SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ર જૈન તીર્થ સર્વસંગ્રહ ફીટ ઊંચી ટેકરી પર આવેલો છે. કિલ્લાને બાવન બૂરજ અને ૪ દરવાજા છે. આ દરવાજાઓ સૂરજળ, ધૂળ, ચાંદપળ અને લેહપાળ નામે ઓળખાય છે. એ દરવાજાઓ વટાવીને આપણાં મંદિરે આવે છે. ૧. ભગવાન શ્રીમહાવીરસ્વામીનું મંદિર વિશાળ, ભવ્ય અને રમણીય છે. મૂળગભારે, ગૂઢમંડપ, નવચેકી, વિશાળ સભામંડ૫, શૃંગારકી અને ઉન્નત શિખરયુક્ત ભવ્ય રચનાવાળું છે. મૂળનાયકની મૂર્તિ ૨ હાથ ઊંચી વેતવણી છે. તેના ઉપર સં. ૧૬૮૧ માં શ્રીવિજયદેવસૂરિના આજ્ઞાવતી શ્રી જયસાગરગણિએ પ્રતિષ્ઠા કર્યાને લેખ છે. મંત્રી જયમલે આ મંદિરને ઉદ્ધાર કરાવ્યું તે પહેલાં મૂળનાયકની જે પ્રાચીન પ્રતિમા હતી તે બહારના મંડપના એક ગોખલામાં મૂકેલી છે. પ્રાચીન “યક્ષવસતિ પ્રાસાદ” તે આ જ મંદિર હતું એમ માનવામાં આવે છે, કેમકે આમાં ગૂઢમંડપ, પ્રેક્ષામંડપ, ઝરૂખા વગેરેના ભાગે જીર્ણોદ્ધાર સમયના લાગે છે પણ પથ્થરે, તેમાંની કેરણી અને મૂળ શિખરને ભાગ તે પ્રાચીન એટલે તેરમા સૈકા પછીનાં ન હોય એવું પ્રતીત થાય છે. શ્રીકુમારપાલ નરેશે અહીં “કુમારવિહાર' બંધાવ્યું ત્યારે આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. છેવટને ઉદ્ધાર શ્રીવિજયરાજેન્દ્રસૂરિના ઉપદેશથી થયેલ છે. પહાડની ઊંચી ટેકરી ઉપર બે માળનું ચૌમુખજીનું મંદિર છે. તેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ અને શ્રી નેમિનાથ ભગવાન છે. તેની સુમેરુશિખર જેવી રચના છે. તેને “અષ્ટાપદાવતાર’ નામે પણ લેકે ઓળખે છે. “કુવલયમાલા”ની પ્રશસ્તિમાં જે “અષ્ટાપદ મંદિર નું સૂચન છે તે આ જ મંદિર હોવું જોઈએ. મુસલમાનના હાથે નુકસાન પામવા છતાં તેમાંના મૂળગભારાની કરણી તેરમા સૈકા પછીની ન હોય એમ લાગે છે. જીર્ણોદ્ધારના સમયે ચઉ અઠ દસ દેય” ને બદલે બે માળના ચૌમુખજી બનાવી દીધા હોય એમ જણાય છે. ઉપર અને નીચેના માળમાં ચારે દિશામાં પ્રતિમાઓ બિરાજમાન છે, જે મોટે ભાગે પ્રાચીન છે. પ્રવેશદ્વારની જમણી બાજુએ અને મૂળનાયકની ડાબી બાજુએ એક સર્વાગ સુંદર પ્રતિમા વિરાજમાન છે. આ મંદિરમાં સં. ૧૯૩૨માં સરકારી તપખાનું રાખવામાં આવેલું જે શ્રીવિજયરાજેન્દ્રસૂરિજીના પ્રયત્નથી દૂર કરવામાં આવ્યું. આ મંદિરને જીર્ણોદ્ધાર પણ તેમના જ ઉપદેશને આભારી છે. ૩. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર નાનું પણ રમણીય સામરણયુક્ત છે. શ્રીકુમારપાલ નરેશે બંધાવેલું શ્રી પાર્શ્વનાથનું મંદિર તે બાવન જિનાલયવાળું વિશાળ મંદિર હતું. તેની ભમતીમાં અગાઉ નિર્દિષ્ટ સં. ૧૨૯૬માં ગેખલાઓ બનાવી મૂર્તિઓ પધરાવવામાં આવી હતી. પરંતુ અત્યારનું આ મંદિર તે નાનું છે. વળી, આમાં પ્રાચીન કારીગરીના નમૂના પણ જળવાયેલા નથી. અલબત્ત, એનું શિખર બારમી–તેરમી સદીનાં શિખરે જેવું જણાય છે. સંભવત: પ્રાચીન કુમારવિહારને સંપૂર્ણ નાશ થતાં તેના બદલામાં આ મંદિર બંધાવ્યું હોય એમ જણાય છે, જે કુમારવિહારના જીર્ણોદ્ધાર રૂપે માની શકાય. આ મંદિરને જીર્ણોદ્ધાર પણ શ્રીવિજયરાજેન્દ્રસૂરિના ઉપદેશથી થયે છે. ૪. શ્રી આદિનાથ ભગવાનનું મંદિર ઘૂમટબંધી છે. તેમાં પાષાણની કુલ ૯ મૂર્તિઓ વિદ્યમાન છે. અહીં પ્રતિવર્ષ ભાદરવા વદિ ૧૦ અને માઘ સુદિ ૧ના રોજ મેળા ભરાય છે. ૯૦. ભાંડવપુર (કઠા નંબર : ૨૧૯૫) ભિન્નમાલથી ૨૦ માઈલ દૂર ભાંડવપુર અથવા ભાંડવા નામનું ગામ છે. એનું પ્રાચીન નામ માંડવપુર હતું એમ કહે છે. પ્રાચીન કાળે આ ગામ મેટું નગર હશે એમ લાગે છે. આજે અહીં એક પણ જેનની વસ્તી નથી પણ એક વિશાળ જૈનધર્મશાળા, એક ઉપાશ્રય છે અને એક પ્રાચીન જૈનમંદિર છે, જેના કારણે આ સ્થળ તીર્થરૂપે પ્રસિદ્ધિ પામ્યું છે. Jain Education Interational For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy