SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ માડમેર ૧૮૧ ૧. સ્ટેશન તરફના માર્ગે નારામાં શ્રીચંદ્રપ્રભસ્વામીનું શિખરબંધી દેવાલય છે. સ. ૧૯૭૫માં બંધાવ્યું છે. આમાં ચિત્રકામ કરેલું છે. ૨–૩. પાદરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં એ મદિર છે, જેમાંનું એક શિખરબંધી છે જ્યારે ખોજું ઘર દેરાસર છે. શિખરબંધી મ ંદિર સ. ૧૬૦૦માં બંધાવેલું છે. ૩-૭. ખાગલમાં ચાર મંદિશ વિદ્યમાન છે. તે પૈકી ૧ શ્રીઆદિનાથ ભગવાનનું શિખરમંધી મદિર છે, જે સ’, ૧૫૭૫માં ધાવેલું છે. ખાકીનાં ત્રણ ઘર-દેરાસરો છે, જેમાં એ મદિરા શ્રીપાર્શ્વનાથ ભગવાનનાં અને એક શ્રીશાંતિનાથ ભગવાનનું છે, જે વીસમી સદીમાં બંધાવેલાં છે. જૂના — નવા બાડમેરથી ૧૪ માઈલ અને જસાઈ સ્ટેશનથી અગ્નિખૂણામાં ૪ માઇલ દૂર આજે ‘જૂના' નામે ઓળખાતું સ્થળ છે એ જ પ્રાચીનકાળનું ખાહડમેર નગર છે. પહાડથી ઘેરાયેલા આ નગરને પથ્થરને મજબૂત કિલ્લે છે, જેના ઘેરાવા દશેક માઈલના કહેવાય છે. કૂવા, વાવ, તળાવ, મકાનો અને મદિરાનાં અનેક ખંડિયેરૢ પડેલાં છે. આ સમૃદ્ધ નગર કયારે અને કેમ ભાંગ્યું એ જાણવા મળતું નથી પરંતુ સત્તરમી સદી સુધી તા એ આખાદ હતું એમ અહીંથી મળેલા જૈન મદિરાના શિલાલેખેાથી જણાય છે. પ્રાચીન શિલાલેખા અને ગ્રંથામાં આ ગામનું નામ ખાડમેરુ કે બાહુડમેર નગર તરીકે જોવામાં આવે છે. માહુડ એ પ્રાકૃત શબ્દના સંસ્કૃત ભાષામાં વાગ્ભટ એવા અર્થ થાય છે. વાગ્ભટ નામના અનેક પુરુષો થઈ ગયાનું ઇતિહાસથી જાણવા મળે છે, પરંતુ કયા વાગ્ભટે આ નગર વસાવ્યુ અથવા કયારે વસ્યું એનું પ્રમાણ મળતું નથી. શિલાલેખેથી જણુાય છે ખારમી સદીમાં આ નગર સમૃદ્ધ અને આબાદ હતુ. ‘વિધિપક્ષ (અચલગચ્છીય) માટી પટ્ટાવળી' જે ગુજરાતીમાં છપાઈ છે તેમાં (પૃ૦ ૨૦૪) જણાવ્યું છે કે- શ્રીજયપ્રભસૂરિજીએ વિ. સં. ૧૦૦૭માં ભિન્નમાલમાં પરમાર વંશના રાઉત સામકરણજીને, તેના વંશજો સહિત પ્રતિબાધી જૈન ખનાવ્યા. વિ.સ. ૧૧૧૧માં મેગલે એ ભિન્નમાલના નાશ કર્યો ત્યારે તેના (સામકરણના) વંશના રાય ગાંગા ભિન્નમાલથી નાસીને બાહુડમેર ગયા. ત્યાં પરમાર વંશના દેવડ રાજા હતા. શ્રીક્ષમાકલ્યાણકૃત ‘ખરતરગચ્છની (અપ્રકાશિત) પટ્ટાવલી' (પૃ. ૧૨)માં આ પ્રકારે ઉલ્લેખ મળે છે:— “ उद्धरणमन्त्री सकुटुम्बः खरतरगच्छीयश्रावकश्च ( सं० १२२३ ) बभूव । तस्य च कुलधरनामा पुत्रो जातः येन बाइडमेरुनगरे उत्तुङ्गतोरणप्रासादः कारितः ॥ " —વિ. સ. ૧૨૨૩માં ઉદ્ધરણુ નામે મંત્રી કુટુંબ સાથે શ્રાવક થયા. તેના પુત્ર કુલધરે આહુડમેરુ નગરમાં ઉત્તુંગતારણ પ્રાસાદ–જૈન મંદિર બંધાવ્યું. આ ઉલ્લેખથી જણાય છે કે વિ. સં. ૧૧૧૧ પહેલાં આ નગર વસી ચૂકયું હતું. ‘ખરતરગચ્છીય ગુર્નાવલી' (અપ્રકાશિત)થી જણાય છે કે, સ’. ૧૩૯૧માં શ્રીજિનપદ્મસૂરિ જ્યારે વાગ્ભટ્ટમેરુ પધાર્યા ત્યારે ચૌહાણુકુલપ્રદીપ રાણા શિખરસિંહ, રાજપુરુષો અને નાગરિકોની સાથે સૂરિજીની સન્મુખ ગયા અને મહાત્સવપૂર્ણાંક તેમના નગરપ્રવેશ કરાવ્યે. સ્વ.મુનિરાજ શ્રી.જયંતવિજયજીએ ઉત્તુંગતરણ મદિરનું વર્ણન કર્યું છે, તેના સાર ભાગ આ છે:— ઉત્તુંગતે રણુપ્રાસાદ–જૈન મ ંદિર પહાડની ટેકરી ઉપર બનેલું છે, એ મંદિરના કેટલાયે ભાગો તૂટી ગયા છે. છતાં એ જી થી ભાગા ઉપરથી આ મંદિર કેવું હશે એનું અનુમાન થઇ શકે છે. મૂળગભારો, ગૂઢમંડપ, નવ ચાકી, ૧. જૈન” ૧-૩-૩૬ના અંકમાંથી. મુનિરાજ શ્રીજયંતવિજયજીએ પણ ખે-ત્રણ દશકા પહેલાંની નોંધ ઉપરથી વર્ણન આપેલું છે. એટલે અત્યારે આ મંદિર કેવી સ્થિતિમાં હશે તે જાણવામાં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy