SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ચડે છે. અસલ આ ગામ મોટું નગર હશે એવું અનુમાન અવશેષે કરાવે છે. અહીં એક જૈન પાઠશાળા ચાલે છે. આ રીતે આ તીર્થને ઈતિહાસ લકવાયકા, રાસ અને શિલાલેખથી એકબીજાને પૂરક બનતાં પ્રમાણિત બની રહ્યો છે. ૯૩. ફલોધિ (કાઠા નંબર : ૨૨૫૨-૨૨૫૩) મડતાડ જંકશન સ્ટેશનથી માત્ર ૧ ફર્લંગ હર ફલેધિ નામે ગામ છે. આને હાલ “મેડતાફધિ' કહે છે. એનું પ્રાચીન નામ “ફલવર્ધિ' છે. આ ગામ બારમા સકાથીયે પ્રાચીન છે. ગામમાં તીર્થની સ્થાપના શ્રી શીલભદ્રસૂરિના શિષ્ય શ્રીધર્મઘોષસૂરિએ સં. ૧૧૮૧ ના વર્ષે કરેલી એને “વિવિધતીર્થકલ્પ”માં ઉલ્લેખ છે. વળી, બારમા સૈકામાં શ્રીવાદિદેવસૂરિએ અહીં મંદિર બંધાવ્યાના ઉલ્લેખ પણ પ્રાચીન ગ્રંથમાંથી સાંપડે છે. “પુરાતન પ્રબંધ સંગ્રહ” નામના ગ્રંથ (પૃ. ૩૧)માં “ફલવર્ધિક તીર્થપ્રબંધ’માં જે વર્ણન કર્યું છે એને સારાંશ આ છે: “શ્રીવાદિદેવસૂરિ શાકંભરી તરફ વિહાર કરી રહ્યા હતા ત્યારે વચમાં મેડતા પાસેના ફધિ ગામમાં એક માસ રહ્યા. એ સમયે પારસ નામના શ્રેષ્ઠીને એક ટીંબામાંથી જિનપ્રતિમા મળી આવી ત્યારે એક વિશાળ મંદિરની રચના કરવામાં આવી. અજમેર અને નાગપુરના શ્રાવકને તેને વહીવટ સેંપવામાં આવ્યું. સં ૧૧૯ (બીજી પ્રતિ પ્રમાણે સં. ૧૧૮૮૮)ના ફાગણ સુદિ ૧૦ ના રોજ એ મૂર્તિની મંદિરમાં સ્થાપના કરવામાં આવી, અને સં. ૧૨૦૪ ના મહા સુદિ ૧૩ ને શુક્રવારે તેના કળશ–ધ્વજનું આપણુ કરવામાં આવ્યું.” આ જ હકીકત “ઉપદેશ તરંગિણીમાં પણ સહેજ ફેરફાર સાથે સેંધાયેલી છે. ઉપાધ્યાય શ્રીધર્મસાગર ગણિએ રચેલી “તપાગચ્છ પટ્ટાવલી”માં જણાવ્યું છે કે – " वि. सं. १२०४ वर्षे फलवर्धिग्रामे चैत्यबिम्बयोः प्रतिष्ठा कृता तत् तीर्थ तु संप्रत्यपि प्रसिद्धम् ॥" આ કથન મુજબ વાદી દેવસૂરિએ અહીં સં. ૧૨૦૪ માં પ્રતિષ્ઠા કરાવી છે. ચોદમા સૈકાના “વિવિધતીર્થકલ્પ'માં જણાવ્યું છે તેને સાર એ છે કે, “સવાલક્ષ દેશના મેડતા નગરની પાસે શ્રીવીરમંદિર અને બીજાં નાનાં-મેટાં મંદિરેથી શોભતું ફધિ નગર છે અને ફલવધી દેવીનું એક ઊંચા શિખરવાળું મંદિર પણ છે. “પુરાતન પ્રબંધસંગ્રહમાં સેંધાયેલા પારસ શ્રેણીને બદલે આમાં ધંધલ શ્રાવકનું નામ આપેલું છે.” એ શ્રાવકે ચમત્કારભરી રીતે જિનબિંબ જોયું અને અધિષ્ઠાયક દેવની સહાયથી અહીં પાંચ મંડપે અને બીજા નાના મંડપ સાથેનું એક વિશાળ મંદિર બાંધવામાં આવ્યું. સં. ૧૧૮૧ માં રાજગ૭ના શીલભદ્રસૂરિના શિષ્ય શ્રી ધર્મષસૂરિ, જેમણે દિગંબર મહાવાદી શ્રીગુણચંદ્રને વાદમાં હરાવી વિજયપતાકા મેળવી હતી, તેમણે શ્રી પાર્શ્વનાથ ભગવાનની ચતુર્વિધ સંઘ સમક્ષ પ્રતિષ્ઠા કરી. કાળાંતરે સુલતાન શાહબુદ્દીને આ મંદિરની મૂર્તિને અંગભંગ કર્યો. આવા અપકૃત્યથી શહાબુદ્દીનને શરીર પીડાને વિચિત્ર અનુભવ થયો. તેથી તેણે પિતાના સેવકેને આ મંદિરને અખંડિત રાખવાનું ફરમાન કર્યું. તેમાં બીજી મૂર્તિ સ્થાપન ન કરતાં એ ખંડિત અંગવાળી મૂર્તિને જ ફરીથી સ્થાપના કરી. આ તીર્થમાં આવનારાઓએ ઘણા ચમત્કાર જોયા છે અને આ તીર્થના દર્શનમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં સમગ્ર તીર્થોનાં દર્શનનું ફળ મળે છે.” એવું શ્રીજિનપ્રભસૂરિનું કથન છે. અહીં બે મેટાં જિનમંદિરે વિદ્યમાન છે. ૧. મોટા વંડાથી ઘેરાયેલું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું પ્રાચીન મંદિર વિશાળ અને કેટબંધી છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્યામવણી પ્રાચીન પ્રતિમા દર્શનીય છે. મંદિરમાં જીર્ણોદ્ધાર સમયે મીનાકારી કામ કરેલું છે. નંદીશ્વરદ્વીપ અને અષ્ટાપદના બે મનહર પટ્ટો આ મંદિરમાં સ્થાપન કરેલા છે. રંગમંડપમાં રહેલી શ્રી પાર્શ્વનાથ, શ્રીશીતળનાથ અને શ્રીઅરનાથ ભગવાનની વિશાળકાય પ્રતિમાઓ ઉપર સં. ૧૬૫૩ ના શ્રીવિનયસુંદર ગણિએ પ્રતિષ્ઠા કર્યાના લેખે મૌજુદ છે. મંદિરની આસપાસ ૨૪ દેવકુલિકાઓ છે. આ મંદિરના દરવાજાની બે બાજુએ બે લેખ આ પ્રમાણે છે: Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy