SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ લગભગ તેરમા સૈકામાં જાહેરને રહેવાસી આભૂ નામે જૈન શ્રેષ્ઠી પિતાની બુદ્ધિમત્તાથી ભારતના અંતિમ હિંદુસમ્રાટ પૃથ્વીરાજના પિતા સોમેશ્વરના મંત્રી તરીકે નિયુક્ત થયે હતે. એ આભૂને પુત્ર અભયદ તેરમા સૈકામાં આનંદ (સંભવત: અર્ણોરાજ )ને મંત્રી હતા. એ અભયદને પુત્ર આંબડ તેરમા સૈકામાં જાહેરને મુખ્ય અધિકારી હોય એમ જણાય છે, જેણે વિચહેશને જાલેરના અધિકારપદે સ્થાપન કર્યા હતા. એ આંબડને પુત્ર સહણપાલ તેરમા સૈકામાં મજદીન બાદશાહના પ્રધાનેમાં મુખ્ય મંત્રી હતા, જેણે બાદશાહથી “કચ્છપતુચ્છ” દેશને ઉગારી લીધું હતું. એ સહકુપાલન પુત્ર તૈણ નામે હતું, જેને તેરમા સૈકામાં સુલતાન જલાલુદ્દીન બાદશાહે રાજ્યને સમગ્ર કારભાર સોંપી દીધો હતે. એ નણને પુત્ર દસાજી ચૌદમા સૈકામાં ચંડ રાઉલના વિસ્તૃત રાજ્યને મુખ્ય પ્રધાન હતું. તુઘલક ગયાસુદ્દીન બાદશાહે તેને આદરપૂર્વક બોલાવી મિસ્તમાન દેશ અપ ણ કયી હતા. એ સાજીના પુત્ર વીકાએ એ સૈકામાં સપાદલક્ષના પ્રદેશમાં રાજ્ય કરતા શક્તિશાહ (સંભવત: અહમદશાહ) નામના રાજાને અને બીજા મળીને સાત રાજાઓને કેદ કરી લીધા હતા અને એ પ્રદેશ ઉપર ગયાસુદીન બાદશાહને અધિકાર સ્થાપન કર્યો હતે. મંત્રી વીકાજીની જૈનધર્મમાં પરમભક્તિ હતી. તેણે ચિતોડમાં પડેલા દુષ્કાળમાંથી લોકોને બચાવી લીધા હતા. એ વીકાને પુત્ર ઝાંઝણ નાંદ્રીય( ગુજરાતનું નાંદેલ)ના રાજા ગોપીનાથને મંત્રી હતા. પછીથી તે માંડૂ (માંડવગઢ) આ અને રાજકારણમાં તેના રાજ્યપ્રબંધની કુશળતા જોઈ આલમ શાહે (સંભવત: શંગારીએ) તેને પિતાને મંત્રી (પંદરમા સૈકામાં) બનાવ્યા. ઝાંઝણે જૈન ધમમાં અનેક કાર્યો કર્યા હતાં. એ ઝાંઝણને ચાહડ, બાહડ, દેહ, પદ્ધસિંહ, આહૂ અને પાછું નામ છ પુત્રો હતા. બધાય હુશંગગારીના મંત્રો હતા. ઝાંઝણના બીજા પુત્ર બાહડને પુત્ર મંડન નામે હતે. તે પણ હુશંગગોરીને મંત્રી હતું, જે વ્યાકરણ, સાહિત્ય, અલંકાર અને સંગીત. આદિ શાસ્ત્રોમાં પ્રખર વિદ્વાન હતું. તેણે તે તે વિષયના ગ્રંથ બનાવેલા મળી આવે છે. બાદશાહની તેના પર ખૂબ પ્રીતિ હતી. આજ રીતે બછાવતના વંશજોમાં પણ પેઢી દર મંત્રીપદ ઊતરી આવ્યું હતું, તેમનાં નામે આ પ્રકારે મળી આવે છે. સગર, બહિત્ય, શ્રીકરણ, સમધર, તેજપાલ, વલ્હાજી, કડૂવા, જેસલજી, બચ્છરાજજી, કર્મસિંહ, વરસિંહ, નગરાજ, સંગ્રામસિંહ, કર્મચંદ્ર, ભાગચંદ, લક્ષ્મીચંદ, અમરચંદ વગેરે. આ પૈકી બછરાજજી મંડોવર નગરમાં રાજ ગાદ્ધમલજીના મંત્રી હતા. રાણા કુંભાએ જ્યારે ગડદ્ધમલજીને મારી નાખ્યા ત્યારે તેના પુત્ર જોષ ને મંડેર બોલાવી તેને રાજા તરીકે અધિકાર અપાવ્યો હતો. ત્રદ્ધમલજીના બીજા પુત્ર ભીકાજીએ નવું રાજ્ય સ્થાપન કર્યું તેમાં બછરાજજીએ સાથ આપે હતે. સને. ૧૪૮૮ માં બીકાજીએ બિકાનેર વસાવ્યું, તેમ બછરાજજીએ “બછસાર” નામક એક ગામ વસાવ્યું હતું. તેણે જૈનધર્મની પ્રભાવનાનાં અનેક કાર્યો કર્યા હતાં. એ બછરાજજીના પુત્ર કરણસિંહને રાવ લણકરણુજીએ પિતાને મંત્રી બનાવ્યું હતું. તેણે વિ. સં. ૧૫૭૦ માં બિકાનેરમાં શ્રીનેમિનાથનું વિશાળ મંદિર બનાવ્યું હતું, જે અદ્યાપિ મૌજુદ છે. એ કર્મચંદ્રના ભાઈ વરસિંહને અને તેની પછી તેના પુત્ર નગરાજજીને રાવ લુણકારણે અને તે પછી થયેલા રાવ જેતસીએ મંત્રીપદે નિયુક્ત કર્યા હતા. મંત્રી નગરાજજીએ જ્યારે શત્રુંજયની યાત્રા કરી ત્યારે ભંડારની અવ્યવસ્થા જોઈને તેને વહીવટ પોતાના હાથમાં લઈ લીધો હતો. સં. ૧૫૮૨ માં પડેલા દુષ્કાળમાં લેકેને બચાવવા માટે તેણે સદાવ્રત ખેલ્યાં હતાં. તેણે પિતાના નામથી “નગાસર” નામે એક ગામ વસાવ્યું હતું. એ નગરાજને પુત્ર સંગ્રામસિંહ રાવ કલ્યાણમલજીના સમયમાં મંત્રી હતું. તેણે શત્રુંજયને સંઘ કાઢયો હતે. એ સંગ્રામસિંહને પુત્ર કમચંદ્ર રાવ રાયસિંહને મંત્રી હતે. કર્મચંદ્ર કુશળ રાજનીતિજ્ઞ અને વિદ્વાન હતું. રાયસિંહ સાથે અણબનાવ થતાં કર્મચંદ્રને અકબર બાદશાહે દિલ્હી દરબારમાં ઊંચા અધિકારે નીમ્યા હતે. અમરચંદ સુરાણ રાવ સુરતસિંહ (સને ૧૭૮૭ થી ૧૮૨૮)ના સમયમાં મંત્રી હતા. તેમણે ઘણી લડાઈમાં વિજય મેળવ્યા હતા. એ જ રીતે શ્રેષ્ઠી ભારમલના વંશજોમાં પણ મંત્રીપદ વારસગત ઊતરી આવ્યું હતું. ભારમલ વિ. સં. ૧૬૧૦માં રણથંભરના કિલેદાર હતા. રાણા ઉદયસિંહના સમયે ભારમલ કવડિયા મંત્રીપદે નિમાયા હતા. આ જ તારાચંદ અને ભામાશાહ નામે બે પુત્રો હતા. ભારમલ પછી તારાચંદ રાણા ઉદયસિંહના મંત્રી બન્યા અને રાણા પ્રતાપસિંહના સમયમાં પણ મંત્રીપદે રહ્યા હતા. હલ્દીઘાટના યુદ્ધમાં તારાચંદ અને ભામાશાહ રાણા પ્રતાપની સાથે જ રહીને લડાઈમાં ઊતર્યા હતા. મંત્રી તારાચંદ છેવટે ગોલવાડ પ્રદેશના દંડનાયક નિમાયા હતા. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy