SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ મેડતા (१) "संवत् १२२१ मार्गसिर सुदि ६ श्रीफलवर्द्धिकायां श्रीदेवाधिदेवश्रीपाश्वनाथचैत्ये श्रीप्राग्वाटवंशीय रोपिमुणि भ० दसाढाभ्यां आत्मश्रेयोथै श्रीचित्रकूटीयसिलफटसहितं चंद्रको प्रदत्तः । शुभं भूयात् ॥" "चैत्ये नरवरे येन श्रीसल्लमटकारिते। मंडपो मंडनं लक्ष्म्याः कारितः संघभास्वता ॥ १ ॥ अजयमेरुश्रीवीरचैत्ये येन विधापिताः । श्रीदेवबालकाः ख्याताश्चतुर्विशतिशिखराणि ॥ २॥ श्रेष्ठी श्रीमुनिचंद्राख्यः श्रीफलवचिकापुरे। उत्तानपट्ट श्रीपार्श्वचैयेऽचोकरदद्भुतं ॥ ३ ॥ અને શિલાલેખમાં જણાવેલા આ મંદિરને આપેલા દાનને અર્થ સ્પષ્ટ નથી પણ સંભવ છે કે, પ્રથમ લેખ મુજબ સં. ૧૨૨૧ માં પોરવાડવંશીય રોપિમુણિ અને ભંડારી દસાઢાએ આ મંદિરમાં ચિત્રકુટ-ચિતેડમાંની સિલકટશૈલ ફલહી એટલે શિલાફલક અને ચંદરે કરાવી આપે હશે. સંવત વિનાના બીજા લેખથી જણાય છે કે, શ્રેણી સુનિચંદ્ર ફલવધિકા નગરના પાશ્વચેત્યમાં ઉત્તાનપટ્ટ (3) કરાવી આપે. વળી, એમાં એમ પણ જણાવ્યું છે કે, તે જ શ્રેષ્ઠીએ શેઠ લઉમટના કરાવેલા નરવર (ગામ)ના મંદિરમાં સુંદર મંડપ કરાવ્યું અને અજમેરુ-અજમેરના શ્રી મહાવીર મંદિરમાં શિખરોવાળી ચેવીશ દેવકુલિકાઓ કરાવી. ૨. બીજું મંદિર ઉપર્યુક્ત મંદિરની સામે શ્રી શાંતિનાથ ભગવાનનું ઘુમટવાળું કટબંધી છે. આ મંદિરના કટને વિસ્તાર ઉપર્યુક્ત મંદિર કરતાં ઓછા છે. તેમાં પાંચ કલ્યાણના ભાવે વગેરે શિપે દર્શનીય છે. કઈ યતિજીએ આ મંદિર બંધાવ્યાનું કહેવાય છે. અહીં જૈનોનું ઘર એકે નથી. જૈન ધર્મશાળા અને દાદાવાડી છે. દરવર્ષે આ સુદિ ૧૦ અને પિષ સુદિ ૮ થી ૧૦ સુધીના મેટા મેળા ભરાય છે. ૯૪. મેડતા (ઠા નંબર: રરપ-ર૬૯) મેડતાસીટી સ્ટેશન છે. આજના મેડતાનું પ્રાચીન નામ મેદિનીપુર અથવા મેડતપુર હતું. આ ગામ બારમા સૈકા કરતાં પ્રાચીન છે. કેમકે સં. ૧૧૭૦માં તે માલધારી શ્રીઅભયદેવસૂરિએ આ મેડતાનગરમાં અને છત્રાપલ્લીમાં રહીને ભવભાવના” નામને ૧૩૦૦૦ કપ્રમાણને પજ્ઞવૃત્તિયુક્ત આકર ગ્રંથ રચે હતે; એટલું જ નહિ તેમણે અહીંના હજારે બ્રાહ્મણે અને કડમડ નામના યક્ષને પ્રતિબંધ કર્યો હતો, અને શ્રીમહાવીરસ્વામી ભગવાનનું સુંદર ચૈત્ય બનાવરાવ્યું હતું, જે વિશે આ પ્રકારે ઉલ્લેખ મળે છે – ઘર દક્ષન મહેવાન, યક્ષ મહું ચ: { વોચ્ચ નેતપુર, વીર વાનીત ! " આ ઉપરથી જણાય છે કે, મેડતા જૈનેની દૃષ્ટિએ એક મુખ્ય નગર બની ગયું હતું. જૈન આચાર્યો અહીં અવારનવાર આવતા અને ચતુર્માસ નિમિત્તે રહેતા હતા. સં. ૧૩૭૬માં રાણુ માલદેવની પ્રાર્થનાથી શ્રીજિનચંદ્રસૂરિ મેડતા પધાર્યા હતા. રાણા અને શ્રીસંઘની વિનતિથી તેઓ ૨૪ દિવસ રહ્યા હતા; એવું “ખરતરગચ્છીય ગુર્નાવલીથી જણાય છે. શ્રીહીરવિજ્યસૂરિ સં. ૧૬૩૯માં બાદશાહ અકબરને પ્રતિબંધ કરવા જતા હતા ત્યારે તેઓ અહીં આવ્યા હતા. એ સમયે આ નગર મુસલમાનોની વસ્તીથી મકકા જેવું બની ગયું હતું. અહીંને સુલતાન જૈન મંદિર પાસેથી પણ કર ઉઘરાવતું હતું અને જેનેના મહત્સવપ્રસંગમાં વાજા વગાડવાને સખ્ત પ્રતિબંધ મુકવામાં આવ્યું હતું. આથી અહીંના જેને ખૂબ તંગ સ્થિતિમાં આવી ગયા હતા. શ્રીહીરવિજયસૂરિ બાદશાહ અકબરને પ્રતિબંધ કરીને જ્યારે પાછા ફર્યા ત્યારે મેડતામાં આવીને જેને પાસેથી જે કર લેવામાં આવતે અને વાજાં વગાડવા વગેરે ઉપર જે પ્રતિબંધ ૧. શ્રીરત્નશેખરકૃત “પ્રાકૃત થાશ્રય-વૃત્તિ ” (સં. ૧૩૮૭)ની પ્રશસ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy