SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ સાચાર ૩૦૫ કવિએ ગાયેલે આ તીર્થને મહિમા ખરેખર, આ તીર્થની અનુપમ મહત્તાનું દર્શન કરાવે છે. આ પ્રભાવક તીર્થને કારણે જ વિધમીઓએ એના નાશ માટે ભારે પ્રયત્ન કર્યો પણ તેઓ ફાવી શકયા નહિ એ વિશે શ્રીજિનપ્રભસૂરિ “વિવિધતીર્થકલ્પ'ના “સત્યપુરતીક૯૫’માં વિશદ વર્ણન આપે છે. ટૂંકમાં એને સાર એ છે કેઅગાઉ જણાવ્યા મુજબ તુના આવ્યા પછી તીર્થના નાશ માટે અહીં માલવદેશને રાજા (અગિયારમી શતાબ્દીમાં), સં. ૧૩૪૮માં મોગલસેના અને સં'. ૧૩૫૬માં અલાઉદ્દીન ખિલજીને ભાઈ ઉલુઘખાન આવ્યા પણ સોને અહીંથી નાસવું પડયું. છેવટે અલાઉદ્દીન ખિલજી સં. ૧૩૬૧માં સ્વયં આવ્યું અને કોઈ ઉપાય દ્વારા આ મૂર્તિને ઉપાડી દિલ્હી લઈ ગયે અને તેની અશાતના કરી, ચૌદમા સૈકાના આ બનાવ શ્રીજિનપ્રભસૂરિના સત્તાસમયમાં બનેલા છે, એટલે એમાં સંદેહને એક અવકાશ છે. સારના જિનમંદિરનો ભંગ થતાં સં. ૧૧૩૪ માં શ્રીમહાવીર જિનની યુગલ પ્રતિમાઓ વાછા આદિ શ્રેષ્ઠીઓએ બનાવ્યાની હકીકત અમે “આબુ” ના વર્ણન (પૃ. ૨૯૪) માં આપી છે. એ ભંગ ઉપર્યુકત “વિવિધતીર્થકલ્પ'માં જે અગિયારમી શતાબ્દીમાં થયાને નિર્દેશ છે તે જ હવે જોઈએ, જેનું સૂચન એ શિલાલેખમાંથી મળે છે. | વિક્રમના તેરમા શતકમાં કનાજના રાજાએ અહીં વીર ભગવાનનું પ્રતિમાયુક્ત મંદિર દેવદારનું (લાકડાનું) બનાવ્યું હતું. સં. ૧૨૨૫ ના વૈશાખ વદિ ૧૩ ના દિવસે ભંડારી ઘોઘા શ્રેષ્ઠીએ મહાવીર ચિત્યમાં જીર્ણોદ્ધાર પ્રસંગે ચકી બનાવ્યાને લેખ મળે છે. ગૂજરપતિ અજ્યપાલના દંડનાયક આહાદને સાચેરના વીર મંદિરમાં તેરમા સૈકામાં પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની સ્થાપના કરી હતી. લગભગ એ જ સમય પછી સં. ૧૨૮૮ માં ગિરનાર પર વસ્તુપાલ તેજપાલે આ તીર્થના મહિમાસ્વરૂપ સત્યપુરીયાવતાર નામે મંદિરની સ્થાપના કરી હતી. પં. ગૌરીશંકર ઓઝાજી કહે છે: “સાચારમાં એક પ્રાચીન મજિદ છે જે જુના જૈન મંદિરને તેડીને બનાવવામાં આવી છે. તેમાંના પાષાણના ત્રણ સ્તંભ ઉપર ચાર શિલાલેખે કરેલા જેવાય છે; જેને ભાવ એ છે કેસં. ૧૨૯૭ માં સંઘપતિ હરિશ્ચ આ મંદિરને મંડપ બનાવ્યું. બીજામાં સં. ૧૩૨૨ ના વૈશાખ વદિ ૧૩ ના દિવસે સત્યપુરના આ મહાસ્થાનમાં જ્યારે ભીમદેવનું રાજ્ય હતું ત્યારે એશવાળ ભંડારી છાડાએ મહાવીરમંદિરને જીર્ણોદ્ધાર કરા.” આ ઉપરથી તેરમા ચૌદમા સૈકામાં આ તીર્થની મહત્તા કેટલી હશે એ જાણી શકાય છે. લોકમાં પ્રસિદ્ધિ પામેલા એના મહિમાથી જ વિધમીએાએ એના નાશ માટે પ્રયત્ન કર્યો હશે. સત્તરમા સિકામાં ઉપાધ્યાય શ્રીસમયસુંદર નામના કવિએ પિતાના જન્મથી સાચારને પવિત્ર બનાવ્યું હતું. આજે અહીં શ્રાવકનાં ૫૦૦ ઘરે છે અને ૫ જૈન મંદિર છે – [૧] અહીં જીવિતસ્વામીના નામે ઓળખાતું મંદિર ભવ્ય અને વિશાળ છે. તેમાં મૂળનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાન પ્રતિષ્ઠિત છે. ૨] તપગચ્છના મંદિરમાં પણ મૂળનાયક શ્રી મહાવીર પ્રભુ છે. [૩] ખરતરગચ્છના મંદિરમાં મૂળનાયક શ્રીધર્મનાથ ભગવાન છે. [૪] ચોદસિયાગછના મંદિરમાં મૂળનાયક શ્રીશીતળનાથ પ્રભુ વિરાજમાન છે. આ બધાં મંદિરે ગામમાં આવેલાં છે જ્યારે [૫] મંદિર ગામ બહાર છે તે બાવન જિનાલયવાળું શ્રીગેડી પાર્શ્વનાથ ભગવાનનું છે. આજે આ તીર્થ મુખ્ય માર્ગથી એકાંતમાં આવેલું હોવાથી યાત્રીઓની અવરજવર ઓછી રહે છે. ૧. “જૈન લેખ સંગ્રહ” ભા. ૧ (બાબુ પૂરણચંદજી નાહર ) પૃ. ૨૪૮, લેખાંકઃ ૯૩૨ ૨. “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ.” પૃ. ૩૪ર. ૩. “ગુજરાતના ઐતિહાસિક લેખ” ભા. ૩ ના ગિરનારના લેખે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy