SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જેસલમેર છતની મધ્યમાં આબુ-દેલવાડાના મંદિરની માફક લટકતા કમળનું લોલક છે, તેની આજુબાજુએ ગેળ ફરતી બાર અપ્સરાઓના અભિનયને અંગમરેડ જોતાં જાણે જીવંત પૂતળીઓ હોય એમ લાગે છે. અપ્સરાઓની નીચે એકેક ગંધર્વનું સ્વરૂપ આલેખ્યું છે અને અપ્સરાઓની વચ્ચે એકેક પદ્માસનસ્થ જિનમૂર્તિઓ કંડારેલી છે. તેની નીચે હંસથર રજૂ કર્યો છે. જમણી બાજુએ પીળા પાષાણનાં બે તરણાનું શિલ્પકામ જોવાલાયક છે. બંને તેણે ઉપર સં. ૧૫૦૬ અને ૧૫૧૮ના લેખે આ પ્રકારે છે – " संवत् १५०६ वर्षे श्रीखरतरगच्छे श्रीजिनभद्रसूरिविजयराज्ये श्रीनेमिनाथतोरणं कारितं सा० आपमलपुत्र सा० पेथा तत्पुत्र सा० आसराज तत्पुत्र सा० पाता[क]स्य निजमाटगेली श्राविकापुण्यार्थः ॥" “संवत् १५१८ वर्षे ज्येष्ट(8) वदि ४ खरतरगच्छे श्रीजिनभद्रसूरीणां प्रसादेन श्रीकीर्तिरत्नसूरीणामादेशेन गणधरगोत्रे सा० [मा? रूभार्या धत्रीपुत्र सा० पासउ सं० सच्चा सं० पासउ भार्या प्रेमलदे पुत्र सं० जीवंदश्रावकेण भार्या जीवादेपुत्र साधारण धीरा भगिनी विमली पूरी धरमई प्रमुखपरिवार सहितेन वा० कमलराजगणिवराणां सदुपदेशेन श्रीवासुपूज्यबिंब तोरणं कारितं । પ્રતિનિSિ)d ૨. શ્રીનિનમરિવાઢંજારશ્રીગિનચંદ્રસૂરિમિક | ફત્તમામળઃ પ્રજમતિ ” આ સિવાય અહીં વીશ વિહરમાનને પટ્ટ, નંદીશ્વરને પટ્ટ, શ્રીમદેવા માતાની બજારૂઢ મૂર્તિ વગેરે શિલ્પ દર્શનીય છે. ગૂઢમંડપમાં સ્ફટિકના પદ્માસનસ્થ ચૌમુખજી ધાતુના એકઠામાં વિરાજમાન કરેલા છે. ગભારાની પાછળની ભમતીમાં પીળા પાષાણની પદ્માસનસ્થ ૩૦ જિનમૂર્તિઓ વિરાજમાન છે. અહીં એક પીળા પાષાણુનું ઑપાકૃતિનું સુંદર સમવસરણ સં. ૧૫૧ના લેખવાળું છે. મધ્યમાં ઉપરાઉપરી ત્રણ ચૌમુખજી અને એકમેટી પાદુકા વિરાજમાન છે. મંદિરનું શિખર સાદું છે અને મડવરના ગેખલાઓમાં પદ્માસનસ્થ તીર્થકર મૂતિએ વિરાજમાન છે. આ મંદિર શ્રીજિનભદ્રસૂરિના ઉપદેશથી પડાત્રીય એશવાલ શેઠ શિવરાજ, મહીરાજ, લેલા અને લાખણ નામના ચાર ભાઈઓએ મળીને સં. ૧૪૯૪માં બંધાવવા માંડયું હતું. ત્રણ વર્ષે તૈયાર થતાં સં. ૧૪૭માં તેની પ્રતિષ્ઠા શ્રીજિનભદ્રસૂરિએ કરી અને એ સમયે આ મંદિરમાં બીજી ૩૦૦ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા તેમણે કરી હતી. ૧૦ શ્રી હેમખ્વજે સં. ૧૫૫૦ રચેલા એક અપ્રસિદ્ધ સ્તવનમાં આ મંદિર વિશે આ પ્રકારે વર્ણન કર્યું છે પ્રાસાદ જિસકે નલિની વિમાણ, ચોપડા તણ૩ દીસ પ્રધાન; મૂલનાયક ગયઉ સંભવસામિ, બિંબ છસઈ ચવદત્તર સિદ્ધિગામી.૧૧ શ્રી શીતલનાથ ભગવાનનું મંદિર –શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરની ભમતીમાંથી જમણી બાજુની બારીવાટે આ મંદિરમાં અવાય છે. મૂળગભારામાં મૂળનાયક શ્રીશીતળનાથ ભગવાનને બદલે અત્યારે સં. ૧૫૬૬ના લેખવાળી શ્રી શાંતિનાથ ભગવાનની ધાતુમૂર્તિ બિરાજમાન છે. રંગમંડપમાં બીજી મૂર્તિઓ ઉપરાંત આરસપાષાણને દર્શનીય સત્તરિય જિનપટ્ટ પx૭ ફીટ ઊંચા–પહાળે છે. આ મંદિર ડાગાગોત્રીય એશવાલ શ્રેષ્ઠીઓએ બંધાવેલું છે. ૧૨ તેની પ્રતિષ્ઠા સંબંધી હકીકત “વૃદ્ધરત્નમાલા” પુસ્તકમાંથી મળી આવે છે. આ મંદિર તેની ઊંચાઈમાં અનેખું તરી આવે છે. ૧૦. શિવરાગ-હીરા-ઢો-શ્રાવળનામ: + + + ચતુમિમિત્રતુધર્માદઃ | अथ संवत् १४९४ वर्षे श्रीवैरिसिंहराउलराज्ये श्रीजिनभद्रसूरीणामुपदेशेन नवीनः प्रासादः कारितः। ततः सं० १४९७ वर्षे कुंकुमपत्रिकाभिः सर्वदेशवास्तव्यपरःसहस्रश्रावकानामन्त्र्य प्रतिष्ठामहोत्सवः सा. शिवाद्यः कारितः। तत्र च महसि श्रीजिनभद्रसूरिभिः श्रीसंभवनाथप्रमुखबिबानि ૨૦૦ પ્રતિષિતાનિ પ્રાણાય áરોત્તર: પ્રતિષ્ઠિતઃા તત્ર શીવમવનાથ મૂગનાથન પ્રત્તિષિતઃ II + + + જે બાંહ ગ્રં સૂ૦ પરિ૦ (૩) પૃ. ૬૮ ૧૧. સાહિત્યપ્રેમી શેઠ અગરચંદ નાહટાના સૌજન્યથી આ સ્તવન પ્રાપ્ત થયું છે. ૧૨. “સેમવદન મૂરતિ ભલી; શ્રીશીતલ જિનરાય; સુયશ લિયે ડાગે ભલે, મહિમા અધિક કહાય.” --શ્રી મહિમાસમુદ્ર રચિત-જેસલમેર ચૈત્ય પરિપાટી. Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy