SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ વળી, એક સંસ્કૃત તેત્ર પરથી જણાય છે કે, આ ગિરિ ઉપર એક “કુંકુમરોલ' નામના પાર્વજિનેશ્વરનું ચૈત્ય હતું. શહેરની બહાર સડેલાવ નામનું મોટું તળાવ છે. તેના કિનારે ચામુંડા માતાનું દેવળ છે. તેની પાસેની એક કુટીમાં એક મૂર્તિ છે, જેને લકે “સઠ જોગણીની મૂતિ' કહે છે. ખરું જોતાં આ મૂર્તિ કાર્યોત્સર્ગસ્થ જિનપ્રતિમા છે. તેનાં અંગ-પ્રત્યંગ ઘસી નાખીને જોગણી જેવી આ મૂર્તિ બનાવી દીધી, જે ઓછું ખેદજનક નથી. તેના પર લેખ એ જિનપ્રતિમા હોવાનું પુરવાર કરે છે; એ લેખ આ પ્રકારે છે – " संवत् ११७५ वैशाख बदि १ शनौ श्रीजावालिपुरीयचैत्ये सामंतश्रावकेण वीरकपुत्रेण उवोचनपुत्रशुभंकररेहडाल्यां (?) सहितेन तत्पुत्रदेवंगदेवधर........तथा जिनमतिभार्या प्रोच्छा(त्सा)हितेन श्रीसुविधिदेवस्य खत के द्वारं कारितं धर्मार्थमिति ।। मंगलं महाश्रीः ।।" આ લેખમાં વર્ણવેલું ચિત્ય સં. ૧૧૭૫ પહેલાં વિદ્યમાન હતું એ આ લેખથી સ્પષ્ટ થાય છે. મહારાજા ઉદયસિંહના સમયમાં થયેલા શ્રીમાલવંશના શેઠ યશેદેવના પુત્ર શ્રેષ્ઠી યશવીરે જાલેરના આદિનાથ મંદિરને રમણીય મંડપ સં. ૧૨૩૯ના વૈશાખ સુદિ ને ગુરુવારે કરાવ્યું હતું, જે મંડપ શિલ્પકળાને અદ્દભુત નમૂને હોઈ તેને જોવા માટે દેશ-પરદેશના સેંકડે પ્રેક્ષકે આવતા હતા. એ મંદિરના સભામંડપના પાટ પરના લેખમાં એ વિશે આ પ્રકારે નેધ કરી છે – " नानादेशसमागतैर्नवनवैः स्त्रीपुंसवगैर्मुहुर्यस्याहो ! रचनावलोकनपरैः नो तृप्तिरासाद्यते। स्मारं स्मारमथो यदीयरचनावैचित्र्यविस्फुर्जितं, तैः स्वस्थानगतैरपि प्रतिदिनं सोत्कण्ठमावर्ण्यते ॥" આ યશવીર ઉદયસિંહ રાજાને મંત્રી હતા. તે શ્રીમંત અને સત્તાધારી હોવા સાથે દાનેશ્વરી અને શિલ્પ વિદ્યામાં નિષ્ણાત વિદ્વાન હતું. તેણે આબુ ઉપર સં. ૧૨૯૨ના પ્રતિષ્ઠામહોત્સવ પ્રસંગે ૮૪ રાણુઓ, ૧૨ મંડિલિકે, ૪ મહાધર, અને ૮૪ મટી જ્ઞાતિઓની મળેલી સભામાં મહામાત્ય વસ્તુપાલ-તેજપાલે શોભન સૂત્રધાર દ્વારા નિર્માણ ગુગવસતિ' જેવા શિલ્પકળાવાળા અભુત ચૈત્યમાંથી ૧૪ ભૂલે બતાવી હતી. આ સાંભળી શ્રીવાસ્તુપાલે યશવીર મંત્રીની વિદ્યાકુશળતા આદિ ગુણોની ભારે સ્તુતિ કરી હતી. ખરતરગચ્છ ગુર્નાવલીમાંથી અહીંના મંદિરો અને પ્રતિષ્ઠા સંબંધે કેટલીક બેંધ મળી આવે છે એ મુજબ: ઉદયસિંહના સમયમાં એટલે સં. ૧૩૧૦ વૈશાખ સુદિ ૧૩ને શનિવારે સ્વાતિ નક્ષત્રમાં શ્રીમહાવીર વિધિચૈત્યમાં રાજા અને પ્રધાન પુરુષેની ઉપસ્થિતિમાં રાજમાન્ય મહામંત્રી જેત્રસિંહના તત્ત્વાવધાનમાં પાલનપુર, વાગડદેશ આદિના શ્રાવકેએ એકઠા થઈ વશ જિનાલય આદિની પ્રતિષ્ઠા દીક્ષા આદિ મહોત્સવપૂર્વક કરી હતી.' વળી, “સં. ૧૩૧૬ના મહા સુદિ ૬ના દિવસે રાજા ચાચિગદેવના રાજત્વકાળમાં સ્વર્ણગિરિના શાંતિનાથ મંદિરમાં સ્વર્ણમય ધ્વજાદંડ અને કળશારેપણ કરવામાં આવ્યા હતા. ૮ વળી, “સ. ૧૩૪રના જેઠ વદિ લ્લા દિવસે સુપ્રસન્ન સામંતસિંહના સાંનિધ્યથી અનેક જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા અને ઈંદ્રમહોત્સવ થયે હતે. વળી, “સં. ૧૩૭૧ના જેઠ વદિ ૧૦ના દિવસે જાવાલિપુરમાં કલિકાળકેવલી શ્રીજિનચંદ્રસૂરિની વિદ્યમાનતામાં દીક્ષા અને માલારોપણાદિ ઉત્સવ થયા હતા. તે પછી સ્કેચ છોએ આ નગરને ભંગ કર્યો.” સં. ૧૫૧રમાં પદ્મનાભ નામના કવિએ રચેલા કાન્હડદે પ્રબંધ” નામના જૂની ગુજરાતીના કાવ્યમાં આ જાહેરના ભંગ વિશે સવિસ્તર હકીકત આપી છે. ૫. “જૈન સ્તોત્ર સંદોહ;' ભા. ૨, પૃ. ૧૮૦. ૬. “પ્રાચીન જૈન લેખસંદ ” ભ૨લેખકઃ ૩૫૧ ૭. “ઉપદેશસાર–ટીકા” પૃ. ૮. બીલયા-ભીમપલીના વર્ણનમાં જણાવેલા શ્રાવકધર્મ પ્રકરણની પ્રશસ્તિના નાકમાં જે જાહેર સંબંધી સૂચન છે તેમાં આ સંવત અને તિથિમાં ફેરફાર છે. સં. ૧૩૧ના મહા સુદિ ૧૪ની નોંધ એ જ વધુ પ્રામાણિક જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy