SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ આ મદિર “નવલખા પાર્શ્વનાથ'ના નામથી પ્રસિદ્ધિમાં આવ્યું હોય એમ લાગે છે. આ મંદિરની દેવકુલિકાઓ ભાદા અને માદાના કલ્યાણ માટે લખમણુસુત દેસલે બંધાવી. મૂળમંદિર સહિત બધી દેવકુલિકાઓ જિનપ્રતિમાઓના ત્રિગડાથી મંડિત છે. આ પ્રાચીન મંદિરના કારણે પાલીની તીર્થ જેટલી ખ્યાતિ છે. ૫. અહીંથી દેઢેિક ગાઉ દૂર પુનાગિરિ નામની એક ટેકરી છે. આ ટેકરીમાંથી અગાઉ સોનું નીકળતું એવી લેવાયકા છે. તળેટીથી ૧૭૮ પગથિયાં ચડયા પછી શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર પૂર્વસમ્મુખ શિખરબંધી બનેલું છે. આ દેરાસરને ફરતે પ્રાચીન કેટ છે. સં. ૧૭૦૦ લગભગમાં આ મંદિર બંધાયાનું જણાય છે. ૬. કેરીઆ દરવાજા બહાર શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર છે. ૭૮.૯ઢાર વાસમાં શ્રી શાંતિનાથ ભગવાનનું અને શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનાં બંને મંદિરે શિખરબંધી છે, જે શ્રીસંઘે સં. ૧૫૦૦ લગભગમાં બંધાવ્યાં છે. ૯. સેવકોના વાસમાં શ્રીગેડી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર સં. ૧૫૦૦ માં બંધાયેલું જણાય છે. ૮૫. ભિન્નમાલ (કોઠા નંબરઃ ૨૧૫-૧૧૨૦) ગુજરાતની પ્રાચીન રાજધાનીનું મુખ્ય નગર ભિન્નમાલ એક સમયે ખૂબ પ્રસિદ્ધ હતું. આ નગર કોણે વસાવ્યું એને ઈતિહાસ મળતું નથી પણ લેકસાહિત્યના આધારે આ નગરનું અસ્તિત્વ અતિપ્રાચીન કાળથી હતું એમ જણાય છે. પુરાણના કથન મુજબ આ નગરનાં ચાર યુગમાં જુદાં જુદાં ચાર નામે હતાં. સત્યયુગમાં તેનું નામ શ્રીમાલ, ત્રતામાં રત્નમાલ, દ્વાપરમાં પુષ્પમાલ અને કળિયુગમાં ભિન્નમાલ હતું. છેલ્લું નામ ભિલ અને માલ નામથી જાતિઓના કારણે પડ્યું એવું ઈતિહાસવિનું માનવું છે. વસ્તુતઃ શ્રીમાલ ચાર વખત કરતાં વધુ વાર લુંટાયું છે. એને જ યુગની કલ્પનામાં ઘટાવાયું હશે. બીજાં બે નામે કરતાં શ્રીમાલ અને ભિન્નમાલ એ નામ જ લેકપ્રસિદ્ધ રહ્યાં છે. શ્રીમાલમાંથી ભિન્નમાલ નામને ફેરફાર કઈ ઘટનાવિશેષને આભારી જણાય છે. શ્રીથી ભિન્ન એવું ભિન્નમાલ એ સંકેત જ આમાંથી ફલિત થતું લાગે છે. પરંતુ અહીં એની ચર્ચાને અવકાશ નથી. લોકસાહિત્યના આધારે આ નગર વિશેની કેટલીક તારીખે “Bombay Gazetter' માં નેધેલી છે, એ મુજબ જગસ્વામીનું સૂર્યમંદિર સં. ૨૨૨ માં અહીં બંધાયું. સં. ૨૬૫ માં આ નગરને ભંગ થયે, સં. ૪૯૪ માં આ નગર લુંટાયું, સં. ૭૦૦ માં આ નગર ફરી રચાયું, સં. ૯૦૦માં ત્રીજીવાર લુંટાયું, સં. ૯૫૫ માં આ નગરને ફરીથી સંસ્કાર થે અને ચૌદમા સૈકાના આરંભ સુધી એની જાહોજલાલી જળવાઈ રહી. આજે તે માત્ર ૧૫૦૦ જેટલાં ઘર (જેમાં ૧૨૦ ભીલનાં છે) નું નાનું ગામ છે. આ હકીક્ત ઉપરથી આ નગર ઉપર ફરી વળેલા ભરતી-ઓટના ચક્રને ખ્યાલ આવે છે. જૈન સાહિત્ય આ નગરમાં બની ગયેલી કેટલીક વિશિષ્ટ ઘટનાઓની નેંધ કરે છે. અહીંના એક જૈન મંદિરના ખંડિયેરમાંથી સં. ૧૩૩૩ ને શિલાલેખ મળી આવે છે, જેની નોંધ અમે આગળ આપીશ, તે ભગવાન મહાવીર સ્વામી અહીં શ્રીમાલમાં પધાર્યા હતા. જો કે આ હકીક્ત ઈતિહાસ સંશોધકે આગળ એક નૂતન સમસ્યા ખડી કરે છે; કેમકે ભગવાન મહાવીર સ્વામીના વિહારક્રમમાં મારવાડ કે ગુજરાત તરફ તેમના આવવાને કયાંઈ ઉલ્લેખ થયેલે મળતું નથી; એથી આ વિશે ઈતિહાસો જ આનું નિરાકરણ આપે એ જ વધુ એગ્ય ગણાય.. જૈનના શૂર્ણિ ગ્રંથથી જણાય છે કે, વિક્રમની પહેલી શતાબ્દીમાં હયાત શ્રીવજુસ્વામીએ શ્રીમાલ તરફ વિહાર કર્યો હતે. સંભવ છે કે, એ સમયે અહીં જેનેનું પવિત્ર યાત્રાસ્થાન હોય. એક જૈન પટ્ટાવલીની નેધથી જણાય છે કે, શ્રીમાલનગરના રાજવીથી અસંતુષ્ટ થયેલા રાજકુમાર સુંદર અને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy