________________
૨૮
જૈન તીર્થ સર્વસંગ્રહ આવેલી એક ટેકરીની એથમાં કંઈક ઊંચાણ ભાગ પર એક જૈન મંદિર ખાલી પડેલું છે. તેને ઘણે ભાગ પડી ગયે છે. આરસપાષાણુના બનેલા આ મંદિરને મૂળગભારે, છકી અને શિખરને ભાગ વિદ્યમાન છે. આસપાસ કેટલાંક મકાનનાં ખંડિયેરે પણ મોજુદ છે.
અગાઉ આ ગામ આબાદ હશે અને જેની સારી વસ્તી હશે એમ જણાય છે. આજે જૈનનું એકે ઘર નથી, બીજી વર્ણનાં માત્ર ૪૦ ઘરે હયાત છે.
ડાક:
હણાથી નિત્ય ખૂણામાં ૩ માઈલ દૂર ડાક નામે ગામ છે. જેનનું એક પણ ઘર નથી. બીજી વર્ણનાં ૫૦–૭૫ ઘરની વસ્તી છે.
અહીં એક જૈન મંદિર ખાલી પડેલું છે. મૂળગભારે, ગૂઢમંડપ, નવચેકી, સભામંડપ, શૃંગારકી અને ભમતીના કેટયુક્ત કેરણીથી ભરેલું છે. માત્ર ગંગારાકી અને કેટ પડી ગયાં છે. ગર્ભગૃહમાં મૂળનાયકનું પરિકર હજી વિદ્યમાન છે. લગભગ ૫૦૦-૬૦૦ વર્ષ પૂર્વે આ મંદિર બન્યું હોય એમ જણાય છે.
આ ઉપરથી લાગે છે કે આ ગામ પુરાણું છે. અગાઉ જૈનોનાં ઘરે પણ સારી સંખ્યામાં વિદ્યમાન હશે. ટોકરા:
હણુદ્રાથી ઈશાન ખૂણામાં ૫ માઈલ દૂર ટેકરા નામે ગામ છે. અહીં સેનાધારી મહાદેવનું મંદિર છે. તેમાંના એક સ્તંભ પર સં. ૧૩૩૩ ના ફાગણ વદિ ૬ને લેખ છે; જેમાં આ મંદિરની પ્રતિષ્ઠા રાવ વીજડે કરાવ્યાનું જણાવ્યું છે. સિરોહીના દેવડા ચૌહાણેના લેખમાં આ લેખ પ્રાચીનતમ છે.
આ ઉપરથી આ ગામ પ્રાચીન લાગે છે. અગાઉ અહીં સારી આબાદી હશે અને જેનેની વસ્તી પણ સારા પ્રમાણમાં હેવાનાં ચિહ્નો જણાય છે. આજે અહીં શ્રાવકનું ઘર, ઉપાશ્રય કે મંદિર વિદ્યમાન નથી.
હા, એક જૈનમંદિરના પથ્થર અને ઈટને ઢગલે ખંડિયેરરૂપે ઉપર્યુક્ત મહાદેવના મંદિરથી જરા ઊંચાણવાળી જગા ઉપર પડે છે. ભેંયતળિયાથી પીઠ સુધીને ભાગ, દરવાજા, ઉંબરા અને કોટની દીવાલને ભાગ હજીયે ઊભે. છે. દરવાજાના પથ્થરમાં તીર્થકરની મંગળમૂર્તિ વિદ્યમાન છે. છકીનાં પગથિયાં વગેરે મોજુદ છે. તેમાંના એક પથ્થર ઉપર કે જેન યાત્રીને સં. ૧૬૫૭ ને લેખ વંચાય છે. એટલે આ મંદિર પ્રાચીન તીર્થરૂપ હોય એમ માની શકાય. શોધ કરવામાં આવે તે બીજા પણ લેખે મળી આવે એમ છે.
સેનાધારી મહાદેવના મંદિરને દરવાજે ઉપર્યુક્ત જૈન મંદિરમાંથી લાવીને લગાવે છે. દરવાજા પરના ઉત્તરંગામાં શ્રીજિનેશ્વરદેવની મંગળમૂર્તિ વિદ્યમાન છે. મંદિરના કોટના ગોખલામાં ગર્દભના ચિહ્નવાળી સરઈ છે. તેના પર સં. ૧૧૦૪ને લેખ છે. તેના અક્ષરો ઘસાઈ ગયા છે. જેમાં વડલે, વાવ કે મદિર સંબંધી ઉલેખ જણાય છે. આ મંદિરની દેરીના એક સ્તંભ ઉપર સં. ૧૨૩ર ને લેખ પણ છે. એક જૂની વાવ અને વડલે પણ મોજુદ છે.
૧૫૯. સેલવાડા (કઠા નંબર: ૩૦૫૬)
આબુરોડથી ૧૮ માઈલ દૂર અને હણુદ્રાથી પશ્ચિમમાં ૩ માઈલ દૂર સેલવાડા નામનું નાનું ગામ છે. આબુના લુણવસહી મંદિરના સં. ૧૨૮૭ના વ્યવસ્થા લેખથી જણાય છે કે, “સાહિલવાડા (સેલવાડા) ગામના શ્રાવકોએ શ્રીનેમિ
૧. “સિનેહી રાજ્યના ઈતિહાસ': પૃષ્ઠ: ૫૫.
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org