SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ જૈન તીર્થ સર્વસંપ્રહ अहतमहतगतांतलतांतभक्त्या श्रीशांतिनामकमनंतनितांतभक्त्या । श्रीविश्वसेनतनुजं भवतात्मशक्त्या सारंगलक्षणजिनं स्मरताभियुक्त्या ॥ २॥ यस्यातीतभवेष्यकारि महता शक्रस्तनामर्षिणा श्येनाकारभृता कपोततनुभृक्षापरीक्षोऽर्हतः । भोक्ता यौगिकयोगचक्रिपदवीसाम्राज्यराज्यश्रियः स श्रीशांतिजिनोस्तु धार्मिकनृणां दातात्मसंपच्छ्यिः ॥ ३ ॥ श्रीशांतिदेवोवतु देवदेवो धर्मोपदेष्टा मुददायिसेवः । नंतारित यस्यादिमवर्णनामा राजोपमास्यस्य तु भक्तिनाम ॥ ४ ॥ श्रोधनराजोपाध्यायानामुपदेशेन पंडितमुनिमेरुलिखितं सूत्रधार जोधा रंगा गदा नरसिंहकेन उत्कीरितानि काव्यानि चतुष्किकामूलपट्टके राउलश्रीमेघराजविजयराज्ये श्रीशांतिनाथनाभिमंडपो निष्पन्नः ॥' આજે આ મંદિરમાં શ્રેષ્ઠી માલાશાહે સ્થાપન કરેલી મૂર્તિ નથી, પણ પાછળથી એટલે સં. ૧૯૧૦માં તેના સ્થાને નવી શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રતિમા વેતવર્ણની અને ૩૦ ઇંચની છે. તેની બંને પડખે ૨૪ ઈંચની બે ધવલવણી મૂતિએ શેભી રહી છે. મંદિરની બાજુમાં સં. ૧૬૬૬માં કરાવેલું એક મજબૂત ભેંયરું છે. તેમાં ૨૭ જિનપ્રતિમા અને બીજી ચરણપાદુકાઓ વગેરે છે. શ્રીજિનદત્તસૂરિની આરસની મૂર્તિ અને પટ્ટો વગેરે પણ છે. મૂળનાયકની પ્રતિમા ઉપર લેખ છે, જેમાં માલાશાહે આ મંદિર બંધાવ્યાને સ્પષ્ટ ઉલ્લેખ છે તેથી એ લેખ નવીન હોવા છતાં ઉપગી છે "संवत् १९१० शाके १७७५ प्रवर्तमाने मासोत्तममासे माधवमासे धवलपक्षे ५ तिथौ गुरुवासरे महाराजाधिराजमहाराजतखतसिंहजीजसवंतसिंहजीविजयराज्ये श्रीपालोनगरे सकलश्रीसंघगादीमहोच्छवेनांजनशलाका कृत(ता) जोधपुरनगरवास्तव्य श्रीओशवंशे मुताजी अखयचंदजी तत्पुत्र मुता श्रीलखमीचंदजी त० मु० श्रीमुकुदचंदजीधर्मानुरागेण महोच्छव(व) कारापितं श्रीमहेवापरगने श्रीवीरमपुरनगरमध्ये शंखवालेचा मालाशाकारापितश्रीजिनालये श्रीशांतिनाथबिंब प्रतिष्ठितं जगद्गुरुबिरुदधारकश्रीखरतरभावहर्ष गच्छेश भ० क्षमासूरिपट्टे भ० श्रीजिनपद्मसूरिभिः प्रतिष्टितं सकलश्रेयोथै ॥" આ રીતે લગભગ સત્તરમી સદી સુધી નાકેડા–વીરમપુરની જાહોજલાલી રહી, તે પછી ઘસાતું આ નગર નાના ગામડા જેવું બની ગયું. આજે તે માત્ર એની સ્મરણીય વિભૂતિસમી તીર્થની વિદ્યમાનતા શેષ રહી છે. ૮૮. જાલ (કોઠા નંબરઃ ૨૧૪૭ ૧૪૯) બાલોતરાથી ૨ માઈલ દૂર જસેલ નામે નાનું ગામ છે. લુણી નદી પર વસેલું છે. ગામ પ્રાચીન છે. એક કાળે અહીં જેનેની વસ્તી સારા પ્રમાણમાં હશે એમ લાગે છે. પણ આજે તે માત્ર ૨૦ જેનેની વસ્તી છે. ૧ ઉપાશ્રય અને ૩ જૈન મંદિરે એના પ્રાચીનકાળના ગૌરવને ખ્યાલ આપે છે. આ ત્રણ મંદિરે પિકી [૧] શ્રીસુપાર્શ્વનાથ ભગવાનનું પ્રાચીન મંદિર શિખરબંધી છે. મૂળનાયકની મૂર્તિ સુંદર છે. આ મંદિરના સભામંડપના એક પાટડા ઉપર એ શિલાલેખે છે. તેમાં એક આ પ્રકારે છે: ___“ संवत् १२४६ वर्षे कार्तिक वदि २ श्रीमान् [मद् ]देवाचार्यगच्छे श्रीखेट्टीयश्रीमहावीरमूलचैत्ये श्रे० सहदेवसुतेन सोनिगेन મામો સવંદમયુ કરૂં . ૨ ” –સં. ૧૨૪૬ના કાર્તિક વદિ૨ના દિવસે શ્રીદેવાચાર્યગછના શ્રીગેટ્ટીય ગામના શ્રી મહાવીરસ્વામીના મૂળ ચૈત્યમાં શ્રેષ્ઠી સહદેવના પુત્ર સેનિગે પિતાના કલ્યાણ માટે બે સ્તંભ કરાવ્યા. ૧. આ૦ શ્રીયતીન્દ્રસુરિજીએ આ લેખે લીધેલા છે, તેની સાથે “પ્રાચીન જૈન લેખસંગ્રહ' ભા. માંના લેખાંકઃ ૪૧૭-૪ર૧ સુધીના લેખે સરખાવતાં ધણ પાઠભેદ લાગે છે. એ લેખ ફરીથી તપાસવા ગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy