SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ જૈન તીર્થ સર્વસંગ્રહ “ કાન્હડદે પ્રબંધ' મુસ્લિમોના આક્રમણની વાતને ટેકે આપતાં ખુલાસે કરે છે કે, સં. ૧૩૬૮ માં અલાઉદ્દીનના સેન્ચે કાન્હડદેવને મારીને જાલેર સર કર્યું હતું. ત્યારે જ તેણે જીરાવાલાના મંદિરની મૂર્તિને નુકસાન કર્યું. ખંડિત થયેલી પ્રતિમાના સ્થળે નવી મૂર્તિ સ્થાપન કરી મૂળનાયકની પાસે એ ખંડિત પ્રાચીન મૂર્તિને મૂકવામાં આવી, જેને આજે દાદા પાર્શ્વનાથ'ના નામે લોકે ઓળખે છે. આ મૂર્તિનાં અંગે ઉપર નવ ખડે આજે પણ વિદ્યમાન છે. સંઘવી પેથડ અને ઝાંઝણે સં. ૧૩૨૧ માં અહીં એક મંદિર કરાવ્યાની ને “ઉપદેશ તરંગિણી' (પૃ. ૧૮)માંથી મળે છે પણ એ મંદિરને આજે પત્તો નથી. સંભવ છે કે, મુસલમાનના પંજામાં એ સપડાઈ ગયું હોય અને ધરાશાયી થયું હોય. પંદરમી શતાબ્દીમાં માંડવગઢના આલમશાહ પાસાહના રાજકારભારી સેનગિરા શ્રીમાલવંશીય ઝાંઝણ શેઠના છ પુત્રે પૈકીના સંઘવી આહરાજે આ તીર્થમાં ઊંચાં તેર સહિત મોટા થાંભલાવાળા ચંદરવાના વસ્ત્રોથી વિભૂષિત એક મંડપ બંધાવ્યાને ઉલ્લેખ શ્રીમહેશ્વર કવિએ “કાવ્યમનેહર’માં આ રીતે નેચ્છે છે – નીરાપટ્ટીમહાતીર્થે, મા તુ ચાર લઃ | ૩ત્તોર મહારત, વિજ્ઞાન મૂષણમ્ II” (સ : ૭, ૦ રૂ૨) આ તીર્થમાં અનેક યાત્રીઓ આવ્યાની ગંધ જૈન ગ્રંથમાંથી સાંપડે છે. એ ઉપરથી આ તીર્થની મહત્તાનો ખ્યાલ આવે છે. જૈન મંદિરની પાછળની ટેકરી ઉપર એક પ્રાચીન કિલ્લો બિસ્માર હાલતમાં ઊભે છે. મકાનનાં બીજાં સેંકડો ખંડિયેરે વિખરાયેલાં પડ્યાં છે. આ ઉપરથી આ ગામ પ્રાચીન હોવા વિશે શંકા નથી. નવું ગામ પાછળથી નીચેની બાજુએ વસ્યું છે. ચારે બાજુ આવેલી પહાડીઓથી આ ગામ ઘેરાયેલું છે. પહાડની એથમાં પણ જરા ઊંચા ભાગ પર મૂળનાયક શ્રીજીરાવલા પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય અને વિશાળ મંદિર દેવવિમાન જેવું શોભી રહ્યું છે. મૂળગભારે, ગૂઢમંડપ, નવચેકી, સભામંડપ, શંગારકી અને બાવન દેવકુલિકાઓ તેમ જ આસપાસ આવેલી બીજી મેટી છ દેરીઓ અને શિખરયુક્ત આ મંદિરની રચના છે. આ સ્થળ શ્રી પાર્શ્વનાથ ભગવાનના તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. છતાં મૂળગભારામાં મૂળનાયક તરીકે શ્રી નેમિનાથ ભગવાન છે. આ ફેરફાર ક્યારે થયે અને મૂળ મંદિર ક્યારે બન્યું એ સંબંધે જાણવામાં આવતું નથી. આ મંદિરમાંથી સં. ૧૪૨૧ અને તે પછીના શિલાલેખો મળી આવે છે. અહીંની ધર્મશાળાને પાયે ખેદતાં એક મૂર્તિ હાથ લાગી હતી, તેને ધર્મશાળાના એક ઓરડામાં પરોણાદાખલ પધરાવી હતી. મંદિરની ભમતીની છેલ્લી બે દેરીઓમાંથી એકમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની કણાવાળી નાની લેપમય પ્રતિમા છે. એ જ પ્રાચીન મૂળનાયકની પ્રતિમા હોવાનું કહેવાય છે. કેઈના કથન મુજબ આ ગામ ભાંગ્યું ત્યારે જ એ પ્રાચીન મતિને જમીનમાં ભંડારી દીધી હશે, પણ જ્યારે આને જીર્ણોદ્ધાર કરવાને પ્રસંગ આવ્યો ત્યારે મૂળનાયક શ્રીનેમનાથ ભગવાનને પધરાવ્યા લાગે છે. બીજી દેરીમાં પણ જીરાવલા પાર્શ્વનાથની મૂર્તિ છે એમ કહે છે. એ મૂર્તિની ગાદીમાં સુંદર ધર્મચક્રની રચના કરેલી છે. ત્રીજી દેરીમાં શ્રીપદ્માવતી દેવીની મૂર્તિ પ્રતિષ્ઠિત છે મંદિરમાં સુંદર ચિત્રો દોરેલાં છે ને ભીતમાં કરેલા રંગરોગાન અને બીજા ફેરફારથી મૂળ મંદિરના પ્રાચીન લેખ હાથ લાગતા નથી. અહીંથી લગભગ ૧૦૦ જેટલા શિલાલેખ સ્વ. મુનિરાજ શ્રીજયંતવિજયજીએ કઠણ પરિશ્રમપૂર્વક ઉતારી લીધા હતા. ભમતીની દેરીઓની બારશાખમાં મોટે ભાગે સં. ૧૪૨૧ ના લેખો જણાય છે. એટલે આ મંદિર આ સંવતથી પ્રાચીન હોવાનું નક્કી થાય છે, અને જૈન ગ્રંથમાં નોંધાયેલી હકીકતને સમર્થન આપે છે. આ મંદિરને છેલ્લો ઉદ્ધાર સં. ૧૮૫૧ માં થયે છે. ગામમાં શ્રાવકેનાં દશેક ઘરે છે. પંચાયતી મકાન છે અને મંદિરની બાજુની ધર્મશાળાને સમરાવવાની જરૂર છે. * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy