SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ રાજસ્થાનની મંદિરાવલી ૧૫૭ છે. એ ભાગ્યે જ કહેવાની જરૂરત છે કે, જ્યાં એકાદ જિનમંદિર બંધાયું હોય ત્યાં જેનેની વસ્તી પણ સારા વિદ્યમાન હોય. એ દૃષ્ટિએ ભગવાન મહાવીરના સમયથી લઈને લગભગ તેરમા સૈકા સુધીની કેટલીક સપ્રમાણ આલખેલી આછી નેંધથી આ પ્રદેશમાં જેનધર્મના પ્રસારને કંઈક ખ્યાલ આવી શકે એમ છે. અગિયારમી--બારમી કે તે પછીના કાળમાં નિર્માણ થયેલાં કે જીર્ણોદ્ધાર પામેલાં કેટલાંયે મંદિરમાંથી આજે પણ મળી આવતા શિલાલેખે મંદિરની અદ્યાવધિ વિધમાનતાનું કાળપ્રમાણુ બતાવી રહ્યાં છે. મતલબ કે, ૧૦૦૦ કે ૯૦૦ વર્ષ પુરાણાં મંદિરે તે હજીયે આ પ્રદેશમાં એના મૂળ સ્વરૂપે જેટલાં જોવામાં આવે છે તેટલાં ભાગ્યે જ બીજા પ્રદેશમાંથી મળી આવે. એનું કારણ તે એ જ છે કે, આ પ્રદેશ પિતાને નામથી સદાકાળ ક્ષત્રિય ભૂમિ રહો છે. આ પ્રદેશમાં યવને પ્રવેશ ન પામે એ ખાતર ક્ષત્રિયોએ ભારે ભોગે આપ્યા છે, એથી જ અંતરાલમાં પડેલાં કેટલાંયે મંદિરે આજ સુધી બચી ગયેલાં જોવા મળે છે. જો કે મુખ્ય નગરે જેવાં કે, ચંદ્રાવતી, ભિન્નમાલ, જાલેર, કેરટા, ફધિ, આબુ, ચિતડ જેવાં સ્થાનાં મંદિરે આક્રમણથી ભંયભેગાં થયાં કે કાળબળે જીર્ણ થયાં છતાં ઘણાં મંદિરે એની ભૂતકાલીન સમૃદ્ધિને ખ્યાલ આપી રહ્યાં છે. કેટલાંક જીર્ણ મંદિરે તે પથ્થરોના ઢગલામાં, પાયાથી ૧૦–૧૫ ફીટની દીવાલે કે તેના અમુક ભાગના અવશેષ રૂપે જાણે કાળની પકડમાંથી પિતાને બચાવવાને નિરર્થક પ્રયત્ન કરી રહ્યાં હિાય એમ પણ જોવાય છે, એવાં સ્થળેની નોંધ પણ બની શકી તેટલી અમે આપી છે. આ ક્ષત્રિએ પ્રારંભથી જ જૈનધર્મને અપનાવ્યું હતું તેથી આ પ્રદેશમાં અને પ્રચાર પ્રાચીન કાળથી હોય એમાં નવાઈ નથી. જેનેની પ્રસિદ્ધ જ્ઞાતિએ એશવાલ, પેરવાડ, પલીવાલ, ખંડેરવાલ, વઘેરવાલ આદિ નામથી સંબોધાય છે તે આ પ્રદેશની જ ક્ષત્રિય જાતિ હતી. ઈતિહાસજ્ઞ મુશી દેવીપ્રસાદની શોધથી કેટા રાજ્ય અંતર્ગત અટારુ નામક ગામથી વિ. સં. ૧૦૮ને જે શિલાલેખ મળી આવ્યું છે૨૭ તે દ્વારા અને અન્ય સાધનોથી જણાય છે કે, ઓસવાલને ઉત્પત્તિ સમય વિક્રમની બીજી ત્રીજી શતાબ્દી હોવાનું મનાય. શ્રીમાલની ઉત્પત્તિનું સ્થાન પણ શ્રીમાલ-ભિન્નમાલ હતું. આ બધી જાતિઓને કયારે કયા આચાર્યો જેન બનાવી એનું વિસ્તૃત વર્ણન જૈન ગ્રંથે આપે છે. ક્ષત્રિય જૈન બન્યા હોવા છતાં તેમણે પિતાને ક્ષાત્રધર્મ છોડ્યો નહે. એવા ક્ષત્રિય વીરેનાં ઉદાહરણે પર્યાપ્ત પ્રમાણમાં મળી રહે એમ છે; એટલું જ નહિ એમાંથી રાજવીએ, મંત્રીઓ, સેનાપતિઓ, સાંધિવિગ્રહિકે, ભાંડાગરિકે, દાણિક વગેરે અધિકારીઓ સેંકડે નહિ પણ હજારોની સંખ્યામાં પાડ્યા છે અને કેટલીએ પેઢીઓ સુધી એ અધિકારો તેમણે વારસામાં સાચવી રાખ્યા છે. નગરશેઠની પદવી તે જૈન શ્રેષ્ઠીઓને જ પેઢી દર વાર હત; એ આપણે ભૂલવું ન જોઈએ. આ રીતે રાજકીય ક્ષેત્ર ઉપર પૂરે પ્રભાવ પાડવા ઉપરાંત તેમાંથી કેટલાકે દીક્ષિત બનીને આચાર્ય પદવીઓ પણ પ્રાપ્ત કરેલી છે; જેમણે પોતાની સહસ્રમુખી પ્રતિભા દ્વારા બનાવેલા ગ્રંથે આજે જૈન સાહિત્યના ભંડારાની શોભા વધારી રહ્યા છે. આ આચાર્યોએ સાહિત્યનિર્માણ કરીને જ માત્ર સંતેષ મેળવ્યો નથી પરંતુ તત્કાલીન રાજવીઓ અને અધિકારીઓ ઉપર પિતાના તપસ્તેજ અને બુદ્ધિવૈભવને પ્રભાવ પણ પાથર્યો હતે એનાં પ્રમાણે ઓછાં ઉપલબ્ધ નથી. આજ કારણે અહીં એવી કહેવત પ્રચલિત બની છે કે “સીસોદિયા સાંડેસરા, ચાદશિયા રોહાણ; ચૈત્યવાસિયા ચાવડા, કુલગુરૂ, એહ પ્રમાણમાં - સદિયા ક્ષત્રિયોના કુલગુરુ સડેરગચ્છીએ, ચૌહાણુ ક્ષત્રિયોના કુલગુરુ ચદશિયા (ચૌદ)ગછના આચાર્યો અને ચાવડા ક્ષત્રિના કુલગુરુ ચૈત્યવાસીઓ હતા. ટોડ સાહેબ કહે છે કે, અગ્નિકુળના રાજપૂતેમાં પરમાર અને સેલંકી શાખાના લેકે (રાજવીઓ) સૌથી પહેલાં જૈનધર્મમાં દીક્ષિત થયા હતા. ઉપર્યુક્ત ગો સિવાય બીજા કેટલાયે ગો આ પ્રદેશના નાના નામ ઉપરથી અસ્તિત્વમાં આવ્યા છે. ૭. “રાજપૂતાનાી શોધખોળ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy