SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પાલી ૧૫ ૮૪. પાલી (કોઠા નં. ૨૦૦પ-૨૧૦૩) પાલી સ્ટેશનથી પાલી ગામ ૧ માઈલ દૂર છે. રસ્તામાં “દાદાજીની વાડી” આવે છે, તેમાં એક સુંદર ગુરુમંદિર શોભી રહ્યું છે. આ મંદિરના ઉત્તરમાં અને દક્ષિણમાં એકેક તળાવ છે. પૂર્વ દિશામાં એક વાવ આવેલી છે. પાલી ગામ પ્રાચીન છે. શિલાલેખોમાં આનું “પતિલકા” અથવા “પલ્લી” નામ મળે છે. વળી, અહીંના નવલખાના મંદિરમાં રહેલા સં. ૧૧૭૮ ના શિલાલેખમાં આ ગામનું પલિકા નામ નંધેલું હોવાથી આ ગામની પ્રાચીનતાની સાબિતી સાંપડે છે. પલીવાલ ગચ્છ અને પહેલીવાલ એશવાલે આ ગામના નામ ઉપરથી જ પ્રસિદ્ધિ પામ્યા હતા. સંરકગચ્છીય સમર્થ આચાર્ય શ્રીયશોભદ્રસૂરિની આચાર્ય પદવી સં. ૯૬૯ માં આ ગામમાં જ થઈ હતી; એમ “ઉપદેશરત્નાકર' ગ્રંથથી જણાય છે. અહીં શ્વેતાંબર જૈનેનાં ૩૦૦ ઘર વિદ્યમાન છે. આ ઉપાશ્રય અને નાની-મેટી ૫ ધર્મશાળાઓ છે. અહીં કુલ ૯ મંદિરે છે. ૧-૨. ગામમાં પ્રવેશતાં જ સ્ટેશનડ લેરી દરવાજા બહાર એક જૈન મંદિર છે જેમાં જુદાં જુદાં બે દેરાસરે આવેલાં છે. એક શિખરબંધી દેરાસરમાં પૂર્વ સન્મુખ શ્રી ઋષભદેવ ભગવાન મૂળનાયક છે. આ દેરાસર સં. ૧૯૩૩ માં શેઠ સીમલજી બલાઈએ બંધાવ્યું છે. અને બીજુ શિખરબંધી શ્રીચિંતામણિ પાર્શ્વનાથજીનું મંદિર શેઠ જસરાજજી ધારીવાલે સં. ૧૯૦૨ માં બંધાવેલું છે. ૩. ગુજરાતી કટલામાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું ધાબાબંધી મંદિર સં. ૧૭૦૦ માં શ્રીસંઘે બંધાવ્યું છે. તેની પાસે જ એક સાધુને અને બીજો સાધ્વીઓને ઉપાશ્રય છે. ઉપJક્ત મંદિરથી કઈક આગળ જતાં નવલખા દરવાજાની પાસે છીનવલખા પાર્શ્વનાથનું મંદિર સૌથી મોટું અને વિશાળ બાવન જિનાલયવાળું છે. મૂળનાયકની મૂર્તિ ભવ્ય અને મનહર છે. તેના ઉપર સં. ૧૬૮૬ ને લેખ છે.' દેરાસરને ફરતી દેરીઓ છે. રંગમંડપમાં સુંદર રચના કરેલી છે. આ મંદિરની પ્રાચીન પ્રતિમાઓ ઉપરથી મળી આવેલા સં. ૧૧૪૪, સં. ૧૧૭૮ અને સં. ૧૨૦૧ ના શિલાલેખથી જણાય છે કે આ મંદિરમાં એ સમયે મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાન હતા. એ લેખે આ પ્રકારે છે: (१) “संवत् ११४४ माघसुदि ११ वीरऊल देवकुलिकायां दुर्लभाजिताभ्यां शांत्यातः कृतः श्रोब्राह्मोगच्छोय श्रीदेवाचार्येन પ્રતિષ્ઠિતઃ ?' (२) “ ११७८ फाल्गुन सुदि ११ शनौ श्रीपल्लिका० श्रीवीरनाथमहाचैत्ये श्रीमदुद्यिोतनाचार्यमहेश्वराचार्याम्ना[य] देवाचार्यगच्छे साहारसुत पारसधणदेवौ तयोर्मध्ये ध[ण]देवसुत देवचंद्र पारससुत हरिचंद्राभ्यां देवचंद्रभार्या वसुंधरिस्तस्या निमित्तं श्रीऋषभनाथप्रथमतीर्थकरबिंब कारितं ॥ गोत्रार्थ च मंगलं महावीरः॥" (३) संवत् १२०१ ज्येष्ट(ष्ठ) वदि ३ रवौ श्रीपल्लिकायां श्रीमहावीरचैत्ये महामात्यश्रीआनंदसुत महामात्यश्रीपृथ्वीपालेनात्मश्रेयोथै जिनयुगलं प्रदत्तं ॥ श्रीअनंतनाथदेवस्य ॥ આ શિલાલેખથી જણાય છે કે સં. ૧૧૪૪ પહેલાં આ મંદિર બન્યું હશે, ઉપર્યુકત શિલાલેખના વર્ષોમાં જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠાઓ થતી રહી અને છેવટે સં. ૧૬૮૬ માં આ મંદિરની દેવકુલિકાએ બંધાવવાની સાથે મૂળ મંદિરને પણ જીર્ણોદ્ધાર થયે, જે સમયે શ્રીમહાવીર ભગવાનના સ્થાને મૂળનાયક તરીકે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન કરવામાં આવી, આ હકીકત દ્વારા જેન મંદિરના એક શિલાલેખથી જણાય છે. એ સમયથી ૧. “પ્રાચીન જૈન લેખ સંગ્રહ” ભા. ૨, લેખાંક: ૩૯૩ For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy