SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ મેડા ૩. શ્રીકુંથુનાથનુ` મંદિરઃ આ દેરાસર કારખાના—પેઢી પાસે આવેલુ છે. મંદિર ઘર-દેરાસર જેવું લાગે છે. કેણે બધાવ્યું હશે એ જાણી શકાયું નથી. મૂળનાયક શ્રીકુંથુનાથ ભગવાન ઉપર સ. ૧૫૨૭ ના શિલાલેખ છે. આ મંદિરમાં ધાતુમૂર્તિ ના પરિવાર ઘણા છે. તેમાંની કેટલીક તો પ્રાચીન છે. આ મંદિરમાં એક મૂર્તિ જેના ઉપર કપડાં, મુહપત્તિ વગેરેની નિશાનીઓ છે તે સંભવત: પુંડરીકસ્વામીની હશે, એમ શ્રીજય'તવિજયજી મહારાજનું માનવું છે. તેના ઉપર લેખ નથી. ૪. શ્રીશાંતિનાથ ભગવાનનું મંદિરઃ અચલગઢની તળેટીમાં પરંતુ ઊંચા ટેકરા ઉપર શ્રીશાંતિનાથ ભગવાનનું મંદિર વિશાળ વડામાં ઘેરાયેલું એકાંતમાં આવેલું છે. આ મદિર મૂળગભારા, ગૂઢમંડપ, નવચેાકી, શિખર, ભમતીના કાટ, શૃંગારચાકી અને વચ્ચે ખુલ્લા ચાકવાળુ અનેલું છે. જીર્ણોદ્ધાર સમયની અર્વાચીન આંધણીમાં પણ તેનું પ્રાચીનત્વ કચાંક કયાંક દેખા દે છે. મૂળનાયકની પાસે ગ`ગૃહમાં સુંદર નકશીયુક્ત બે સ્ત ંભ ઉપર સુંદર કળામય તારણુ દનીય છે. અને સ્ત ંભામાં ભગવાનની ૧૦ મૂર્તિ એ વિદ્યમાન છે. મંદિરની ભિટ્ટમાં ગજથર, સિંહથર, અશ્વથર વગેરે રચના પ્રાચીન જણાય છે. લેકે આને ‘કુમારપાલનું મંદિર’ કહે છે. ચૌદમા સૈકાના શ્રીજિનપ્રભસૂરિએ પેાતાના “ વિવિધ તીર્થંકલ્પ ” માંના અણુ દકલ્પ’માં અને શ્રીસેામસુંદરસૂરિએ રચેલા ‘અશ્રુ ગિરિકલ્પ’માં ‘આબુ ઉપર શ્રીકુમારપાલ નરેશે શ્રીમહાવીરસ્વામીનું મંદિર બંધાયું' એમ જણાવેલુ છે. જ્યારે આ મંદિરમાં કેટલીક ચૌલુકચકાલીન સ્થાપત્ય પદ્ધતિ જણાય છે તે ઉપરથી આ મ ંદિર કુમારપાલે બધાવેલું હશે એમ માની શકાય. દ્ધાર સમયે શ્રીમહાવીરસ્વામીના ખલે શ્રીશાંતિનાથ ભગવાનને મૂળનાયક તરીકે પધરાવ્યા હશે. આ મંદિરમાં રહેલી એ કાઉસગ્ગયા મૂર્તિઓ ઉપર સ. ૧૩૦૨ ના શિલાલેખે છે. અચલેશ્વર મહાદેવના મંદિરના કંપાઉંડના મુખ્ય દરવાજાની સામે મહાદેવનું મ ંદિર નાનુ અને જીણું બનેલું છે. તેના દરવાજાના ઉત્તરંગામાં મંગલમૂર્તિ તરીકે શ્રીજિનેશ્વરની મૂર્તિ એ કાતરેલી જોવાય છે. આથી આ મંદિર પણ જેનાનું હશે અને પાછળથી મહાદેવની સ્થાપના કરી દીધી હશે અથવા દરવાજાના પથ્થરો કાઇ જૈન મદિરમાંથી લાવીને લગાવ્યા હશે એમ કહી શકાય. ૯૫ 37 આખુ સંબંધી વિગતવાર વર્ણન સ્વ. શાંતમૂર્તિ મુનિરાજ શ્રીજયંતવિજયજીએ પેાતાના “ તીર્થરાજ આબુ ” નામના પુસ્તકમાં પ્રૂમ ચીવટથી આપેલી છે. ૧૫૬. મેડા ( કાઠા નંબર : ૩૦૪૯ ) સ્વરૂપગજ સ્ટેશનથી ૧૬ માઈલ દૂર મેડા નામનું ગામ છે. આજે અહીં શ્રાવકોનાં ર૭ ધરા, ૧ ઉપાશ્રય અને ૧ મદિર વિદ્યમાન છે. આ મંદિર શ્રીસુમતિનાથ ભગવાનનું છે. મૂળગભારા, ગૂઢમંડપ, નવચેાકી, સભામંડપ, શૃંગારચાકી, શિખર અને ભમતીના કાટવાળુ છે. મદિરની ત્રણે બાજુએ પરસાલ અને એ એરડીએ બનેલી છે, એના ધર્મશાળા તરીકે ઉપયોગ થાય છે. મંદિર પ્રાચીન છે પણ એ સબધી લેખ મળી આવ્યા નથી. એકત્રિતીથી ધાતુસ્મૃતિ ઉપર સ ૧૦૭૪ના લેખ છે તે આ પ્રકારે છે— Jain Education International “ | સંવત્ ૨૦૭૪ વૈરાવ ક્રુતિ ? શા.............. જો કે આ મૂર્તિ બહારગામથી પણ આવી હોય પરંતુ મ ંદિર સં. ૧૦૦૦ જેટલું પ્રાચીન હાવાનું જણાય છે. એટલે આ મૂર્તિ પણ અહીની હોઈ શકે. For Private & Personal Use Only 39 www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy