SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ સાત-સાર ૩૦૩ ૧૬ ૨. સાતસેણું (કઠા નંબર : ૩૯૦) ખરાડીથી ૨૮ માઈલ અને મહારથી નૈત્યખૂણામાં રા માઈલ દૂર સાતણ નામનું ગામ છે. અહીં ગામથી થોડે દૂર જૈનમંદિરના પહેલા એક ખંડિયેર પાસેના પાળિયા ઉપર સં. ૧૩૪૬ ને લેખ છે. એ જોતાં આ ગામ એથીયે પ્રાચીન હોવાનું માની શકાય છે. અહીં મૂળનાયક શ્રીશાંતિનાથ ભગવાનનું એક મંદિર છે. આ મંદિર મૂળ ગભારો, ગૂઢમંડપ, છકી, શંગારકી. અને ભમતીના કોટયુક્ત શિખરબંધી બનેલું છે. મૂળનાયક ઉપર સં. ૧૭૨૧ ને લેખ છે. જીર્ણોદ્ધાર સમયે આ મૂર્તિ સિરોહીથી લાવવામાં આવી છે. છકીના ઘણુંખરા સ્તંભે, દાસાઓ અને કુંભીઓ વગેરે સંભવતઃ અહીંથી થોડે દૂર પડેલા જૈન મંદિરના ખંડિયેરમાંથી લાવીને લગાવ્યા હોય એમ જણાય છે. કેમકે એની બાંધણીમાં એ ભાગે જુદા તરી આવે છે. એની શિલાલેખીય સાબિતી પણ સાંપડે છે. એક દાસા ઉપર સં. ૧૨૪૪ ના લેખમાં દેહુણ નામના શ્રાવકે શ્રી પાર્શ્વનાથ ભગવાનની દેવકુલિકા કરાવ્યાને ઉલ્લેખ કરે છે. અહીં દેવકુલિકા કરાવવા જેટલી જગા જ નથી એથી આ દાસા તે ખંડિયેરના હેવા જોઈએ એવું અનુમાન છે. આ મંદિરના મૂળગભારા પાસે મહાદેવનું લિંગ સ્થાપન કરી દેવામાં આવ્યું છે એ એક વિચિત્ર ઘટના છે. ગામમાં એક પણ શ્રાવક ન રહેવાથી કઈ શિવાનુયાયીએ આ રીતે ઠીક લાગ સાથે હોય એમ જણાય છે. એક મઠારવાસી ધર્મપ્રેમી બાઈએ ધર્મશાળા બંધાવી છે, તેમાં સાધુ, સાધ્વી કે શ્રાવકે ઊતરી કરી શકે છે. અહીં ગામના ઝાંપે પેલા એક “ગપૈયા” (સઈ)ના લેખ ઉપરથી જાણવા મળે છે કે લગભગ ૧૦૦-૧૫૦ વર્ષો પહેલાં અહીં મહાજનને ગામના ઠાકર સાથે ઝગડે થવાથી મહાજને ગામનું પાણી હરામ કરી, ઉચાળો સ્થળે રહેવા ચાલ્યા ગયા. એ ગધેયામાં ઉલ્લેખ છે કે–અમારામાંથી કઈ પણ મહાજન અહીં રહેવા આવે તે એને મહાજનની આણ છે અને તેને અમુક પ્રકારના ચિત્રથી ગાળ લાગે એવું પણ સૂચવ્યું છે.. ગામથી દૂર બે-એક ફલીંગ પર એક જૈન મંદિરનું ખંડિયેર બે-ત્રણ ફીટ ઊંચા ચિતરા સુધીનું કામ કરેલુ મેજુદ છે. એ ઉપર્યુક્ત ઝગડાના કારણે અધૂરું પડ્યું હશે. ૧૬૩. સાર (કે નંબર : ૩૦૬-૨૦૦૫) જોધપુર રેલવેના રાણીવાડા સ્ટેશનથી ૩૦ માઈલ દૂર સાચર નામે ગામ છે. એનું પ્રાચીન નામ સત્યપુર કે સત્યપુરી હોવાનું જણાય છે. જેના “જગ ચિંતામણિ” નામના પ્રાચીન ચિત્યવંદન તેત્રમાં આ તીર્થનું ભાવપૂર્વક સ્મરણ કર્યું છે : “ગયા વીર સીમંડળ ) –“સત્યપુરીના અલંકારસમા શ્રી શ્રીવીર ભગવાનને જય થાઓ.” આ સ્તંત્રના કર્તા કોણ હતા અથવા ક્યારે રચાયું એ સંબંધી હજી ઐતિહાસિક નિર્ણય થયું નથી. ચોદમાં સકામાં રચાયેલા “વિવિધતીર્થકલ્પ'માં શ્રીજિનપ્રભસૂરિ કહે છે – " तेणं गुरुआएसेणं सच्चउरे वीरमुक्खाओ छब्बाससएहि महंतं कारिभं अभलिहसिहरं चेइअं । तत्थ पइट्ठाविआ पित्तलमई सिरिमहावीरपडिमा जजिगसूरिहिं ॥", Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy