________________
ઘાંઘાણી
શિખરબંધી ભવ્ય મંદિરમાં મૂળનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાનની ૧ હાથપ્રમાણુ પ્રાચીન મૂર્તિ છે, તે કંઈક ખંડિત થયેલી છે. આ મંદિરના અંદરના મંડપમાં જમણી બાજુની દીવાલના સ્તંભમાં જેની લિપિને એક લેખ છે પણ ખૂબ ઘસાયેલું હોવાથી વાંચી શકાતું નથી, છતાં વાંચી શકાતા અંશ ઉપરથી લાગે છે કે આ મંદિર બારમી સદીમાં બંધાયું હશે, જેની સં. ૧૩૪૦ના પિષ સુદિ –ા દિવસે પ્રતિષ્ઠા થયેલી છે. એટલે પ્રાચીન પ્રતિમાને લેપ થતાં મૂળનાયકની પ્રતિમા બીજેથી લાવીને બિરાજમાન કરેલી છે. સભામંડપમાં છ પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરેલી છે. કુલ ૧૮ પાષાણુની અને ૨ ધાતુની પ્રતિમાઓ વિદ્યમાન છે. મંદિરમાં આરસનું કામ મનહર જણાય છે.
અહીં પ્રતિ વર્ષે કાર્તિકી અને ચૈત્રી પૂર્ણિમાના મેળા ભરાય છે. તેમાં હજારો યાત્રાળુઓ એકઠા થાય છે. જેનેતર વર્ગ પણ આ પ્રતિમાની બાધા-માનતા રાખે છે અને ભાવથી ભક્તિ કરે છે.
૯૧. ઘાંઘાણી
(કઠા નંબર : રરર૦) અસારાનાડા સ્ટેશનથી ૧૦ માઈલ દૂર અને જોધપુરથી ૩-૪ માઈલ દૂર ઘાંઘાણી નામે ગામ છે, જે જેનું તીર્થધામ મનાય છે. આજે અહીં ૧ જિનમંદિર, ૧ ઉપાશ્રય અને ધર્મશાળા સિવાય જેનેની વસ્તી નથી. સં. ૧૮૫૬માં અહીં જેનેનાં ૪૦ ઘર હતાં, તે વધીને સં. ૧૯૦૦માં ૧૦૦ જેટલાં થયાં હતાં. એ પછી આજ સુધીના આટલા ટૂંકા ગાળામાં જેમનું એક પણ ઘર ન દેખાય એ ખરેખર, કાળની એકાએક પરિવર્તનશીલતાને નમૂને જ ગણાય. વેપારવાણિજયની સ્થિતિ એસરી જતાં જેને બીજાં ગામોમાં વસવાટ કરવા ચાલ્યા ગયા હશે એમ લાગે છે. પ્રાચીન કાળમાં આ નગર ભારે જાહોજલાલીવાળું હતું એમ અહીંનાં ખંડિયેરેથી પ્રતીત થાય છે. એક મંદિર ખંડિયેરરૂપ આ ભૂમિ ઉપર જ પડયું છે, જ્યારે બીજું શ્રીધર્મનાથ ભગવાનનું શિખરબંધી મંદિર તળાવની પાસે શાનદાર ભવ્યતા પાથરતું ઊભું છે. આ મંદિર સમતલ ભૂમિથી લગભગ ૭૨ ફીટની ઊંચાઈ પર છે અને તેથી એનું શિખર દૂર દૂરથી દેખાય છે. આ મંદિર વિશે ‘વીર વંશાવળી માં ઉલ્લેખ છે કે
" पुनः संप्रतिये उत्तरदिस मरुघरि घंघाणी नगरी श्रीपद्मप्रभस्वामीनो प्रासाद बिंब नीपजाव्यो."
આ હકીકતનું સમર્થન કરતાં શ્રીસમયસુંદર ઉપાધ્યાયે “ઘાંઘાણી પદ્મપ્રભ સ્તવન’માં જણાવ્યું છે કે, સં. ૧૬૬૨ના જેઠ સુદિ ૧૨ના દિવસે દૂધેલા તળાવની પાસે ખોખર દેરાની પાછળ ખેદકામ કરતાં એક ભૂમિગૃહ નીકળી આવ્યું હતું, જેમાંથી ૬૫ પ્રતિમાઓ પ્રાપ્ત થઈ હતી. તેમાં સમ્રાટ સંપ્રતિરાજે ભરાવેલી મૂળનાયક શ્રીપદ્મપ્રભજિનની સપરિકર મૂર્તિ હતી અને શ્રી આર્ય સુહસ્તિસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી હતી. તેની પાછળના ભાગમાં વીરનિર્વાણ સં. ર૭૩ના મહા સુદિ ૮ના દિવસે પ્રતિષ્ઠિત કર્યાને લેખ પણ તેમણે વાંચ્યું હોવાનું જણાવે છે. બીજી મુખ્ય અર્જુન (ત) સુવર્ણની પ્રતિમા પાર્શ્વનાથની હતી, જે સમ્રાટ ચંદ્રગુપ્ત ભરાવી હતી. વાસ્તવમાં આ મૂર્તિઓ મળી હોત તે ભારતીય ઈતિહાસને પલટે આપનારી હકીકત મળી શકત. સંભવત: મુસ્લિમ કાળમાં એને ભૂમિમાં ભંડારી દીધી હોય એમ લાગે છે, જેને આજે પત્તો મેળવો મુશ્કેલ છે. “ખરતરગચ્છ પટ્ટાવલી’ અનુસાર આ પ્રતિમાઓની પ્રાચીન લિપિને વાવ રાજસમુદ્ર, જેઓ પાછળથી જિનરાજસૂરિને નામે ખ્યાત થયા, તેમણે વાંચી હતી. આજે આ મંદિરમાં કેવળ ત્રણ મૂર્તિઓ છે. તેમાંથી એક ઉપરના માળે અને એક નીચેના માળમાં મૂળનાયકરૂપે સં. ૧૯૫૮ અને સં. ૧૯૧૪માં પ્રતિષ્ઠિત કરેલી છે. સં. ૯૩૭ની ત્રીજી શ્રી આદિનાથ પ્રભુની ધાતુની પ્રતિમા ઉપર શ્રીપૂરણચંદજી નાહરે આ પ્રકારે લેખ વાંચે છે, જે “જેન લેખ સંગ્રહ' ભા. ૨ના લેખાંક: ૧૭૦૯માં પ્રગટ થયેલ છે તે આ પ્રમાણે છે:
" नवसु शतेष्वब्दानां समतुं(
त्रिंशदधिकेष्वतीतेषु । श्रीवच्छलांगलीभ्यां ज्येष्ठार्याभ्यां परमभक्त्या ।। नाभेयजिनस्यैषा प्रतिमाषाडा(दा)ईमासनिष्पन्ना। श्रीमतोग्णकलिता मोक्षार्थ कारिता ताभ्यां ॥ ज्येष्ठार्यपदं प्राप्तौ द्वावपि जिनधर्मवच्छलौ ख्यातौ। उद्योतनसूोस्तौ शिष्यौ श्रीवच्छवालदेवौ ॥ સં. ૧૩૭ અa I "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org