SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ જૈન તીર્થ સર્વસંગ્રહ ૫. બજારમાં આવેલા ગણેશચેકમાં શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી નાનું મંદિર છે. મૂળનાયક શ્રી શાંતિનાથની બદામી વર્ણની પ્રતિમા ૨ ફીટ ઊંચી બિરાજમાન છે. અહીં પહેલાં શ્રી આદીશ્વર ભગવાન બિરાજમાન હતા. એ સંબંધી આ મંદિરના મંડપના ડાબા હાથ તરફની ભીંતમાં સં. ૧૨૧૨ને લેખ આ પ્રકારે મળે છે – " श्रीश्रुताय नमः संवत् ॥ १२१२ वैशाख सुदि ३ गुरुवासरे रत्नपुरे भूपतिश्रीरायपालदेवसुतमहाराजसुवर्णदेवस्य प्रतिभुजायमान-महाराजाधिराजभूपतिश्रीरत्नपालदेवपादपद्मोपजीविनः पादपूज्यभांडारिकवीरदेवस्य महं० देवहृत् साढा पातसन्मति महामातृलखणाश्रेयसे धानन्यासक्रयमहनीयजपाभिधाना श्रेयोनिमित्तं श्रीऋषभदेवयात्रायां भूपश्रीमान् मातृजागेरवलिनिमित्तं दत्तं शतमेकं द्रम्माः । देवकरमलके प्रविष्टमत्र शतसुवर्णव्याजेन गोवृषसोलस्य लाखावतश्रेयोर्थप्रवृद्धेन लाषासाढाप्रभृतिश्रावकर्येन सेसमलकेन वर्ष प्रति द्र० १२ द्वादशं देयं सेवार्थेति मंगलं महाश्रीः ॥" આ લેખમાંથી કેટલીયે ઐતિહાસિક વિગતે પ્રાપ્ત થાય છે. અહીં તે માત્ર આ રાષભદેવ મંદિર સં. ૧૨૧૨માં બંધાયું એ મુખ્ય હકીકત જાણ્યા પછી અત્યારના મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા જીર્ણોદ્ધાર સમયે પ્રતિષ્ઠિત થઈ એટલું નિણત થાય છે. બુધવાસમાં શ્રીમહાવીરસ્વામી ભગવાનનું ઘર દેરાસર છે. કહેવાય છે કે, આ મંદિર ગૂર્જરનરેશ શ્રીકુમારપાળે બંધાવ્યું છે. એ સમયે અહીં મૂળનાયક શ્રી આદીશ્વર પ્રભુ હતા. પણ એ સમયને કઈ લેખ મળતું નથી. આજે મૂળનાયક શ્રીવીરપ્રભુની જે મૂર્તિ બિરાજમાન છે તે સં. ૧૮૭૩માં શ્રીજિનેન્દ્રસૂરિએ પ્રતિક્તિ કરેલી છે. બીજી મૂર્તિઓ એ જ સાલના લેખવાળી છે. ભિન્નમાલથી ૧ માઈલ દૂર પશ્ચિમેત્તર દિશામાં એક નાનું દેવળ છે. તેમાં શ્રીગેડીપાર્શ્વનાથ ભગવાનની અતિપ્રાચીન ચરણપાદુકાઓ સ્થાપન કરેલી છે. જેન–જૈનેતર લેકે આ સ્થળે દર્શનાર્થે આવે છે. ભિન્નમાલથી વા માઈલ દૂર દક્ષિણ-પશ્ચિમ દિશામાં મજબૂત કેટવાળું એક મંદિર છે, તેમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ચરણપાદુકાઓ વિરાજમાન છે. અહીં પ્રતિવર્ષ કાર્તિક સુદી ૧ ના દિવસે મેળો ભરાય છે. આ રીતે જૈન દૃષ્ટિએ ભિન્નમાલનું ઐતિહાસિક મહત્વ ગૌરવભર્યું છે. “સકલતીર્થસ્તોત્રમાં શ્રીસિદ્ધસેનસૂરિએ ભિન્નમાલને એક તીર્થ સ્વરૂપ ગણાવ્યું છે. " पल्ली-संडेरय-नाणएसु, कोरिट-भिन्नमालेसु । वंदे गुजरदेसे, आहाडाइसु मेवाडे ॥" આમ તીર્થ તરીકે પણ પ્રસિદ્ધ આ સ્થળના પ્રાચીન અવશેષે શોધી કાઢવામાં આવે તે બીજું ઘણું જાણવા જેવું મળી શકે એમ છે. ૮૬. બાડમેર (કઠા નંબર: ર૧ર-ર૭ ) જોધપુરથી સિંધ-હૈદ્રાબાદ જતી (જે. આર.) રેલ્વેનું બાડમેર સ્ટેશન છે. આ (નવું) બાડમેર જૂના બાડમેરને નાશ થયા પછી વસેલું છે. પુરાણું બાડમેર અહીંથી ૧૪ માઈલ દૂર વસેલું હતું. એ નગર સત્તરમા સૈકા સુધી આબાદ હતું. તે પછી કઈ કારણે એ નગરને ભંગ થતાં ત્યાંના સરદારે જાગીરદારે અને શાહકારે વગેરે ૧૪ માઈલ દૂર આવેલા “બાપડાઉ ગામમાં આવી વસ્યા. ત્યારથી બાપડાઉ “બાડમેર નામથી પ્રસિદ્ધ થયું અને અસલનું બાહડમેર ‘જના” નામથી ઓળખાવા લાગ્યું, જેને પરિચય આમાં જ આગળ આપીશું. બાડમેરમાં ૪૦૦ શ્રાવકોની વસ્તી છે. તેમાંને માટે ભાગ અંચલગચછીય અને ખરતરગચ્છીય છે. ૪ ઉપાશ્રય, ૩ ધર્મશાળાઓ અને ૭ જૈન મંદિરે વિદ્યમાન છે. Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy