SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ જૈન તીર્થ સર્વસંગ્રહ, હતે તે દુર કરાવ્યું હતું. એ પછી તે અહીંને સુલતાન સાદિમ શ્રીહીરવિજયસૂરિનું બહુમાન કરવા લાગ્યો. શ્રીહીરવિજયસૂરિએ આ પ્રસંગને લાભ લઈ શ્રીસિંહવિમલગણિને અહીં મેટા ઉત્સવપૂર્વક ઉપાધ્યાય પદવી આપી હતી. એ પછી કોઈ કારણ પ્રસંગે અહીંથી જેનેની વસ્તી ઘટવા માંડી, જેમાંથી આજે તે માત્ર ૬૦ જેની વસ્તી રહેવા પામી છે; પરંતુ પ્રાચીનકાળના જેનેની આબાદી સૂચવતા જ જૈન ઉપાશ્રયો અને ૧૪ જૈન મંદિરે આજે પણ વિદ્યમાન છે. એમાંના મોટા ભાગનાં મંદિરે સત્તરમા સૈકામાં બંધાયાં છે. શ્રીધર્મનિધાનના શિષ્ય શ્રીધમકીર્તિએ રચેલી “મેડતા ચૈત્યપરિપાટી’માં અહીંનાં ૧૦ જેન મંદિરે પરિચય. આપ્યો છે અને શ્રીદયાવદ્ધનગણિએ રચેલી “મેડતા ચિત્યપરિપાટી”માં મંદિરની સંખ્યા આપી નથી પરંતુ મુખ્ય મુખ્ય મંદિરનું ભાવમય આલેખન કર્યું છે. એ પછી અહીં નવાં બનેલાં ૪ મંદિરે સાથે કુલ ૧૪ મંદિરે આ પ્રકારે છે (૧) સાવાના મહોલ્લામાં શિખરબંધી શ્રી મહાવીરસ્વામી ભગવાનનું મંદિર છે. (૨-૪) પંચતીર્થિયામાં ત્રણ શિખર બંધી મંદિરો પૈકી એક શ્રીવાસુપૂજ્ય સ્વામીનું, બીજુ શ્રી કુંથુનાથ ભગવાનનું અને ત્રીજું શ્રી અજિતનાથ ભગવાનનું છે. આ ત્રીજા મંદિરમાં દશમા સિકાની એક મૂર્તિ છે. (૫) ચોપડાના મહોલ્લામાં ઘૂમટબંધી શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે. (૬) લેટાના મહોલ્લામાં ઘૂમટબંધી શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. (૭) સેવકના મહેલમાં ધાબાબંધી શ્રીવાસુપૂજ્ય ભગવાનનું મંદિર છે. (૮૯) ગામ બહાર આવેલી શ્રી પાર્શ્વનાથની વાડીમાં બે શિખરબંધી મંદિરે છે, તે પૈકી એક શ્રીવિજયચિંતામણિ પાર્શ્વનાથનું અને બીજું શ્રી મુનિસુવ્રતસ્વામીનું છે. (૧૦) બજારમાં શ્રી આદિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર છે. (૧૧) કટલામાં ઘૂમટબંધી શ્રીધર્મનાથ ભગવાનનું મંદિર છે. (૧૨–૧૩) દાણિયાના મહેલમાં શિખરબંધી શ્રી આદિનાથ ભગવાનનું મંદિર છે. આ મંદિરમાં ગૌતમબુદ્ધની એક પ્રાચીન મતિ છે. આ મંદિરમાં જ તપગચ્છના ઉપાશ્રયમાં શ્રીકુંથુનાથ ભગવાનનું ધાબાબંધી મંદિર છે. (૧૪) મૂતાની પળમાં શ્રી શાંતિનાથ ભગવાનનું ઘૂમટબંધી મંદિર છે. આ મંદિરમાં સં. ૧૬પ૩ની સાલની શ્રીહીરવિજયસૂરિની એક ગુરુમૂર્તિ વિદ્યમાન છે. ૯૫. નાગાર (કોઠા નંબર : ૧૩૮૭–૨૩૯૩) નાગર સ્ટેશનથી ૧ માઈલ દૂર ગામ છે. આ ગામ અતિપ્રાચીન છે. પ્રાચીન ગ્રંથે અને શિલાલેખમાં આનું નાગપુર એવું નામ મળે છે. પ્રાચીનકાળમાં આ એક વિશાળ નગર હતું. પાટનગર તરીકેનું સૌભાગ્ય એને વર્યું હતું. જૈનાચાર્યોના પ્રભાવથી આ નગર જૈનધર્મનું કેન્દ્રધામ પણ બન્યું હતું. વિક્રમની નવમી સદીમાં થયેલા કણહમુનિના સમયમાં અહીં અનેક જિનમંદિરે શોભી રહ્યાં હતાં. કણહમુનિના શિષ્ય શ્રી જયસિંહસૂરિ કૃત “ધર્મોપદેશમાલા-વિવરણના અંતે (ગાથા–૧૪માં) આ નગરમાં અનેક જિનમંદિરે હોવાનું જણાવ્યું છે " नगरेमु सयं वुच्छो, भुत्तुं वा जाव गुज्जरत्ताए । नागउराइसु जिणमंदिराणि जायाणि णेगाणि ।।" આ “ધર્મોપદેશમાલા-વિવરણ” ભેજદેવ (તે મહારાજા નાગાવલેક, જેને જેને આમરાજાના નામે ઓળખે છે તેના પૌત્ર હત) ના રાજ્યમાં નાગપુરના જિનાલયમાં સં. ૯૧૫ના ભાદ્રપદ સુદિ પને બુધવારે રમ્યું હતું. “કુમારપાલચરિત મહાકાવ્ય ની પ્રશસ્તિ શ્લોક ૩-૪)માં આ પ્રકારે ઉલ્લેખ છે – " श्रीमन्नागपुरे पुरा निजगिरा नारायणश्रेष्ठितो, निर्माप्योत्तमचैत्यमन्तिमजिनं तत्र प्रतिष्ठाप्य च । श्रीवीरान्नवचन्द्रसप्तशरदि (९१७) श्वेतेषु तिथ्यां शुचौ, बंभाद्यान् समतिष्ठीपत् स मुनिराड् द्वासप्ततिं गौष्ठिकान् ॥" –શ્રીકણહ (કૃષ્ણ) મુનિએ પહેલાં નાગપુરમાં પોતાના વચનથી નારાયણ શેઠ દ્વારા કરાવેલા ઉત્તમ એવા શ્રીમહાવીરજિન ચત્યની સં. ૯૧૭ (વીરાથી વીર સંવત નહિ પણ અહીં વીરવિક્રમ સંવત ઘટે છે.) શદિ ૫ ના રોજ પ્રતિષ્ઠા કરી હતી ને તેને માટે એ મુનિએ ૭૨ ગેષિકે–વહીવટદારે નીમ્યા હતા. Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy