SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ જૈન તીર્થ સર્વસંગ્રહ પિકરણ સ્ટેશનથી થાય છે. અહીંથી પશ્ચિમે ૭૦ માઈલ દૂર જેસલમેર આવેલું છે. ત્યાં જવા માટે સ્ટેશનથી વાહને મળે છે. શહેરના મધ્યમાં જ પટવાઓની કળામય હવેલીઓની નજીક એક શ્વેતાંબર જૈન ધર્મશાળા છે. તેમાં જ જેસલમેર, અમરસાગર અને દ્રવ તીર્થને વહીવટ કરનારી પેઢી છે, જે “જૈન શ્વેતાંબર પાર્શ્વનાથભંડાર'ના નામે ઓળખાય છે. જેસલમેરના કિલ્લામાં આવેલાં કેરણી–ધરણીના અદભુત નમૂના જેવાં ૮ જૈનમંદિરે અને શહેરમાં આવેલાં– ૧ શિખરબંધી અને ૭ ઘર દેરાસરો ઉપરાંત જેસલમેરનું વિશિષ્ટ આકર્ષણ તે અહીંના પ્રાચીન ગ્રંથભંડારાના કારણે પણુ છે. ૭ જ્ઞાનભંડારે અહીં વિદ્યમાન છે. (૧) બહ૬ભંડારઃ કિલામાં આવેલા શ્રીસંભવનાથ ભગવાનના મંદિરના સેંયરામાં તાડપત્રીય પ્રાચીન ગ્રંથને ભંડાર છે. આ ભંડારનું બ્રહદ્ સૂચીપત્ર “ગાયકવાડ એરિયંટલ સિરીઝ, વડોદરા થી પ્રગટ થઈ ચૂક્યું છે. (૨) તપાગચ્છીય ભંડારઃ શહેરમાં આવેલા તપાગચ્છીય ઉપાશ્રયમાં છે. (૩) આચાર્યગચ્છીય ભંડાર: આચાર્યગચ્છના મેટા ઉપાશ્રયમાં છે. (૪) બહત ખરતરગચ્છીય ભંડાર: ભટ્ટારકગછના ઉપાશ્રયમાં છે. (૫) કાગચ્છીય ભંડારઃ કાગચ્છના ઉપાશ્રયમાં છે. (૬) ડુંગરશી જ્ઞાનભંડાર: યતિ ડુંગરશીના ઉપાશ્રયમાં છે. (૭) થીરશાહ શેઠને ભંડારઃ થીરુશાહ શેઠની હવેલીમાં છે. આ ભંડારમાં અનેક વિષયના પ્રાચીન ગ્રંથે જેનોએ સુરક્ષિત રીતે સંઘરી રાખ્યા છે. જૈન શાસ્ત્રોના પ્રાચીન ગ્રંથ ઉપરાંત ભારતીય સાહિત્યના સવે વિષયના ગ્રંથે અહીંથી ઉપલબ્ધ થાય છે. બોદ્ધ દર્શનના અતિવિરલ ગ્રંથે પણ આ ભંડારમાંથી સાંપડ્યા છે. સિવાય પ્રસિદ્ધ એવા જૈનેતર સંસ્કૃત સાહિત્યના બીજે ક્યાંઈથી મળી ન શકે એવા ગ્રંથની લખાયેલી પ્રાચીન પ્રતિઓ પણ આ ગ્રંથભંડારમાં જળવાઈ રહી છે. અતિશક્તિ વિના કહી શકાય કે, જેસલમેર અને પાટણમાં સચવાયેલી તાડપત્રીય પ્રતે કરતાં વધારે જૂની પ્રતિઓ ભારતમાં બીજે ક્યાંથી ભાગ્યે જ મળી આવે. છપાયેલા ગ્રંથાના શુદ્ધીકરણ માટે પણ આ પ્રતિઓનું મૂલ્ય જરાયે ઓછું નથી. આથી જેને માટે પણ જેસલમેરનું આકર્ષણ એક ‘વિદ્યાતીર્થ' જેવું બની ગયું છે. ભારતમાં : ત્યારથી શોધખોળનાં દ્વારા મોકળાં થયાં ત્યારથી જેસલમેરે સંશોધકનું ભારે આકર્ષણ કર્યું છે. કેટલાયે ગ્રંથ નષ્ટ થયા કે લુપ્ત થયા છતાંયે કઈ પણ વિદ્વાનની તૃષા છીપાવે એવું આ તીર્થ ભારતમાં અદ્વિતીય પ્રસિદ્ધિ મેળવી ચૂકયું છે. કર્નલ ટેડ, ડે. બુહલર, ડે. હર્મન યાકેબી, પં, હીરાલાલ હંસરાજ, ડો. ભાંડરકર, શ્રીચીમનલાલ દલાલ. પં. લાલચંદ્ર ગાંધી, શ્રીજિનવિજયજી વગેરે પુરાતત્ત્વપ્રેમીઓએ આ ગ્રંથભંડારોને જુદી જુદી દષ્ટિએ અવલે કયા છે, પરંતુ છેવટે વિદ્ધવલભ મુનિરાજ શ્રી પુણ્યવિજયજીએ આને વ્યાપક દૃષ્ટિએ ઉપયોગ કરવાનું મહત્વનું કાર્ય કર્યું છે. મતલબ કે, તેમના પ્રયત્ન પછી બીજાઓને માટે નવું જાણવા જેવું ભાગ્યે જ હવે બાકી બચ્યું હોય! જેસલમેર આજે તે ત્યજાયેલા શહેર જેવું છે. આખા શહેરમાં ઊભેલાં ભવ્ય મકાનેમાં હવે તો માત્ર દશ ટકા વસ્તી જોવાય છે. એક કાળે અહીં જેનેની વસ્તી પુષ્કળ હતી એમ પણ એ કહેવા જાય છે. જૈન મંદિર, ભંડારે, ૧૮ ઉપાશ્રય વગેરે ધાર્મિક સ્થાને અસલના જૈનેના એશ્વર્ય, સામર્થ્ય અને ભક્તિની પ્રતીતિ કરાવી રહ્યાં છે. અહીંના ધનાઢય પટવાઓએ બંધાવેલી પથ્થરની ભવ્ય હવેલીઓમાં આલેખેલી શિલ્પકળા એમની સંસ્કારપ્રિયતા સૂચવી રહી છે. માત્ર હવેલીઓમાં જ નહિ પરંતુ સામાન્ય મકાનમાં પણ પ્રાય: ભાગ્યે જ કેઈ એવું મકાન હશે જેમાં કળામય આકૃતિવાળા ઝરખ અને જાળીઓ ન હોય. આ દષ્ટિએ જેસલમેરનું આવું પથ્થરનું સ્થાપત્ય આખાયે રાજસ્થાનમાં ભાગ્યે જ જોવા મળે છે. T સામાન્ય મકાનેથી ઉપાશ્રયને જુદી રીતે ઓળખાવી શકાય એ માટે ઉપાશ્રયના બારસાખમાં મંગળચિહન તરીકે વચ્ચે કંભ અને તેની બંને બાજુએ હાથીઓની આકૃતિને સંકેત સૂચવ્યું છે. વાસ્તુનિર્માણની આવી વિભાગીય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy