SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ જૈન તીર્થ સર્વસંગ્રહ ૭. શ્રીચંદ્રપ્રભુસ્વામીનું મંદિર :-ઉપર્યુક્ત મંદિરની પાસે જ આ મંદિર આવેલું છે. આ મંદિરને ત્રણ માળ છે. પ્રથમ માળના મૂળગભારામાં શ્રીચંદ્રપ્રભસ્વામીની આરસની ચાર મૂર્તિઓ ચૌમુખ તરીકે વિરાજમાન છે, તેથી તેને ચતર્મવિહાર' પણ કહે છે. મૂળનાયકની નીચે આ પ્રકારે લેખ જોવાય છે: સં. ૨૬૮ વરિ..............” ગભારાની ભમતીમાં પણ પંદરેક મૂર્તિઓ પધરાવેલી છે. વળી, બીજી મેટી ભમતીમાં જિનમૂર્તિઓ અને વિવિધ પટ્ટો સ્થાપન કરેલા છે. સભામંડપમાં આવેલા આઠ થાંભલાઓમાં ૮ નકશીદાર તેારણે છે. ઘૂમટમાં શિલ્પ છે પણ જાળી ભરી લીધેલી હોવાથી જોઈ શકાતાં નથી. બીજા અને ત્રીજા માળમાં પણ મૂળનાયક શ્રીચંદ્રપ્રભ આદિ ચૌમુખજી વિરાજમાન છે. બીજાં મંદિર કરતાં આ મંદિરમાં આરસની પ્રતિમાઓ અધિક છે અને ધાતુમૂર્તિઓને પરિવાર પણ ઘણે છે. મળગભારાના મંડાવરમાં ભિન્ન ભિન્ન શિલ્પાકૃતિઓ જોવાય છે. મંદિરના મુખ્ય દરવાજાની બારસાખમાં અને ભમતીની બારસાખમાં મંગળમૂર્તિ જિનમૂર્તિએ પદ્માસનસ્થ ઉત્કીર્ણ છે. આ મંદિર ભણશાળીગોત્રીય સંઘવી વીદાએ બંધાવી સં. ૧૫૦૯ માં પ્રતિષ્ઠા કરાવી છે. શ્રીહેમäજે સં. ૧૫૫૦ માં રચેલા એક અપ્રસિદ્ધ સ્તવનમાં આ મંદિરનું વર્ણન આ રીતે કરેલું છે – “ચઉમુખ મેરાગર તણ મંડાણ, જાણ અવતરિયઉ સુરવિભાણ; બારહ મૂળનાયક ભૂમિ તિગ્નિ, ચંદપેહુ નંદિસુ ચંદ ત્રિ; પાખલિ ચિહુ દિસિ દેહરી છત્રીસ, બિંબ સમરિશું અસીસઉ એકવીસ; મેઘનાદમંડપ માઇ મંડાણિ, ગુણરાજ કરાવિ સાહિ સુજાણિ.” આ વર્ણનથી જણાય છે કે, આ મંદિરમાં શ્રીગુણરાજ શ્રેષ્ઠીએ મેઘનાદમંડપ બનાવે છે. શ્રી મહાવીર સ્વામીનું મંદિર :–આ મંદિર નાનું પણ સુંદર છે. ઉપર્યુક્ત મંદિરના ઝુમખાથી અલગ છે. કિલ્લામાં પ્રવેશતાં રાજમહેલની જમણી બાજુની ગલીમાં આ મંદિર આવેલું છે. મૂળ ગભારામાં મૂળનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાનની સુંદર મૂર્તિ વિરાજમાન છે. આ મંદિર કોણે બંધાવ્યું એ સંબધે શ્રીજિનસુખસૂરિએ રચેલી “જેસલમેર ચૈત્યપરિપાટી” માં આ પ્રકારે વર્ણન છે:– “પહિલી પરદક્ષણ પ્રણમિયે, જગગુરુ વીર જિન; વર પ્રાસાદ કરા વડિયે, દીપે જાન જિનેન્દ્ર. વિ. જિ. ૨. શ્રીવરડિયા ગોત્રના શેઠ દીપાએ આ મંદિર બંધાવ્યું એમ જણાય છે અને બાવન જિનાલયના દ્વારના ઉપરના ભાગમાં સં. ૧૪૭૩ ના શિલાલેખથી૧૧ જણાય છે કે, આ મંદિર લગભગ એ જ સંવતમાં બંધાયું હશે. “વૃદ્ધરત્નમાલાકાર આ મંદિર સં. ૧૫૮૧ માં પ્રતિષ્ઠિત થયાનું જણાવે છે. ૮૧. અમરસાગર (ઠા નંબર: ૨૦૭૫-૧૯૭૭) જેસલમેરથી પશ્ચિમમાં ૫ માઈલ દૂર અમરસાગર નામનું રમણીય ગામ છે. કુદરતે આ ગામને સોંદર્ય બક્ષ્ય છે અને મનુષ્યએ એમાં બાગ-બગીચા, મંદિરે વગેરે નિર્માણ કરી વધુ શોભાયમાન બનાવ્યું છે. અહીંની પીળા પથ્થરની ખાણ ખૂબ પ્રસિદ્ધ છે. આ પ્રદેશમાં મુખ્યત્વે અહીંને પથ્થર વપરાય છે. આ પથ્થરમાં કરેલી કેરણી વધુ દીપી ઊઠે છે અને વરસાદના પાણીથી આ પથ્થર વધુ મજબૂત બનતું જાય એવી તેની વિશેષતા છે. ૧૬ “જૈન લેખ સંગ્રહ” ખંડઃ ૩, લેખકઃ ૨૪૧૦ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy