SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ નાગાર ૧૯૯ આ હકીકત આપણુને અહીંના પ્રાચીન મંદિરની સ્થાપનાનું પ્રમાણ આપે છે અને તે પછી અહીં અનેક મંદિર અંધાયાની હકીકત શ્રીજયસિંહસૂરિ પણ નોંધે છે. એ પછી બારમા સૈકામાં વાદ્દિપુંગવ શ્રીદેવસૂરિ અહીં આવ્યા ત્યારે સ્વયં અારાજે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ગૂ નરેશ સિદ્ધરાજના મત્રી આભૂએ સ. ૧૧૭૪ના તપામાસ શુકલા દશમીએ તેમને સૂરિપદ આપ્યું હતું. કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચદ્રાચાય ના આચાય પદ્મ મહોત્સવ આ નગરમાં થયા હતા, જેમાં ધનદ નામના શ્રેષ્ઠીએ છૂટે હાથે ખરચ કર્યું. હતું. ‘ગણધરસા શતક-બૃહવ્રુત્તિ’માં ઉલ્લેખ છે કે, શ્રીજિનવલ્લભસૂરિએ અહીંના મદિરામાં શ્રીનેમિનાથ ખિખની પ્રતિષ્ઠા કરી હતી. એ પછી જ્યારે વિક્રમપુરના દેવધર અહીં આવ્યા ત્યારે અહીંના દેવગૃહમાં શ્રીદેવાચાય બિરાજતા હતા, તેમની સાથે વિધિચૈત્ય સબધે ચર્ચા કરી હતી. સં. ૧૪૦૬માં શ્રીજિનલબ્ધિસૂરિ આ નગરમાં સ્વર્ગસ્થ થયા હતા. શ્રીપાર્શ્વ ચદ્રસૂરિના નાગારી તપાગચ્છ અને લાંકાગચ્છની એક નાગેરી શાખા આ નગરના નામથી પ્રસિદ્ધિમાં આવી છે. અહી પહેલાં ધર્મ ઘાષગચ્છને પણ સારા પ્રભાવ હતા. આ ગચ્છના ગુરુ ગોપજી આજે પણ અહી રહે છે અને તપાગચ્છ, ખરતગચ્છ, પાર્શ્વચંદ્રસૂરિગચ્છ અને લાંકાગચ્છના ઉપાશ્રયો પણ આજે અહી મૌજુદ છે, જે અસલમાં આ નગરના જૈન કેન્દ્રધામનુ પ્રમાણુ રજૂ કરે છે. અહીં જૈન ગ્રંથભંડારો ઘણા હતા પરંતુ તેમાંનો મોટો ભાગ તિઓના હાથે વેચાઇ ગયા છે. છતાં જે કંઇ બચેલુ છે તેના સંરક્ષણ માટે જૈન સ`ઘે ધ્યાનમાં લેવા જેવું છે. સ. ૧૯૦૫માં અહીં જૈનેાનાં ૭૦૦ ઘરા વિદ્યમાન હતાં, આજે ખધાં મળીને ૪૦૦ ઘરો છે. શ્રીવિશાલસુદરસૂરિના શિષ્યે સત્તરમી શતાબ્દીમાં રચેલી ‘નાગાર ચૈત્યપરિપાટી' માં અહીંનાં મંદિર વિશે આવા ઉલ્લેખ કર્યા છે:— • । “ પુર નાગાર નગીના નામ, જિનહર સાત તિહાં અભિરામ; એક એક પાઇ અતિ ચંગ, નિરખતાં ઉપજઈ મનરેગ” નાગારમાં ભવ્ય એવાં સાત જિનમદિરો હતાં. તેમાં ૧. શ્રીશાંતિજિષ્ણુદનું, જેમાં પિત્તલમય પ્રતિમા અને સમવસરણની રચના હતી. ૨. શ્રીઆદિનાથ ભગવાનનું; ૩. શ્રીવીર જિનેશ્વરનું; ૪–૫. શ્રીઋષભદેવ પ્રભુનાં; ૬. શ્રીપાર્શ્વ નાથ પ્રભુનું અને ૭. નારાયણવસહી ( જેના ઉલ્લેખ અગાઉ આપ્યા છે તે) શ્રીમહાવીરસ્વામી ભગવાનનું છઠ્ઠું મંદિર; આમ સાત જિનમંદિરોના ઉલ્લેખ એ ચૈત્યપરિપાટીમાં આપ્યો છે. આજે પણ અહીં સાત મદિર આ પ્રમાણે છે: [૧] ગામ બહારના ઘૂમટબંધી મંદિરમાં મૂળનાયક શ્રીસુમતિનાથ ભગવાનની મૂર્તિ છે. આમાં સુંદર ચિત્રકામ કરેલું છે. સં. ૧૯૩૨ માં યતિ શ્રીરૂપચ ંદજીએ આ મદિર બંધાવ્યું છે. આમાં પ્રાચીન પુસ્તકભંડાર છે. [૨] ઘેાડાવતાંની પાળમાં ઘૂમટબંધી શ્રીશાંતિનાથ ભગવાનનું મંદિર સ. ૧૫૧૫ માં આસકરણ ઘેાડાવતે બંધાવેલું છે. આમાં સ. ૧૨૧૬ ની સાલની ધાતુની પ્રાચીન મૂર્તિ છે. ૪૪ ઈંચનું ધાતુનું સમવસરણ દનીય છે. [૩] દફ્તરીઓની ગલીમાં શ્રીઆદિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર સં. ૧૬૭૪ માં સુરાણા રાયસિંહજીએ ધાબું છે. મૂળનાયકની મૂર્તિ ઉપર સ. ૧૬૭૪ના લેખ છે. [૪] એ જ ગલીમાં શ્રીઆદિનાથ ભગવાનનું ઘૂમટબંધી ખીજું મંદિર સુરાણા રાયસિંહે જ બંધાવ્યું છે. [૫] હીરાવાડીમાં શ્રીઆદિનાથ ભગવાનનું ઘૂમટબંધી મંદિર સ. ૧૫૯૬ માં શ્રીસ'ધે ખંધાવેલું છે. મૂળનાયક ઉપર એ સાલના લેખ છે. [૬] બડા મંદિર નામના સ્થળે શિખરબંધી શ્રીઆદિનાથ ભગવાનનું મ ંદિર સેાળમા સૈકાનું છે. આમાં કાચનું સુંદર કામ કરેલું છે. આરસ અને ધાતુની પ્રાચોન મૂર્તિઓ છે. [૭] સ્ટેશન પાસેની જૈન ધર્માં શાળામાં શ્રીચંદ્રપ્રભસ્વામીનું શિખરબંધી દેરાસર કાનમલજી સમડિયાએ સ. ૧૯૯૩ માં બંધાવ્યુ છે. મૂળનાયક ઉપર એ સાલના લેખ છે. જો કે સત્તરમી સદીમાં રચાયેલી · તીર્થમાળા' સાથે અત્યારનાં મંદિરના મેળ ખાય તેમ નથી. એ-એક મદિર તે વીશમી સદીમાં બનેલાં છે. વળી, આ દિશમાં પ્રાચીન શિલ્પ નમૂના નહિવત્ છે. આથી એ પ્રાચીન સમયનાં નિદ્રાને શોધવાનું કામ મુશ્કેલ છે. સંશોધકોએ આ વિશે શેષ કરવા જેવી છે. એથી નાગેારના પ્રાચીન ઇતિહાસની અનેક વિગતા હાથ લાગવા સ`ભવ છે. ૧. આણુ વિશેની હકીકત માટે જીએઃ “ જૈન સત્ય પ્રકાશ વર્ષ: ૨, અંક ૩. Jain Education International 31 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy