SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ જૈન તીર્થ સર્વસંગ્રહ -“ (નાહડરાયે) ગુરુના આદેશથી સત્યપુરમાં વીરનિર્વાણથી ૬૦૦ વર્ષે મેટું ગગનચુંબી શિખરવાળું ચૈત્ય કરાવ્યું. તેમાં શ્રીજજિગસૂરિએ પિત્તલમયી શ્રીમહાવીરની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી.” અથ-વિત્ર સં ૧૩૦ લગભગમાં અહીં શ્રીવીર ભગવાનનું સુંદર મંદિર બની ગયું. વિકમાદિત્યની ચોથી પેઢીએ નાહડ રાજા થયાનું પટ્ટાવલીઓ નોંધે છે, પરંતુ આ રાજા વિશે કશું જાણવા મળતું નથી. એ પછીને સાચારને ઈતિહાસ અંધારામાં છે. વિક્રમની અગિયારમી શતાબ્દીમાં થયેલા કવીશ્વર ધનપાલ, માલવાના વિદ્યાવિલાસી રાજવી ભેજની વિચિત્ર મહત્ત્વાકાંક્ષાથી ખિન્ન થઈ સાચારમાં આવી રહ્યા. એ સમય પહેલાં તેઓ પરમહંત બની ચૂક્યા હતા. તેમણે અહીંના શ્રીમહાવીર પ્રભુનાં મંદિરનાં દર્શન કરી જે અનુભવ થયો તે સત્યપુરીયમંડન મહાવીરેત્સાહ” નામક ૧૫ ગાળાના અપભ્રંશ ભાષાના સ્તોત્ર દ્વારા પ્રદર્શિત કર્યો છે. અહીંની વીરપ્રભુની મૂતિ વિશે તેઓ કહે છે :– “ कोरिट सिरिमाल धार आहावडु नराणउ, अणहिलवाडउ विजयकोटु पुण पालित्तणुं । पिक्खि वि ताव बहुत्त ठाम मणि चोज्जु पईसइ, जं अजवि सञ्चउरी वीरु लोयणि हि न दीसई ॥" – “કેરંટ, શ્રીમાલ, ધાર, આઘાટ, નરાણ, અણહિલવાડ, વિજયકેટ કે પાલીતાણ વગેરે સ્થળની મણિમય સદશ મૂર્તિઓ જોઈ પણ આજે સારના વીર ભગવાનની મૂર્તિ જોઈને ક્યાંઈ મન ઠરતું નથી.” આમાં કવિકલ્પનાની અતિશકિત નથી. ખરેખર, આત્માને ઢળી મૂકે એવી આ મૂર્તિને જોઈને કવિના હદયમાં જે ઉ૯લાસ ઊભરાયે એને વાસ્તવિક ચિતાર આલેખે છે. વસ્તુત: આ મૂર્તિના કારણે આ તીર્થની મહત્તા અસાધારણ હતી. એને અનુભવ અહીં આવેલા મૂર્તિ ભંજકેને પણ થયે હતે. એ વિશે તેઓ જ એ તેત્રમાં કહે છે – “ સાચારના આ મહાવીર પ્રભુની મૂર્તિને જોગ નામના કેઈ રાજાએ ઘોડા અને હાથીઓ જોડી દોરડાંઓ વતી ખેંચી કાઢવાનો પ્રયત્ન કર્યો, કુહાડા વતી મૂર્તિને તેડવા ઉપાય પણ અજમાવી જે; છતાં દેવબળે આ મૂર્તિ સ્થિર રહી શકી છે. એ પછી તુર્કોએ શ્રીમાલ, અણહિલવાડ, ચંદ્રાવતી, સેરઠ, દેલવાડા અને સોમેશ્વર વગેરે સ્થળોનાં મંદિરે નાશ કર્યો પરંતુ એક માત્ર સારના તીર્થને તેઓ તેડી શક્યા નહિ. ”૨ આ ચમત્કારભર્યો આ મતિને ઇતિહાસ જાણ્યા પછી કવિ પિતાની અમાપ શ્રદ્ધાના સમર્પણ તરીકે એક પદ્યરૂ૫, જાણે એ મૂર્તિ ઉપર ભાવથી ચડાવતા હોય તેમ ઉલાસભેર ગાય છે: "जिम महंतु गिरिवरह मेरु गहगणह दिवायरू, जिम महंतु सु सयंभूरमणु उबहिहिं रयणायरू । जिम महंतु सुरवरह मज्झि सुरलोइ सुरेसरू, तिम महंतु तिलोयतिलउ सच्च उरि जिणेसरू ॥" ૧. એક બીકન નાહડરાયને પત્તો જોધપુરથી ઉત્તર દિશામાં ૩૦ માઈલ દૂર આવેલા ઘટિયાલા ગામના એક પ્રાકૃત ભાષાના પદ્યમય સં ૧૮ ના લાંબા શિલાલેખથી મળે છે. મંડોરના પ્રતીહારવંશી આ નાહડરાય (નાગભટ)ને સત્તાસમય વિક્રમની સાતમી શતાબ્દી હાવાની ગણતરી છે, આ પ્રતીહારવંશી રાજાઓ મેટે ભાગે જૈનધમી હતા એ હવે ઇતિહાસથી સિદ્ધ થઈ ચૂકયું છે. નાહડરાયના વંશજ કર્ક એક જૈન મંદિર બંધાવ્યાને ઉલ્લેખ આ શિલાલેખમાંથી જ મળી આવે છેએ ઉલ્લેખ આ છે: “ तेण सिरिककुएणं जिणस्य देवस्व दुरिअनिदलणं । काराविअं अचलमिमं भवणं भसीए सुहजणयं ॥" સંભવ છે કે, કક્કક રાજાએ જૈન મંદિર બંધાવી પિતાના પૂર્વજોના ધર્મની પરંપરા આ રીતે સાચવી રાખી હોય, પરંતુ આ નાહડરાય અને વિવિધતીર્થકલ્પ' માં ઉલ્લેખાયેલ નાહડરાય વચ્ચે ૪૭૦ વર્ષનું અંતર છે. વિક્રમની ચોથી પેઢીએ નાહડરાય છે, છે. તેમ આ પ્રતીહારવંશીય રાજા હરિશ્ચંદ્રની ચેથી પેઢીએ થયા છે. આથી “વિવિધતીર્થકલ્પ' માં ઉલ્લેખેલ વીર નિર્વાણુસંવત એ વિક્રમ સંવત હોય તે જ આ બંને નાહડરાય એક હોવાનું સુતરાં સિદ્ધ થાય અને સાચોર તીર્થના ક્રમસર ઇતિહાસનો આંકડો જોડાઈ જાય. આ સ્થળે આટલે ઊહાપોહ કરી એ વિષે નિર્ણય કરવાનું કામ તે ઈતિહાસવિને ભળાવું છું. - ૨. મહાકવિ ધનપાલે પિતાની “તિલકમંજરી નામની સંસ્કૃત નવલકથાની રચના સં. ૧૦૭૦ માં પૂરી કરી અને સં. ૧૦૮૦માં ગિજનીપતિ શ્લેષ્ઠ રાજાએ ગુજરાતમાં જે વિનાશ વેર્યો ત્યાં સુધી તેઓ જીવિત હશે એમ જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy