SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ જેન તીર્થ સર્વસંગ્રહ ૭૯. મંડોર (કઠા નંબર : ૨૦૩૮-૨૦૦૧) જોધપુરથી ૫ માઈલ દૂર મંડોર નામે સ્ટેશનનું ગામ છે. આનું પ્રાચીન નામ માંડત્યપુર અને મંડોવર પણ મળી આવે છે. કેટલાકના કહેવા પ્રમાણે મયદાનવે આ નગર વસાવ્યું હતું, જ્યારે બીજાઓના કહેવા પ્રમાણે માંડૂ ઋષિને અહીં આશ્રમ હતો તેથી તેમના નામે આ ગામ વસ્યું. ગમે તે હોય પણ ઈતિહાસ કહે છે, કે મારવાડની પ્રાચીન રાજધાનીનું આ નગર હતું. પ્રતીહારવંશી રાજાએ અહીં રાજ્ય કરતા હતા. આ પ્રતીહારવંશી રાજાઓને એક શિલાલેખ જોધપુરથી વીશેક માઈલ દૂર આવેલા ઘટિયાળા ગામથી મળી આવે છે, જે મારવાડમાંથી મળી આવેલા શિલાલેખમાં સૌથી પ્રાચીન છે. વિ. સં. ૯૧૮ માં લખાયેલું આ લેખ પ્રાકૃત ભાષામાં શ્લેકબદ્ધ છે અને એ પ્રદેશમાં પ્રસરેલા જૈનધર્મની મહત્તા ઉપર અગત્યને પ્રકાશ પાડે છે. પં. રામકણજી કહે છે કે, “આ શિલાલેખના ૧૯ મા પદ્યમાં નક્ષત્ર વારાદિ સહિત સંવત લખીને, તે પછી જિનમંદિર બંધાવનાર પ્રતીહાર કકક મહારાજનાં કેટલાયે ઉત્તમ કામોનું વર્ણન કરી કકકકે જિનમંદિર બંધાવી ધનેશ્વરગચ્છને સમર્પણ કર્યાનું જણાવ્યું છે. આ કકક નાહડરાય એ નામથી પ્રસિદ્ધ પ્રતીહાર નાગભટને વંશજ હતું, જેને સમય સાતમી શતાબ્દી હો જોઈએ. કકકકના શિલાલેખમાં સંવત્સર અને જિનચૈત્ય વિષયક ગાથાઓ આ છે – "वरिसएसु अ णवसुं अट्ठारेह समग्गलग्गेसु चेतम्मि। णक्खत्ते विहुहत्थे बुहबारे धवलबीआए ॥१९॥ तेण सिरिकक्कएणं जिणस्स देवरस दुरिअनिद्दलणं। कारविअं अचलमिमं भवणं भत्तीए सुहजणयं ॥२२॥ अप्पिअमेअं भवणं सिद्धस्स धणेसरस्स गच्छम्मि॥" –વિ. સં. ૯૧૮ (ઈ. સ. ૮૬૧) ના ચૈત્ર સુદિ ૨ ને બુધવારે હસ્ત નક્ષત્રમાં શ્રીકક રાજાએ પાપને નાશ કરનારું અને સુખ આપનારું દઢ એવું શ્રીજિનેશ્વરદેવનું મંદિર ભક્તિપૂર્વક બનાવ્યું અને સિદ્ધ એવા ધનેશ્વરના ગચ્છને આ મંદિર અર્પણ કર્યું.. પ્રતીહાર (પડિહાર) કર્ક કે પિતાની કીતિ ચિરસ્થાયિની બનાવી રાખવા માટે જિનેશ્વરના મંદિરમાં આ શિલાલેખ લગાવ્યું હતું. આ કકક મહારાજને બીજો લેખ એ જ સંવતને એ જ સ્થાનમાંથી મળી આવે છે. તેનાથી જણાય છે કે, આ રાજ માત્ર જૈન જ નહોતું પરંતુ વિદ્વાન પણ હતું. કેમકે એ (બીજા) શિલાલેખની અંતે એક શ્લોક લખીને તે પછી જણાવ્યું છે કે, આ શ્લેક સ્વયં કફ મહારાજે બનાવ્યું છે. એ પડિહારવંશી રાજાઓએ વિ. સં. ૧૪૩૮ સુધી રાજ્ય કર્યું હતું. પં. શ્રીગૌરીશંકર ઓઝાજી અહીંના સ્થાપત્ય વિશે જણાવે છે કે “અહીં ઘણાં પ્રાચીન મંદિરનાં વંસાવશે પડ્યાં છે; એમાં બહુ પ્રસિદ્ધ બે માળના જૈન મંદિરનું મકાન ઉત્તર દિશામાં છે. આમાં ઘણી ઓરડીઓ (દેરીઓ) છે. મંદિરમાં પ્રવેશતાં દરવાજાના ગોખલામાં ૪ જેન મૂતિઓ છે અને ૮ જિનમૂતિઓ અંદરની વેદીમાં કરેલી છે. અહીં એક મોટો શિલાલેખ દબાયેલે પડડ્યો છે. આના સંભે દશમી શતાબ્દીના પ્રાચીન છે.” ઉપર્યુકત બને અવતરણોથી આ નગરની અને જૈન મંદિરની પ્રાચીનતાનું સૂચન મળે છે. કર્કક જેવા જૈન રાજવીના સમયમાં અને કિલા ઉપરનાં લગભગ ૧૦૦૦ વર્ષ પુરાણાં અવશે ઉપરથી આ નગરમાં તે તે સમયે જેનેની આબાદી અને સમૃદ્ધિ કેટલી હશે એનું અનુમાન સહેજે કરી શકાય એમ છે. ૧. “જૈન સાહિત્ય સમેલન–અંક "માં “મારવાડકે સબસે પ્રાચીન લેખ.' પૃ. ૧-૮ ૨. નાહડરાય જેણે નાડોલ, સત્યપુર (સાર) આદિમાં મંદિર બંધાવી મૂર્તિ પ્રતિષ્ઠિત કરાવેલ છે, પરંતુ “વિવિધતીર્થકલ્પ”ના “ સત્યપુરતીર્થક૯૫ ”માં એ મૂર્તિપ્રતિષ્ઠાનો સંવત વીર નિવણથી ૬૦૦ વર્ષ વીત્યા પછી બતાવ્યું છે, જયારે એ જ નામના નાહડરાય આ શિલાલેખથી વિક્રમના સાતમા સૈકામાં થયાનું જણાય છે. શું વિવિધતીર્થકલ્પના નાહડરાય અને આ શિલાલેખના નાહડરાય એક છે કે અલગ ? એને નિર્ણય કરવા જેવો છે. જે એ બે એક જ હોય તે સાતમે સકે વીરનિર્વાણુ સંવતને નહિ પરંતુ વિક્રમ સંવતને ગણવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy