SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ આ લેખની લિપિ વગેરેનું બરાબર અવકન કરવું જોઈએ. આ સિવાય અહીંથી એક બીજો લેખ મળી આવ્યું છે તે આ પ્રકારે છે– “ओं ॥ सं० १२४१ वैशाख सुदि ७ अोह श्रीकल्हणदेवराज्ये तस्यात्मज श्रीमोढलदेवस्वभुज्यमान घाणकपद्रचैत्ये श्रीमहावीरदेववर्षगतिनिमित्तं पनायिय भं० यदुवीरगुणधरेन मांडव्यपुरीयमंडपिकायां दानमध्यात् ई० ॥ मासं प्रति दातव्या चंद्राकै यावत् ॥ बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः । यस्य यस्य यदा भूमि[:] तस्य तस्य तदा फलं ॥ स्वदत्तं परदत्तं वा देवानां जो (यो) हरेत् धनं । षष्टिवर्षसहस्राणि नरके स कृमिर्भवेत् ॥" – સં. ૧૨૪૧ના વૈશાખ સુદિ ૭ના દિને શ્રીકલ્હણદેવના રાજ્યમાં તેમને પુત્ર શ્રીમોઢલદેવ ઘંઘાણકને અધિકાર ચલાવતા હતા ત્યારે ત્યાંના શ્રી મહાવીરદેવના વાર્ષિક ઉત્સવ નિમિત્તે પનાયિય (?) ભ. યદુવીર ગુણધરે માંડવ્યપુરની મંડપિકામાંથી એક (2) દ્રશ્ન દર મહિને આપવાની કબૂલાત આપી. એ પછી પુરાણોના બે પ્રસિદ્ધ શ્લેકે આપેલા છે. તેમાં લખ્યું છે કે–દેવદાન તરીકે આપેલી વસ્તુને (ચાહે પિતે આપી હોય કે બીજાએ) જે કેઈ અપહાર કરે તે ૬૦ હજાર વર્ષ સુધી નરકને કીડા થાય. આ લેખ ઉપરથી આ મંદિર અને ઘંઘાણક ગામનું નામ આપેલું હોવાથી આ ગામ એથીયે પ્રાચીન નિણીત થાય છે. અને બારમા સૈકાથી લઈને આ મંદિરની વ્યવસ્થા, પવિત્રતા જાળવવા રાજાઓ અને અધિકારીઓ સાથ આપતા રહ્યાને ખ્યાલ આવે છે. મંદિરની આગળ ફ છે. તેનાથી આગળ ૫-૬ વિશાળ છત્રીઓ–દેરીઓ બહુ જ સુંદર બનેલી છે. ગામમાં જાગીરદારને ગઢ અને મહેલ વિદ્યમાન છે. એક બીજું નાનું મંદિર જે ખંડિયેર રૂપ ઊભું છે, તેનું દ્વાર બંધ રહે છે. ખોદકામ કરતાં એક પાષાણની પ્રતિમા મળી આવેલી તે ઉપાશ્રયમાં રાખેલી છે તેના ઉપર આ પ્રકારે લેખ હતે એમ શ્રીઅગરચંદ્રજી નાહટા જણાવે છે – " ॥ ॐ ॥ संवत् १४९७ वर्षे मार्ग सुदि ३ श्रीशांतिनाथबिंब प्रतिष्ठितं खरतरगच्छे श्रीजिनभद्रसूरिभिः । कारिते ऊकेशवंशे पीपाडगोत्रे भीमापुत्र देल्हासु श्रावकेन पुत्रआसासहितेन भ्रातृलाखूपुण्यार्थ ॥" ૯૨. કાપરડા (કેક નંબર : ૨૨૨૭) જોધપુરથી ૨૨ માઈલ અને પીપાડસીટી સ્ટેશનથી ૮-૯ માઈલ દૂર કાપરડા નામનું ગામ છે. એનું પ્રાચીન નામ કર્યટહેડક, કાપડહેડા વગેરે મળે છે. આ ગામ ક્યારે વસ્યું એ જાણી શકાયું નથી પરંતુ અહીં સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાનનું ઉન્નત અને વિશાળ મંદિર તારંગામાં કુમારપાલ નરેશે બંધાવેલા મંદિરની સમતા ધરાવે છે. ૯૮ ફીટ ઊંચું આ મંદિર ચાર માળનું છે અને કંઈક જીર્ણ થયેલું છે. સં. ૧૯૭૮ માં જેતારણવાસી ઓસવાલ શેઠ ભાણજી ભંડારીએ આ મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી હતી એ શિલાલેખ મૂળનાયકની પ્રતિમા ઉપર મૌજુદ છે. એટલે આ ગામ ૧૭ મા સૈકા કરતાં પ્રાચીન છે, એમાં શક નથી. ભાણજી ભંડારીએ આ મંદિર કેવી રીતે બંધાવ્યું એ વિશે આવી લોકવાયકા સંભળાય છે રાવ જોધાજી (સને ૧૪૨૭ થી ૧૪૮૯) ના સમયથી ભંડારી મહાજને મારવાડમાં આવ્યા અને પિતાના સામર્થ્ય ને કુશળતાથી રાજ્યના અધિકારીપદે નિમાયા હતા. અમર ભંડારીના પુત્ર ભાણજી ભંડારીને જોધપુરના રાજા ગજસિંહે જેતારણના અધિકારી નીમ્યા હતા. રાજા કેઈ કારણવશ તેમના ઉપર ગુસ્સે થતાં તેમને જોધપુર બેલાવવામાં આવ્યા. માર્ગમાં આવતાં તેમણે કાપરડામાં મુકામ કર્યો. જમવાને સમય થતાં સાથેના માણસેએ તેમને ભજન કરવા બોલાવ્યા પણ તેમને પ્રભુ મૂર્તિનાં દર્શન કર્યા વિના ભેજન ન લેવાની પ્રતિજ્ઞા હતી. તેથી તેમણે ના પાડતાં બીજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy