________________
જેસલમેર
સભામંડપમાં ચાર થાંભલાની વચ્ચે તેર મૂકેલાં છે. ગૂઢમંડપમાં ૧ સફેદ આરસની અને ૧ શ્યામ પાષાણની મળીને બે કાઉસગિયા મૂર્તિ છે. તેને બંને બાજુએ અગિયાર-અગિયાર મૂર્તિઓ હોવાથી આ વીશી ગણાય તેની નીચે આ પ્રકારે લેખ જેવાય છે –
"संवत् १५८२ वर्षे फागण वदि ६ दिने सोमवारे श्रीसुपासबिंब कारितं सं० मालापुत्ररत्न सं० पूनसीकेन पुत्रादिपरिवारયુસૈન વગેરે પ્રતિ [૯] .”
ગર્ભગૃહના બંને બાજુના મડવરમાં સુંદર શિલ્પ જોવાય છે.
૬. શ્રીત્રાષભદેવ ભગવાનનું મંદિર –કિલ્લામાંથી શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિર તરફ જતાં જમણા હાથે આ મંદિર
આવેલું છે. ગર્ભગૃહમાં મૂળનાયક શ્રીષભદેવ ભગવાન બિરાજમાન છે. તેમના આગળના ભાગમાં આરસનું સંદર તેરણ તે શિલ્પકળાને એક નમૂને છે. મૂળનાયકની નીચેને અધૂરો લેખ આ પ્રમાણે વંચાય છે
સંવત ૨૦૨૬ વર્ષે IT
સુદિ ૧ | ”
મૂળનાયકની જમણી બાજુએ આવેલી કાઉસગિયા પ્રતિમા ઉપર આ પ્રકારે લેખ છે –
"संवत् १५३६ वर्षे फागुण सुदि ५ दिने गणधर चोपडागोत्रे सं०॥"
મૂળનાયકની ડાબી બાજુની કાઉસગિયા પ્રતિમા ઉપર લેખ આ મુજબ છે –
"संवत् १५३६ फागु० सु०५ दिने श्रीऊकेशवंशे गणधरगोत्र सं० सच्चापुत्र सं० धर्मा० भा० धारलदे पुत्र सं० लाखाकेन पुत्ररत्नयुतेन भा० लाछलदेपुण्यार्थ श्रीसुपासबिंबं कारितं प्रतिष्ठितं श्रीखरतरगच्छे श्रीजिनभद्रसूरिपट्टे श्रीजिनचंद्रसूरिभिः ॥ श्रीजिनસમુદ્રસૂરિમિ: ”
બીજી મતિઓ ઉપરાંત ગર્ભગૃહને ફરતી ભીંતેના ગોખલામાં ત્રણ પદ્માસનસ્થ પ્રતિમાઓ બિરાજમાન છે. ગભારાની બહાર બંને બાજુએ માનવ આકૃતિવાળી ચક્રવતી ભરત અને ક્ષમાભંડાર કાર્યોત્સર્ગસ્થ બાહુબલીની મૂર્તિઓ દર્શનીય છે. ગભારાના દરવાજાની બારસાખમાં ત્રણ તીર્થકરની મંગલમૂર્તિઓ નજરે પડે છે.
સભામંડપમાં બાર થાંભલાઓ છે, તેમાં તેર નથી. જમણી બાજુએ પીળા પાષાણુના હાથી ઉપર આરૂઢ મરુદેવા માતાની મૂર્તિ છે. ડાબી બાજુએ એક સુંદર સમવસરણ છે. તેમાં ચારે દિશામાં બેસાડેલી ચતુર્મુખ મૂર્તિઓ વિરાજમાન છે. મંદિરના ગર્ભગૃહના મંડોવરમાં આલેખેલાં સ્વરૂપે દર્શનીય છે.
આ મંદિર કે જ્યારે બંધાવ્યું એ સંબંધી શ્રીસમયસુંદર ઉપાધ્યાયે રચેલા “શ્રી આદિનાથ સ્તવન” માં આ પ્રકારે ઉલ્લેખ કર્યો છે –
પ્રથમ તીર્થંકર પ્રખિયે, તારી લાલ, આદિનાથ અરિહંત, ૯૦ ગણધરવસહી ગુણનિલે, હું ભાવભંજન ભગવંત. હું પ્ર.. સભ્ય ગણધર શુભમતિ રે લાલ, જયવંત ભત્રિજ જાસ, મન માન્યા ૨, મિલિ પ્રાસાદ મંડાવિયે રે લાલ, આણી મન ઉલ્લાસ, મગ મઠ ૨. ઘમસી જિનદત્ત દેવસી, ભીમસી મન ઉછાહો; સુત ચારે સ તણ, હવે લક્ષ્મીને લાહોજી. પ૦ ૩. ફાગણ સુદિ પાંચમ દિને ૨, પનરસું છતીસ (૧૫૩૬);
જિનચંદ્રસૂરિ પ્રતિષ્ઠાયા રે, જગનાયક જગદીસ.” પ્ર૦ ૪. આ મંદિર શેઠ સગ્ન ગણધર અને તેમના ભત્રીજા જયવંતે મળીને બંધાવ્યું અને સં. ૧૫૩૬ ના ફાગણ સુદિ ૫ના દિવસે શ્રીજિનચંદ્રસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી. એને “ગણધરવસહી” પણ કહેવામાં આવે છે; એમ ઉપર્યુક્ત સ્તવનથી જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org