SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ અલાર ૧૯૧ મુસલમાનોએ કરેલા આ આક્રમણુમાં અહીનાં પ્રાચીન મંદિરે કેટલાંક નાશ પામ્યાં અને કેટલાંકને ભારે નુકસાન થયું હતું. કેટલાંક મદિરાના સુંદર કારીગરીવાળા પથ્થરો અને મંદિરના ભાગેા ઊઠાવી લઈ મસ્જિદા ખરૂંધાવવામાં ઉપયોગ કર્યાં હતા, જેના પુરાવા રૂપે અમે અગાઉ જણાવેલ તેાપખાનાવાળી કમર, કિલ્લા ઉપરની મસ્જિદ અને શહેર બહાર આવેલી • હુરજી માંડા’ ના નામથી ઓળખાતી મસ્જિદ—આ ત્રણે મસ્જિદો જૈન મંદિરાને નાશ કરીને બાંધવામાં આવેલી છે. સ. ૧૩૭૧ની સાલ પછી જાલેાર પર મુસલમાનો, મેવાડના રાણાઓ, ચહુઆણ્ણા અને વિહારી પઠાણાએ રાજ્ય કર્યું હતું. એ સમયમાં અહીં નૈનાની ધામિઁક પ્રવૃત્તિઓ ખધ પડી હોય અને વસ્તી એછી થઇ હોય એમ લાગે છે. સ. ૧૯૫૧માં શ્રીનગÇિગણુિએ ‘ જાવુર નગર પાંચ જિનાલય ચઈત્ય પરિપાટી ' નામક તીર્થમાળામાં અહીંની ૪ પોષધશાળાની નોંધ કરી ૫ જિનાલયેા અને તેમાં આવેલી મૂતિઓની સંખ્યા નોંધી છે. જ્યારે સુવર્ણ ગિરિ ઉપરનાં ચૈત્યાના ઉલ્લેખ કર્યા નથી; સભવ છે કે એ સમયે ગિરિ ઉપરનાં ચૈત્યે વેરાન દશામાં હાય અથવા ત્યાં તે જઇ શકયા ન હોય. નગરનાં પાંચ જિનાલયે પૈકી ૧ શ્રીમહાવીર ચૈત્ય, ૨. શ્રીનેમિનાથ ચૈત્ય, ૩. શ્રીશાંતિનાથ ચૈત્ય ૪. શ્રીઆદિનાથ ચૈત્ય, અને ૫. શ્રીપાર્શ્વનાથ ચૈત્ય એ સમયે વિદ્યમાન હતાં. છેવટે સમ્રાટ અકબરના પુત્ર જહાંગીરના સમયમાં જ્યારે રાહેડવ'શીય મહારાજા ગજસિંહ હતા ત્યારે મુહુણાત જયમલજી તેમના મંત્રી હતા. તેમણે સ. ૧૯૮૧માં જાલેારના સુવર્ણગિરિના કિલ્લા ઉપર ૧ મંદિર બંધાવી ૩ મૂર્તિઓને પ્રતિષ્ઠિત કરી હતી અને અહીંનાં લગભગ બધાં મંદિરના જીર્ણોદ્ધાર કરાવી પ્રતિષ્ઠા કરાવી હતી. જયમલની પત્નીએ સરૂપદે અને સાડાગદેએ કેટલોક મૂર્તિઓ ભરાવી પ્રતિષ્ઠિત કરાવી તે મૂર્તિઓ આજે પણ વિદ્યમાન છે. એ સરૂપદેના પુત્ર નેણુસી બીજા પુત્રામાં વધુ નામાંકિત થયા હતા, જેને સ. ૧૭૪૧માં જોધપુરના મહારાજા જસવંતસિંહે ( પહેલે ) નેણસીને પેાતાના દીવાન બનાવ્યેા હતો. આ દીવાનગીરીમાં તેણે ભારે કુશળતા દાખવી હતી. મારવાડના સૌથી વિશેષ ખ્યાત ઇતિહાસ તેણે ‘તેલુસીજીરી ખ્યાત ' નામે લખ્યું છે, જે માત્ર મારવાડ માટે જ નહિ પરંતુ મેવાડ તથા રાજપૂતાનાનાં બીજા રાજ્ય માટે પણ આજે ઘણા ઉપયોગી થાય છે. આટલી આછી નોંધથી વિક્રમના બીજા સૈકાથી લઈને લગભગ ૧૮મા સૈકા સુધી જૈનાએ આ નગરમાં કરેલી પ્રવૃત્તિ, 'ધાવેલાં ચૈત્યો, જૈનાચાર્યએ રચેલા ગ્રંથા, જૈન શ્રેષ્ઠીઓએ રાજકીય પ્રવૃત્તિમાં લીધેલા ભાગની સાથેસાથ ધાર્મિક પ્રવૃત્તિમાં આપેલા કાળાથી અહીંના સ્થાનિક ઇતિહાસના કંઈક ખ્યાલ આવે છે. આ બધી હકીકતા કહી રહી છે કે, જાલેર જૈન પ્રવૃત્તિનું કેદ્રધામ હતું. આજે આ શહેરમાં ૪ ઉપાશ્રયા, ૩ ધર્મશાળાઓ, જ્ઞાનભડાર, વધુ માન વિદ્યાલય, વાચનાલય વગેરે છે. અહીં જૈન મૂર્તિ પૂજાની ૨૦૦૦ માણસાની વસ્તી છે. શહેરમાં બધાં મળીને કુલ ૧૨ જૈન મ ંદિરો છે. તપાવાસમાં આવેલાં જ મદિરા પૈકી (૧) શ્રીમહાવીરસ્વામી ભગવાનનું મંદિર શિખરમ ધી છે. (૨) શ્રીનેમિનાથ ભગવાનનું મ ંદિર ઘૂમટબંધી છે. આ મંદિરમાં શ્રોહીરવિજયસૂરિની સ. ૧૯૫૬ માં પ્રતિષ્ઠિત કરેલી ગુરુમૂર્તિ છે. (૩–૪) શ્રોશાંતિનાથ અને શ્રોઆદિનાથનાં મંદિરે શિખરખ`ધી છે. (૫) સૂરજપેાળ સામે શ્રીઆદિનાથ ભગવાનનું મંદિર શિખર બધી છે. (૬) ખાનપુરા મહેલ્લામાં શ્રીમુનિસુવ્રતસ્વામીનું મંદિર ધાબાબધી છે. (૭-૮) ખરતરાના મહેાલ્લામાં આવેલાં એ મદિરા પૈકી એક શ્રીપાર્શ્વનાથ ભગવાનનું મંદિર શિખરબંધી છે જ્યારે બીજી શ્રીજીરાવલા પાર્શ્વનાથનુ ધાખામ’ધી છે. (૯) કાણિયાવાસમાં શ્રીપાર્શ્વનાથનું શિખરબંધી મદિર સ. ૧૯૪૭ માં બંધાવેલું છે. (૧૦) ભડારિયાના મહેદ્લામાં શ્રીવાસુપૂજ્ય ભગવાનનું શિખરબંધી મ ંદિર સ. ૧૯૬૯ માં બંધાવેલુ છે. (૧૧) બારમાં શ્રીગેડીપાર્શ્વનાથ ભગવાનનું મંદિર શિખરષધી છે. (૧૨) શ્રોવધ માન વિદ્યાલયમાં શ્રીમહાવીર ભગવાનનુ ઘર–દેરાસર છે; જે સ. ૧૯૯૫ માં બંધાવેલું છે. પાસે આવેલા સુવર્ણગિરિ ઉપરના કિલ્લામાં લાંબે અને ૪૦૦ ગજ (૧૫ માઈલ લાંખે। ૯. જૈન સત્યપ્રકાશઃ વઃ ૧૦, અંકઃ ૬, Jain Education International આજે ૪ જૈન મ ંદિર વિદ્યમાન છે. આ કિલ્લો લગભગ ૮૦૦ ગજ અને પા માઇલ ) પહેાળા છે, અને સમતલ ભૂમિથી ૧૨૦૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy