SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ અલવર ૨૦૧ ૧૮. અણહિલપુર પાટણ નજીકમાં આવેલા ચારૂપ તીર્થમાં શ્રી આદિનાથ ભગવાનનું બિંબ અને ગૂઢમંડપ તથા છે ચેકીએ સહિત જિનમંદિર શાહ એમડના પુત્ર રાહડ અને તેમના પુત્ર શાહ જિનચંદ્ર અને તેની ભાર્યા ચાહિણિના પુત્ર સંધવી શા. દેવચંદ્ર માતા-પિતા તથા પિતાના ક૯યાણ માટે કરાવ્યું. આ કાર્ય સં. ૧૨૯૬ પછી એટલે ચૌદમી શતાબ્દીના પહેલા પાદમાં થયું હોવું જોઈએ. તાંબર મૂર્તિપૂજક જૈનધર્મ આ હકીકતથી જણાય છે કે બારમી શતાબ્દીમાં પણ પલ્લીવાલ જેને ખાસ પાળતા હતા, પણ આજે પહેલીવાલે મોટે ભાગે વૈષ્ણ બની ગયા છે. ૯૬. અલવર (કોઠા નંબર : ૨૫૦૩) પ્રાચીન તીર્થમાળાઓમાં અલવરને મેવાત દેશમાં ગણાવ્યું છે અને તેમાં આવેલા “રાવણતીર્થને ભારે મહિમા ગાયે છે. આજે આ શહેર રાજસ્થાનમાં આવ્યું છે. સ્ટેશનથી બે માઈલ દૂર શહેર છે. અહીં ૧૫ જેનેની વસ્તી છે અને ૧ ઉપાશ્રય છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર ધાબાબંધી છે; હાલમાં જ તેને જીર્ણોદ્ધાર થયે છે. અહીંથી ૩ માઈલ દૂર જંગલમાં શ્રી રાવણ પાર્શ્વનાથનું મંદિર ખંડિયેર હાલતમાં વિદ્યમાન છે. આ તીર્થની પના ક્યારે થઈ અને “રાવણ પાર્શ્વનાથ” નામ કેમ પડયું એને સંબંધ પૌરાણિક વાત સાથે હોવાનું કહે છે. “પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ” નામક પુસ્તક (પૃ. ૮૮, ૧૧૬)માં એ વિશે આ પ્રકારે ઉલ્લેખ કર્યો છે – સમદ્રની મધ્યે રાક્ષસીપની સુવર્ણની લંકાના અધિપતિ રાવણ–આઠમાં પ્રતિવાસુદેવની રાજધાની હતી. એકદા રાવણ અને મંદરી વિમાનમાં બેસીને ક્યાંઈ જતાં હતાં, તે બીજે દિવસે અલવર નજીક આવતાં એક ઠેકાણે વિશ્રામ કર્યો. ભેજનને અવસર થતાં પ્રતિમાપૂજનનો નિયમ હોવાથી પ્રતિમા સાંભર્યા પણ પ્રતિમાજી સાથે લીધેલાં ન હતાં, જેથી મંદરીએ વેળુની પ્રતિમા નિપજાવીને તેની રાવણ તથા મદદરીએ પૂજા કરી. તે પ્રતિમાજી અલવરમાં છે.” અત્યારે વિદ્યમાન જિનમંદિર આગરાના શ્રેષ્ઠી શ્રીહીરાનંદજીએ નવું બંધાવ્યું છે અને તેમાં રહેલી મૂળનાયક શ્રીરાવણપાર્શ્વનાથની પ્રતિમાની સં. ૧૬૪૫ના મહા વદિ ૧૩ને શનિવારના રોજ ખરતરગચ્છના આદ્યપક્ષીય જિનચંદ્રસૂરિના આદેશથી વાચક રંગકલશે સપરિવાર પ્રતિષ્ઠા કરી છે, એ સંબંધી લેખ આ પ્રકારે મળે છે – રવરિત છીપાર્શ્વનાથોથં, રાવળત્તિ પ્રસિદ્રતા ઘરળિ(Ogwાર્ષિતો સુવા, મળ્યાનાગિણિતં દર્ટ | ? | बाण-वेद-रसोर्वामिते (१६५४) विक्रमवत्सरे। माघकृष्णात्रयोदश्यां, रविजे शुभवासरे ॥२॥ श्रीमच्छीरावणाभिधपार्श्वनाथस्य भक्तितः । कृतैषां स्थापना नव्यं, कारयित्वा सुमंदिरं ॥ ३ ॥ तद्यथा-ओसवालान्वये गोत्रे, सोत्यारडकसंज्ञके । साधुः श्रीअंबसी जातो, तानसो च तदात्मजः ॥ ४ ॥ तत्सूनुर्द्धतसिंहोऽभूनथमलस्तदंगजः । सारंगाख्यो महातेजा जातस्तन्नंदनो बली ॥ ५ ॥ તસ્થાનનો વમૂવાત્ર, પુષ્પા મહામુન: | તોતડ્રવાસી, પતિ ગુનાઘr[; || ૬ | तस्य पुत्रो गुणज्ञाता, दानी विक्रमवानभूत् । श्रीकान्हडो जनश्रेष्ठस्तत्पत्नी विमला सती ॥ ७ ॥ तस्याः कुक्षिसरोहंसः, पक्षद्वयसुशोभितः । शुद्धसम्यक् वधारी च, ज्ञानी दानी धनी तथा ॥ ८ ॥ हीरानंद इति ख्यातस्तत्पन्यो शुद्धवंशजा। जीवादेति सती रम्या, द्वितीया रायकूअरी ॥ ९ ॥ श्रीयोगिनीपुरे पूर्व, सर्वेऽप्येते कृतालयाः । संप्रति श्रीमदर्गलपुरे चासौ [प्र]वर्तते ॥ १० ॥ ૧. વિશેષ હકીક્ત માટે જુએઃ “જૈન સત્ય પ્રકાશ” વર્ષ: ૨, અંક: ૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy