SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ જૈન તીર્થ સર્વસંગ્રહ ઉપર્યક્ત ગાથામાંથી બે હકીકતે ફલિત થાય છે. એક તે એ કે, જે કરેડપતિએ સુવર્ણગિરિ ઉપર વસતા હતા એ મોટે ભાગે જેન હતા, અને બીજી એ કે, જે કોડપતિઓ ન હોય એવા લેકો એ ગિરિની નીચે વસેલા નગરમાં રહેતા હોવા જોઈએ. આ ઉપરથી એમ માનવાને કારણું મળે છે કે, સુવર્ણગિરિ અને તેની નીચે વસેલું જે કાઈ નગર પાછળથી જાબલિપુર-જાલેર નામે ખ્યાતિ પામ્યું એ બંને વસાહતે વિક્રમની બીજી શતાબ્દી પહેલાંથી વિદ્યમાન હતી એટલું સ્પષ્ટ થાય છે. એ બંને સ્થળે પ્રાચીન જિનમંદિરો પણ વિદ્યમાન હતાં જ. આ પ્રાચીન કાળનાં મંદિરેથી જ “સુવર્ણ ગિરિનો ઉલ્લેખ જૈનેના ગણનાપાત્ર પવિત્ર તીર્થસ્થળામાં સેંધવામાં આવ્યું છે. “સકલાહસ્તેત્ર’ના અંતિમ પદ્યમાં જે પ્રસિદ્ધ ગિરિતાર્થો ગણાવ્યાં છે, તેમાં આ સુવર્ણગિરિને “કનકાચલ” નામે ઉલ્લેખ કરે છે: " ख्यातोऽष्टापदपर्वतो गजपदः सम्मेतशैलाभिधः, श्रीमान् रैवतकः प्रसिद्धमहिमा शत्रुञ्जयो मण्डपः । वैभारः कनकाचलोऽर्बुदगिरिः श्रीचित्रकूटादयस्तत्र श्रीऋषभादयो जिनवराः कुर्वन्तु वो मङ्गलम् ॥ આવા પવિત્ર તીર્થધામની યાત્રા કરવા જેને અને જેનાચાર્યો અહીં આવતા હતા. તેમના ઉપદેશથી અહીં કેટલાંયે જિનમંદિર બંધાયાં હતાં અને જૈનાચાર્યોએ આવા પવિત્ર તીર્થના વાતાવરણમાંથી મોટા ગ્રંથો રચવાની પ્રેરણા મેળવી હતી.' આજનું જાહેર પ્રાચીનકાળે જાબાલિપુર નામે ઓળખાતું હતું. એને પ્રાચીન ઉલેખ “કુવલયમાલા” ગ્રંથની પ્રશસ્તિમાંથી મળે છે. શ્રીદાક્ષિણ્યચિહ્ન ઉદ્યોતનસૂરિએ વિ. સં. ૮૩૫માં જાબાલિપુર નગરમાં શ્રી વીરભદ્ર નામના આચાર્યો બનાવરાવેલા શ્રી ઋષભદેવ પ્રાસાદમાં એ ગ્રંથ પૂરે કર્યો હતો. એટલે સં. ૮૩૫ પહેલાં અહીં શ્રીત્રાષભદેવનું મંદિર વિદ્યમાન હતું અને એ સમયે આ નગર ઊંચાં જિનમંદિરેથી શોભાયમાન અને શ્રાવકેની વસ્તીથી ભરપુર સમૃદ્ધિશાળી નગર હતું, એ હકીકત તેમણે કુવલયમાલા'ની પ્રશસ્તિમાં આ પ્રકારે સેંધી છે તેમાંથી જાણી શકાય છે – "तुंगमलंघं जिनमवणमणहरं सावयाउलं विसमं । जाबालिपुरं अट्ठाक्यं व अह अत्थो पुहवीए ॥ १८ ॥ तुगं धवलं मणहारि रयणपसरंतघयवडाडोवं। उसहजिणिदायतणं करावियं वीरभद्देण ॥ १९॥ तत्थट्रिएण अह चोदमीए चेत्तस्स कण्हवक्खम्मि । णिम्मविआ बोहिकरी भव्वाणं होउ सव्वाण ॥ २० ॥" શ્રીઉદ્યોતનસૂરિએ એ પણ જણાવ્યું છે કે, એ સમયે અહીં વત્સરાજ નામે પ્રતિહારવંશી રાજા રાજ્ય કરતે હતે. એને રાજત્વકાળ સં. ૮૨૬ થી ૮૫૬ને ડે. સ્મીથે નક્કી કરી બતાવ્યું છે, તે “કુવલયમાલાના રચના-સમયનું સમર્થન કરે છે. મતલબ કે, નવમા સૈકામાં આ “જાબાલિપુર જેને આજે “જાલેર’ નામે ઓળખવામાં આવે છે તે ઉન્નત અવસ્થામાં હતું. આ ગાથાઓમાંથી આપણને જે શ્રી વીરભદ્રાચાર્યે બનાવેલા જિનમંદિરને પરિચય મળે છે તે અષ્ટાપદના જેવું હોવાનું જણાવ્યું છે. આબુના ‘લુણવસહી” ચૈત્યના સં. ૧૨૯૬ના શિલાલેખથી જણાય છે કે જાબાલિપુરના સુવર્ણગિરિ પર અષ્ટાપદ નામે ચિત્ય હતું. એ પરથી અને ઉપર્યુક્ત ૧૮મી ગાથામાં નિર્દિષ્ટ પૃથ્વી પરના એટલે ગિરિ નીચેના જાબાલિપુરમાં જે ઋષભદેવનું મંદિર કરાવ્યું તે “અષ્ટાપદ જેવું અર્થાત્ સુવર્ણગિરિ ઉપરના અષ્ટાપદ ચૈત્ય જેવું બનાવ્યું એ અર્થ ફલિત થતું હોય એમ મારું માનવું છે. મતલબ કે, સુવર્ણગિરિ ઉપર અષ્ટાપદનું ચૈત્ય બન્યું એ પછી નવમા સૈકામાં જાબાલિપુરમાં આદિનાથ ચૈત્ય બન્યું એમ માનવામાં કશી હરકત નથી. અહીં શહેરના મધ્ય ભાગમાં “જના તપખાના”ના નામે ઓળખાતી એક મજિદ છે. એમાં પ્રવેશતાં બાવન જિનાલયવાળા વિશાળ મંદિરને ખ્યાલ આવે છે. તેમાંની સફેદ પથ્થરની દેરીઓ, કેરણીવાળા પથ્થરો અને શિલાલેખવાળા ૧ સં. ૧૦૮૦માં વેતાંબરાચાર્ય શ્રીજિનેશ્વરસૂરિએ શ્રીહરિભદ્રસૂરિકૃત “અષ્ટકસંગ્રહ' ઉપર વિદ્વત્તા ભરી ટીકા અહીં રચી હતી અને તેમના ગુરુભાઈ શ્રીબુદ્ધિસાગરસૂરિએ “બુદ્ધિસાગર' નામના વ્યાકરણની રચના પણ એ સાલમાં અહીં જ પૂરી કરી હતી. ૨. “શ્રીઅબુંદ પ્રાચીન જૈન લેખસંદોહ” લેખક ર૭૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy