SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ જેસલમેર ૧૬૩ આબના “વિમલવસહી' માંથી મળી આવેલા સં. ૧૩૬૮ ના શિલાલેખથી જણાય છે કે, આ માંડવ્યપુરના રહીશ ગેસલના પુત્ર ધનસિંહ, તેના પુત્ર વિજડ આદિ છ ભાઈઓ અને ગેસલના ભાઈ ભીમાના પુત્ર મહણસિંહ, તેના પુત્ર લાલિગ વગેરે ત્રણ ભાઈઓએ મળીને એ વિમલવસહી મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. આ ઉપરથી જણાય છે કે મંડોરમાં ચૌદમા સૈકામાં જેની સારી આબાદી હતી. પં. મહિમાએ લગભગ ૧૮ મા સૈકામાં રચેલી “તીર્થમાળા” માં જણાવ્યું છે કેમર ગામની ડુંગર રે, માટે વિણિ પ્રાસાદ રે; એકાવન પ્રતિમા ભલી રે, લાલ ગગાણી સું વારે" આજે તે અહીં એકે જેનનું ઘર નથી પરંતુ ૧ જૈન ધર્મશાળા, ૧ ઉપાશ્રય અને ૪ શિખરબંધી મંદિરે મેજુદ છે. બગીચાની પાછળ આવેલા સૌથી મોટા શિખરબંધી મંદિરમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૨ હાથ ઊંચી પીળા વર્ણની એક પ્રતિમા છે. તેના ઉપર આ પ્રકારે લેખ છે: “श्रीजिनदेवसूरि श्रीजिनसंघसूरि श्रीजिनचंद्रसूरिपट्टे श्रीजिनहर्षसूरि आ० श्रीलक्ष्मीकुशल सं० १७२२ वर्षे महा वदि ८ सोमे महाराजाधिराजश्रीजसवंतसिंहजी कुंवरपृथ्वीसिंह मेघराजविजयराज्ये ओसवालज्ञातीयभंडारी भानाजी पुत्र नारायण तत्पुत्र भं. ताराचंदेन पुत्रपौत्रादियुतेन श्रीपार्श्वनाथबिंब कारितं प्रतिष्ठितं श्रीबहतखरतरगच्छे ॥" આ શિલાલેખથી જણાય છે કે, કાપરડાનું સ્વયંભૂ પાર્શ્વનાથનું મંદિર કરાવનાર ભંડારી ભાણુના જ પુત્ર નારાયણ અને તેના પુત્ર તારાચંદે આ મૂર્તિ સં. ૧૭૨૨માં ભરાવીને પ્રતિષ્ઠિત કરાવી છે. ૨. ઉપર્યુક્ત સ્થળે જ બીજું મંદિર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું છે, જે સં. ૧૭૫૦માં શ્રીસંઘે બંધાવ્યું છે. ૩. મંડોરથી જોધપુર તરફની સડકે ડાબી બાજુએ ત્રીજું મંદિર આવેલું છે. તેમાં શ્રી શાંતિનાથ ભગવાનની શ્વેતવણ ૧ ફૂટ ઊંચી પ્રતિમા બિરાજમાન છે. એક આચાર્યની મૂર્તિ પણ વિદ્યમાન છે. આ મંદિરની પાછળ એક છત્રીમાં દાદાજીનાં પગલાં છે, જેની સં. ૧૯૦૪માં પ્રતિષ્ઠા થયેલી છે. ૪. દાદાવાડીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચોથું મંદિર ઘૂમટબંધી છે. શ્રીસંઘે સં. ૧૯૫૦માં બંધાવેલું છે. અહીં નાગાદરી નદીના તટ પર એક જ વારમાં રાવ માલદેવ, રાવ ઉદયસિંહ, સવાઈ રાજા સૂરસિંહ, રાજા ડારાજા જસવંતસિંહ અને મહારાજ અજિતસિંહનાં મોટાં વિશાળ સમાધિમંદિર બનેલાં છે, જે સં. ૧૬૪૭ થી ૧૯૫૬ સુધીમાં બંધાવાયાં છે. આવા પ્રકારનાં સમાધિમંદિરની રચના બીજે ક્યાંય જોવામાં આવતી નથી. આની પાસે એક વીરભવન છે, જેમાં દેવ, દેવીઓ અને વીરની ૧૬ મૂર્તિઓ છે. આની પાસેના એક સ્તંભવાળા મહેલ દર્શનીય છે, જે મહારાજા અજિતસિંહ રાઠોડે બંધાવ્યું છે. ૮૦. જેસલમેર (કોઠા નંબર : ૨૦૧૫-ર૦૭૪ ). રાજપૂતાનાના પશ્ચિમ ભાગમાં જોધપુરથી ૧૪૦ માઈલના અંતરે જેસલમેરનો કસબ આવેલ છે. રાવલ જોસવાલે વિ. સં. ૧૨૧રમાં પિતાના નામ પરથી જેસલમેર વસાવી કિલ્લે બંધાવ્યું છે. ભારત અને પાકીસ્તાનનાં ભાગલાં પડયાં તે પહેલાં લૂણી–હૈદ્રાબાદ રેલવે લાઈનના બાડમેર સ્ટેશનથી ૧૧૦ માઈલ દૂર વાહનમાર્ગે જવું પડતું, પરંતુ ભાગલાં પડયા પછી જેસલમેરને બધે વ્યવહાર જોધપુર–પિકરણ લાઈનમાં આવેલા જોધપુર રેલવેના છેલ્લા ૩. “શ્રીઅર્બદ પ્રાચીન જૈન લેખસંદોહ” લેખકઃ ૧. ૪. “ પ્રાચીન તીર્થમાળા સંગ્રહ” પૃ. ૫૮, કડી. ૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy