SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ મૂળનાયકની મૂર્તિ મનોહર છે. તેના ઉપર લેખ નથી. મૂળનાયકના જમણા હાથ તરફની શ્રી પાર્શ્વનાથ ભગવાનની ધાતુમતિ ઉપરને લેખ ચૂનામાં દબાઈ ગયો છે પણ એની રચનાલી પ્રાચીન કાળની જણાય છે. મૂર્તિ ૨ ફીટ આશરે પહોળી છે. મૂર્તિ નીચે પરિકરની ગાદી છે, તેમાં વચ્ચે ધર્મચક્ર, બંને બાજુએ બે હરણ અને તેની બંને બાજુએ બે સિંહે છે. ભગવાનની બંને બાજુએ બે ઇંદ્રો છે અને મસ્તક પર સાત ફણાઓ છે. બીજી મૂર્તિઓ પણ દશનીય છે. ગામથી પૂર્વ દિશામાં ગામના ઝાંપામાં જ એક છત્રી બનેલી છે તેની પાસે એક વાવ છે, તેનું બાંધકામ ઘેડાં વર્ષો ઉપર જ થયું છે. એ બાંધકામમાં જૈન મંદિરના પથ્થરે વપરાયા હોવાનું જણાય છે. ૨ માઈલ દૂર આવેલા માઇલેગડ નામક ગામના જૈન મંદિરના ખંડિયેરના એ પથ્થરો હેવાનું લેકેથી જાણવામાં આવ્યું છે. ૧૫૭. પાલડી (કઠા નંબર : ૩૦૫૪ ) ખરાડીથી ૨૬ માઈલ દૂ૨ અને હણુદ્રાથી ઈશાન ખૂણામાં ૩ માઈલ દૂર પાલડી નામનું ગામ છે. અહીં શ્રાવકનાં ૮ ઘર છે. ૧ ધર્મશાળા અને ૧ જૈનમંદિર છે. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું આ મંદિર મૂળ ગભારે, ગૂઢમંડપ, છકી, સભામંડપ, શૃંગારકી, બંને તરફની ૭ દેરીઓ, શિખર અને ભમતીના કોટયુક્ત બનેલું છે. આ મંદિર ક્યારે બન્યું તે જાણવામાં નથી પરંતુ નવચેકીના એક સ્તંભ ઉપર સં. ૧૬૫૬ને લેખ છે, તેથી એ કરતાં આ મંદિર પ્રાચીન હોવું જોઈએ. મૂળનાયકની જમણી તરફ આદીશ્વર ભગવાનની શ્યામમૂર્તિ બિરાજે છે. તેના ઉપર સં. ૧૫૪૫ ને કૃત્રિમ લેખ છે. આ મંદિર પાસે એક વિશગુ મંદિર છે. તેમાં મકરાણાના નકશીદાર બે થાંભલા અને તેના પરની ચેકીએ પણ. કઈક જૈન મંદિરમાંથી લાવીને લગાવી હોય એમ લાગે છે. અહીંના ચેરામાં લગાવેલા પથ્થર જેને સુરહીને પથ્થર ધારીને લેકએ જમીનમાં રેપી દીધું છે, તે વસ્તુતઃ જૈન દેરીની બારશાખને છે. એમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં કલ્યાણક તથા વર્ષગાંઠના દિવસે કેરેલા છે. આ અક્ષરે અને કેરણી ચારસો-પાંચસે વર્ષ પહેલાંનાં પ્રતીત થાય છે. ૧૫૮ હજુદ્રા (કઠા નંબર : ૩૦૫૫) આબુરોડ સ્ટેશનથી ૨૪ માઈલ અને આબુગિરિથી પશ્ચિમ દિશામાં ૨ માઈલ દૂર હણાદ્રા નામનું ગામ છે. શિલાલેખમાં આ ગામનું નામ “હંડઉદ્રા” નેધાયેલું મળે છે. આ ગામ પ્રાચીન હોવાના પુરાવાઓ પણ સાંપડે છે. આબુના લુણવસહી મંદિરના સં. ૧૨૮૭ના વ્યવસ્થાલેખમાં લૂણવસહીન અઠ્ઠાઈ મહત્સવને છઠ્ઠો દિવસ (ફાગણ વદિ ૮) ઊજવવાનું કામ આ ગામના શ્રીસંઘે માથે લીધું હતું. આ ઉપરથી આ ગામ એથીયે પ્રાચીન છે અને જેનેની વસ્તી સારા પ્રમાણમાં હોવાનું સ્પષ્ટ થાય છે, એટલું જ નહિ, અહીં એક કરતાં વધારે જિનમંદિર હોવાની બાતમી સં. ૧૭૪૬માં શ્રીશીલવિજયજીએ રચેલી “તીર્થમાળા” આપે છે – “ગિરિ ભેટી પાજિ ઉતર્યા, ગામ હણાદ્રા માંહિ સંચર્યા પુન્ય પખી પારસનાથ, સુરનર જોડી સવિ હાથ.” ૧. “અબુદાચલ પ્રદક્ષિણા જેન લેખસંદેહ ” લેખાંકઃ ૨૧૮. ૨. એજન : લેખાંક : ૨૧૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy