SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સંગ્રહ. આ બધા ઉલ્લેખો પૈકી પ્રથમના · ઉપકેશગચ્છ પટ્ટાવલી 'ના વીર નિર્વાણ સ. ૭૦ અને તે પછીના ઉલ્લેખા વચ્ચે એશિયા નગર અને તેમાંના શ્રીવીર મ ંદિરને ખંધાવ્યાની સાલના મોટો તફાવત પડે છે. પ. ગૌરીશંકર એઝાજી કહે છે કે—“ એશવાલ મહાજનનું આ મૂળ સ્થાન છે. અહીં એક જૈન મંદિર છે, જેમાં વિશાળકાય મૂર્તિ શ્રીમહાવીરસ્વામીની છે. આ મંદિર મૂળમાં સ. ૮૩૦ ( સને ૭૮૩ )માં લગભગ પડિહાર રાજા વત્સરાજના સમયમાં અંધાવવામાં આવ્યું હતું. તેની ઉત્તર-પૂર્વમાં માનસ્તંભ છે, જેમાં સ. ૯૫૨ ( સને ૮૯૫ )ના લેખ છે. પહેલાં આનું નામ ‘ મેલપુરપટ્ટન ’ હતું. શ્રીહેમચંદ્રાચાર્ય'ના શિષ્ય શ્રીરત્નપ્રભાચાર્યે અહીના રાજા અને પ્રજાને જૈન બનાવ્યા.” ૧૭૪ આ બધા ઉલ્લેખામાંથી ઐતિહાસિક સત્ય તારવવું મુશ્કેલ છે. છતાં પં. એઝાજીના મતને સ્વીકારી લઈ એ તોયે આ મદિર નવમા સૈકા જેટલું પુરાણું તે અવશ્ય છે જ. સ. ૧૦૧૭માં આ મ ંદિરના સંભવત: જીર્ણોદ્ધાર થયા હશે; એ સમય લગભગના શિલાલેખા પણ મદિરમાંથી મળી આવે છે. એ પ્રાચીન મ ંદિર આજે પણ અહી ઊભું છે. તેમાં સમયે સમયે જીર્ણોદ્ધારા થતા રહ્યા છે અને આ સૌશિખરી વિશાળ માઁદિર રમણીય દેખાય છે. મૂળનાયક શ્રીમહાવીર પ્રભુની પ્રતિમા રા ીટ ઊંચી છે. મંદિરના રંગમંડપમાં વિ. સ. ૧૦૧૩ના શિલાલેખ છે; જેમાં જિન્દક અથવા તેના પુત્ર ભુવનેશ્વર શ્રાવકે ફરીને મંડપ કરાવ્યાના ઉલ્લેખ છે. સંભવ છે કે, આ જીણુ મંદિરના ઉદ્ધાર તેમણે કરાવ્યેા હાય. એ સિવાય અહીં સ. ૧૦૩૫, સ. ૧૦૮૮, સ. ૧૨૩૪, સ’. ૧૨૫૯, સ’. ૧૭૩૮, સં. ૧૪૯૨, સ. ૧૫૧૨, સ. ૧૫૩૪, સં. ૧૫૩૯, સ. ૧૬૧૨, સ. ૧૯૮૩, સ. ૧૭૫૮ના લેખા મૂર્તિ આ અને સ્વભામાંથી મળી આવે છે. રગમડપમાં આવેલા બે તરફના ગાખલામાં ૩ ફીટ ઊંચી શ્રીઋષભદેવ ભગવાનની સપરિકર મૂર્તિ પ્રતિષ્ઠિત છે. દશમા સૈકા પહેલાંનાં અને જુદી જુદી જાતનાં શિલ્પો મંદિરમાં વિદ્યમાન છે, જે આ મંદિરની પ્રાચીનતાનાં નિદર્શોક છે. મુખ્ય મદિરના સામેના ઝરુખામાં શ્રીગૌતમસ્વામીની શ્વેત આરસની મૂર્તિ છે. મંદિરની ભમતીમાં અને ખૂણે ચાર-ચાર દેવકુલિકાઓ છે, તે પૈકી એકમાં આચાર્ય પ્રતિમા, ખીજીમાં અધિષ્ઠાચિકા દેવી, ત્રીજીમાં નાગદેવની મૂર્તિ અને બાકીની દેરીઓમાં તીથંકર પ્રતિમાઓ છે. મંદિરના જીર્ણોદ્ધાર કરતી વેળાએ પાયામાંથી એક ખંડિત પાદુકા મળી આવી હતી, તેની ચાકી ઉપર સ. ૧૧૦૦ના લેખ છે. પાસેની ધર્મશાળાના પાયે ખાદતાં શ્રીપાર્શ્વનાથ ભગવાનની ધાતુપ્રતિમા મળી આવેલી જે અત્યારે કલકત્તામાં ન. ૪૮, ઇંડિયન મીરરસ્ટ્રીટ, ધરમતલામાં આવેલા મદિરમાં વિદ્યમાન છે, તેમાં આ પ્રકારે લેખ છે, જેમાં ઉપકેશ-એશિયાના ઉલ્લેખ ધ્યાન ખેંચે એવા છેઃ— “ ॐ संवत् १०११ चैत्र सुदि ६ श्रीकक्काचार्य शिष्यदेवदत्तगुरुणा उपकेशीय चैत्यगृहे अश्वयुज चैत्यषष्ठयां शांतिप्रतिमा स्थापनीया गाधोदकान् दिवालिका भासुल प्रतिमा इति ॥ ३ વળી, એક ધાતુપ્રતિમા ઉપર સ. ૧૦૮૮ના લેખ આ પ્રકારે છે:—— " सं० १०८८ फाल्गुन वदी ४ थी नागेंद्र गच्छे श्रीवासुदेवसूरि संघ नानेतिहडश्रेया राखदोव कारिता ॥ ४ ગામની પૂર્વોત્તર દિશામાં સચ્ચાઈયા માતાનું એક મંદિર છે, જે નાની પહાડી ઉપર કિલ્લા જેવું દેખાય છે, કહે છે કે, ઉપકેશપુર વસ્તુ એ સમયે રાજા ઉપલદેવે એ બંધાવ્યું હતું; જેમાં શ્રીપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા વિરાજમાન કરી હતી; પરંતુ અહીંથી જૈનેાની વસ્તી ઘટી જતાં બીજા લેાકેાએ એ જિનમૂર્તિ ઉપાડી લઈ એ સ્થાને પાસેના નાના મ ંદિરમાં બિરાજમાન સચ્ચાઈયા માતાની મૂર્તિને સ્થાપન કરી દીધી. દેવળમાં કેટલેક સ્થળે જિનમૂર્તિ એનાં ચિહ્ન જોવાય છે. મ ંદિરમાંથી સ. ૧૨૩૪, સ. ૧૨૩૬, સ. ૧૨૪૫ના લેખા મળે છે. આ દેવળની પાસે એક નાના ઉપાશ્રય પણ કોઈ શ્રાવકે અધાન્યેા હતે. અહીં આસપાસની ભૂમિ ઉપર અનેક ખંડિયેરા પડેલાં છે, એ ઉપરથી આ નગરની પ્રાચીનતા અને અસલની જાહેાજલાલીની સાબિતી મળે છે. * ૨. આ બધા લેખે “ જૈન લેખસંગ્રહ ” ખંડ: ૧માં સંગ્રહીત થયેલા છે. ૩. “ જૈન લેખસંગ્રહ ” ભા. ૧, લેખાંકઃ ૧૩૪. ૪. એજનઃ લેખાંક: ૭ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy