયા હતા, જેમાં સૂરિજીના વિજય થયા હતા. મહારાજા પૃથ્વીરાજે સ્વયં નરાયનના રાજપ્રાસાદોથી અજમેર આવીને સૂરિજીને જયપત્ર અપ`ણુ કર્યુ હતુ..' વળી, ‘સ’૦ ૧૨૫૧માં શ્રીજિનપતિસૂરિ અજમેર પધાર્યાં અને મુસલમાનના ઉપદ્રવથી બે મહિના ખૂબ કષ્ટમાં વ્યતીત કર્યા હતા.’ ‘ક્લેક્સિધ ’ના વર્ણનમાં આપેલા મીજી શિલાલેખમાંથો જણાઈ આવે કે, અજમેરમાં શ્રીવીરજિનનું મદિર હતું. આજે પણ પહાડ ઉપર એક પ્રાચીન કિલ્લાનાં ખડિયેશ પડવાં છે. આ શહેર ચારે બાજુની પહાડીઓથી ઘેરાયેલું આબાદ અને સમૃદ્ધ હતું. આજે એ સમૃદ્ધિ રહી નથી પરંતુ પ્રાચીન કાળના જેનેાની જાહેોજલાલી અને તેમની અપૂર્વ ભક્તિનું સૂચન વિદેશોની એક નોંધમાંથી મળી રહે છે: અજમેરનું વિવરણુ લખતાં ટોડ સાહેબ કહે છે: “ અજમેર કિલ્લાની પશ્ચિમ બાજુએ એક ઘણું પ્રાચીન જૈન મંદિર છે. મુસલમાનેાએ એના નાશ કેમ નહિ કર્યો હાય તે સમજાતું નથી. એ ‘ અઢીદિનકા ઝુંપડા ’ના નામે ઓળખાય છે. જૈન શિલ્પીઓએ કાઇ મંત્રશક્તિથી અઢી દિવસની અંદર એ મદિર ઊભું કર્યું હોય એમ લાગે છે. ભારતનાં ત્રણ મુખ્ય પવિત્ર સ્થાનાની અંદર જૈન કારીગરોએ જે ચિત્તાકર્ષીક મંદિશ તૈયાર કર્યા છે તે જોતાં તેઓ શિલ્પકળામાં કેટલા કુશળ હાવા જોઈએ તેની કલ્પના થઈ શકે છે. જોઈતી સામગ્રી તત્કાળ મળવાથી એમણે આ મદિર ઘણી ઝડપથી તૈયાર કર્યુ હશે. મંદિરની ચારે કાર કાટ છે, એનું પ્રાચીનત્વ અને સાદાઈ જોવાથી મને ખાતરી થાય છે કે સૌ પ્રથમ એ કોટ ગારીના સુલતાન વશે બધાવ્યો હશે. મંદિરની ઉત્તર તરફ સિંહદ્વાર અને પગથિયાં છે. ખારીક તપાસ ઉપરથી હું એવા નિર્ણય ઉપર આવ્યો છું કે મંદિર મૂળ તે જૈનાનુ જ હોવું જોઈએ. પ્રવેશદ્વાર આગળ અરી અક્ષરોમાં કુરાનની આયતા લખી છે, તારણ ઉપર સંસ્કૃત અક્ષરો પણ જોવામાં આવ્યા. અરખી અક્ષરોનો સાથે ગુંચવાઈ જવાથી એ વિકૃત બની ગયા છે. મંદિરની રચના ઘણી જ શ્રેષ્ઠ તેમજ મનેહર છે. પુરાણા જૈન મદિર જેવું આ એક મંદિર છે. “મંદિરના અ ંદરના ભાગ ખૂબ લાંખે પહેાળા છે. એના થાંભલા તેા ખાસ જોવાલાયક છે. કમરાની અંદર ચાલીસ થાંભલા છે. આશ્ચર્યની વાત તો એ છે કે એ દરેકની અંદર જે કારીગરી છે તે વિવિધતાવાળી છે. હું માનું છું કે મુસલમાના આ કળા હિંદુસ્તાનમાંથી જ શીખી ગયા હશે અને તેમણે જ તે કળાના યુરોપમાં પ્રચાર કર્યો હશે.” Jain Education International પ્રાચીન સમયનું આ જૈન મ ંદિર આજે તે મસ્જિદમાં ફેરવાઈ ગયું છે. શું ઉપર નિર્દેશ કરેલું શ્રીમહાવીર જિનમંદિર તે। આ નહીં હોય ! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy