SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ તીર્થકરની મૂર્તિએ કરેલી છે. વળી, પ્રવેશદ્વારની બારસાખમાં મંગળમૂર્તિ તરીકે શ્રી પાર્શ્વનાથ ભગવાનની આકૃતિ નજરે પડે છે. મંદિરમાં મૂળગભારે, ગૂઢમંડપ, છકી, સભામંડપ, ભમતીની ૫૧ દેવકુલિકાઓ, શૃંગાકી અને શિખરબંધી. ભવ્ય રચના કરેલી છે. મૂળગભારામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની લેપમય મૂર્તિ બિરાજમાન છે. ગૂઢમંડપમાં શ્રીઅંબિકાદેવીની પાષાણુમય પ્રતિમા અને ધાતુની ૪ મૂર્તિઓ પધરાવેલી છે, તેમાંની એક શ્રીસુમતિનાથ ભગવાનની પ્રતિમા સં. ૧૫૩૬ માં પાટણનિવાસી સં. ધણપતિએ ભરાવેલી અતિમનહર છે. વળી, પાષાણુની શ્રી પાર્શ્વનાથ ભગવાનની થા મતિઓ પણ અંદર છે. ઢીંચણથી નીચેના ભાગ સુધી આડા પથ્થરે ચણી લીધેલા હોવાથી તેના પરના લેખે વાંચી શકાતા નથી, અહીં એક ધાતુમતિ ઉપર સં. ૧૧૪૭ ની સાલને કૃત્રિમ લેખ છે, જ્યારે પ્રતિરચના અને લિપિ પાછળના કાળનાં પ્રતીત થાય છે. સભામંડપની છતમાં અને આઠે થાંભલા ઉપર નૃત્ય કરતી જુદી જુદી શિલ્પીય આકૃતિઓ કરેલી છે. અઠે. થાંભલાની વચ્ચે કળામય એકેક તિલોરણ છે અને બહારનું એક તેરણ ગણુતાં આ મંદિરને “નવતરણિયું મંદિર ” કહે છે. સભામંડપમાં પીળા પાષાણના પxકા ફીટ ઊંચાઈ-પહોળાઈવાળા ચાર પટ્ટો પકી ત્રણ નંદીશ્વર દ્વીપના અને એક શત્રુંજય અને ગિરનારને પટ્ટ છે. ચારે ઉપર સં. ૧૫૧૮ ની સાલના લેખો છે. શત્રુંજય અને ગિરનારને પટ્ટ શિલ્પકળાની દૃષ્ટિએ અતિમહત્વને અને નમૂનેદાર છે. ભમતીની બધી દેવકુલિકાઓની બારસાખમાં સં. ૧૪૭૩ ના લેખે છે, જેમાં જુદા જુદા શ્રેષ્ઠીઓએ કરાવેલી દેરીઓના ઉલ્લેખ છે. - મંદિરના ગર્ભગૃહના મંડોવરમાં તીર્થકર મૂર્તિઓ ઉપરાંત દેવાંગનાઓનાં રૂપે પણ આલેખ્યાં છે. એકંદર આ મંદિરના સભામંડપના સ્તંભે અને તેણે વગેરેમાં શિલ્પકળાના અભ્યાસી માટે અખૂટ સામગ્રી ભરી પડી છે. મંદિરની ભમતીમાંથી શ્રીસંભવનાથ જિનાલયમાં જવાના માર્ગે દરવાજાના બારણાની પાછળ પ્રશસ્તિઓના બે શિલાલેખે વિદ્યમાન છે. એનાથી જણાય છે કે, સં. ૧૪૫૯માં ખરતરગચ્છીય શ્રીજિનરાજસૂરિના ઉપદેશથી શ્રીસાગરચંદ્રસૂરિએ મંદિરનું શિલારોપણ કરાવ્યું હતું અને ૧૪ વર્ષે એ મંદિર તૈયાર થતાં સં. ૧૪૭૩માં રાઉલ લક્ષમણસિંહના સમયે ઓશવંશના રાંકાગેત્રીય શ્રેણી જયસિંહ અને નરસિંહ વગેરેએ શ્રીજિનવદ્ધનસૂરિના હાથે એની પ્રતિષ્ઠા કરાવી હતી. મંદિરનું નામ એ રાજવીના નામ ઉપરથી “લક્ષમણુવિહાર' રાખવામાં આવ્યું હતું કે શ્રીસંભવનાથ ભગવાનનું મંદિર –આ મંદિરના ભેંયરામાં જગતવિખ્યાત તાડપત્રીય ગ્રંથભંડાર છે, જેના વિશે અગાઉ કહેવાઈ ચૂકયું છે. આ મંદિરમાં પ્રવેશતાં પીળા પાષાણની એક તપદ્રિકા ૩૫ ૮ ૨૨ ઈંચ ઊંચી-પહોળી જોવાય છે. તેના ઉપર સં. ૧૫૦૫ ને લેખ ઉત્કીર્ણ છે. વળી, ભંડારમાં જવાની નિસરણીના ઉપરના ભાગમાં આરસમાં કતરેલા શ્રીશત્રુંજય અને ગિરનારના સુંદર પટ્ટોનાં દર્શન થાય છે. ઉપરના ભાગમાં મૂળનાયક શ્રીસંભવનાથ ભગવાન અને બીજા તીર્થકરની મતિઓ બિરાજમાન છે. આ મંદિરના સભામંડપને ઘૂમટ ખરેખર, દર્શનીય છે. ૩. જૈન લેખ સંગ્રહઃ ખં: ૩, લેખાંક: ૨૧૨૦ ૪. એજનઃ લેખાંકઃ ૨૧૨૪ ૫. એજનઃ લેખાંક: ૨૧૧૬ થી ૨૧૧૯ ૬. એજનઃ લેખાંકઃ ૨૧૧૨, ૨૧૧૩ ७ अथ जेशलमेरौ श्रीलक्ष्मणराजराज्ये विजयिनि सं० १४७३ वर्षे चैत्र सुदि १५ दिने तैः श्रीजिनवर्द्धनसूरिमिः प्रागुतान्वयास्ते gિષના વહિંદ-નહિંયામાઃ સમુદાય%ાતિપ્રતિષ્ઠા થઇ ગિનવિપ્રતિષ્ઠા દારિતવૈત || જે ભ૦ ગ્રં૦ સૂચીઃ પરિશિષ્ટ (૨), પૃ. ૬ ૮. શ્રીચક્ષ્મળવારો નિતિ સ્થાનો ગિની ચા બનેવીવર્ધમાનય વાતુવિદ્યાનુeirtતઃ -જે ભાં. ગ્રંક સૂચી પરિ. (૧), પૃ. ૬૪ “જેમ લેખસંગ્રહ” લેખકઃ ૨૫૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy