SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ મૂળનાયક શ્રીઆદીશ્વર ભગવાનની મૂર્તિ સં. સહસાએ ભરાવી અને સં. ૧૫૬૬ ના ફાગણ સુદિ ૧૦ ના દિવસે શ્રીજયકલ્યાણુસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી હતી. ૨-૩. પૂર્વ દિશાના દ્વારમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ અને દક્ષિણ દિશાના દ્વારમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ મેવાડના કુંભલમેર (કુંભલગઢ)ના તપાગચ્છીય સંઘે કુંભલમેરના ચૌમુખ મંદિરમાં બિરાજમાન કરવા માટે બનાવેલી હતી. આ મૂર્તિની પ્રતિષ્ઠા ડુંગરપુર નગરના રાજા સેમદાસના પ્રધાન ઓશવાલ સાહાએ કરાવેલા મહોત્સવમાં તપાગચ્છીય શ્રીલક્ષમીસાગરસૂરિએ વિ. સં. ૧૫૧૮ ના વૈશાખ વદિ ૪ ને શનિવારે કરી છે. ૪. જ્યારે પશ્ચિમ દિશાના દ્વારના મૂળનાયક શ્રીઆદીશ્વર ભગવાનની મનોહર મૂર્તિ શાહ સાહ્યા વગેરે ડુંગરપુરના શ્રાવકેએ ભરાવીને સં. ૧૫ર૯ માં શ્રીલીમીસાગરસૂરિએ પ્રતિષ્ઠિત કરેલી છે. આશ્ચર્યની વાત તે એ છે કે આ ચારે ધાતુની ભવ્ય મૂર્તિઓ પૈકી બે મૂર્તિઓને બાદ કરતાં જુદા જુદા સમયે. જુદા જુદા સ્થાનમાં બનેલી હોવા છતાં લગભગ સરખા પ્રમાણની અને સરખી આકૃતિની છે. આ મંદિરની બીજી મર્તિઓમાં અતિપ્રાચીન બે મૂર્તિઓની વિગત મૂંધવાયોગ્ય છે. ઉત્તર દિશાના દ્વારના મૂળનાયકની બંને બાજુએ ધાતુની બે મેટી સુંદર આકૃતિની કાર્યોત્સર્ગસ્થ પ્રતિમાઓ છે, જેના ઉપર સં. ૧૧૩૪ ના લેખો છે, તેમાં એક લેખ આ પ્રમાણે છે – “ संवत् ११३४ वर्षे फागु(ल्गु)ण शुदि ७ गुरौ श्रीसत्यपुरे श्रीब्रह्माणगच्छे श्रीमहावीरचैत्ये [श्रीयशोभद्रसूरिसंताने वीरमदेवसंताने ] बहा० श्रीवच्छादिभिः श्रीमहावीरजिनयुगलं कारितं प्र(प्रा)सादभंगे सति ॥ संवत् १२३६ वर्षे माघशुदि १० बुधे ब्रह्माणगच्छे श्रीप्रद्युम्नसूरिसंताने गो० नागेंद्रसुत............गो० पुनासुत आवटि देपमा जसण........सुत गहड लखमणसुत बूटदिः बेलासुत સેવા........યુસારું #ારિતે મંગાટમમ ” ઐતિહાસિક દ્રષ્ટિએ ઉપયોગી એવા આ લેખથી જણાય છે કે, સાચારના મંદિરને સં. ૧૧૨૪ પહેલાં ભંગ થયે ત્યારે આ મતિઓ ત્યાંના મહાવીર ચિત્ય માટે બનાવવામાં આવી હતી. બીજા લેખમાં શ્રીમહાવીર જિનયુગલને બદલે શ્રીષભ જિનયુગલની ઊભી મૂર્તિઓ કરાવ્યાનું જણાવ્યું છે, બાકી કુટુંબીઓનાં થોડાંક નામના ફેરફાર સિવાય બધી. હકીકત ઉપર્યુક્ત લેખ મુજબ છે. આ મંદિરના બંધાવનાર પુણ્યપુરુષ વિશે “ગુરુગુણરત્નાકર કાવ્ય', શ્રી શીતવિજયજી કૃત “તીર્થમાળા' અને જૈન ગૂર્જર કવિઓ ભાગ ૨” માં જે હકીકત મળે છે તેને સાર એ છે કે, સંઘવી સહસા માલવાના માંડવગઢને. રહીશ હતા અને એ સમયના ગયાસુદ્દિન બાદશાહના ધમોધિક મંત્રીઓમાં અગ્રણી મંત્રી હતા. તે જે શરીર હતું તે જ દાનવીર હતું. તેનામાં પિતૃક ધર્મસંસ્કારે ઊતરી આવ્યા હતા. તેના પિતા સંઘવી સાલિગે વંશવાલ (?) નામક ગામમાં એક જિનાલય બંધાવ્યું હતું, પિતાના ધર્મમાર્ગનું અનુસરણ કરનારા સહસાએ પિતાના ન્યાયપાર્જિત દ્રવ્ય. વડે શ્રીસુમતિસુંદરસૂરિના ઉપદેશથી અચલગઢમાં એ વખતના મહારાવ જગમાલની અનુમતિ લઈ ચૌમુખજી બંધાવ્યું. આ મંદિરમાં અને તેના પ્રતિષ્ઠા મહોત્સવમાં તેણે લાખ રૂપિયાને વ્યય કર્યો હતે. તેણે એ મંદિરમાં, મૂળનાયકની ૧૨૦ મણ ધાતુની પ્રતિમા ભરાવી સં. ૧૫૬૬માં પ્રતિઠિત કરાવી હતી. ૨. શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર ઉપર્યુકત ચૌમુખજીથી છેક નીચેના ભાગમાં શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર આવેલું છે. મંદિરમાં નાની ૨૪ દેરીઓ છે. આ મંદિર ક્યારે કોણે બંધાવ્યું એ જાણવાને કશું સાધન નથી. પરંતુ મૂળનાયક ઉપરથી સં. ૧૭૨૧ને લેખ મળી આવે છે, જે મૂર્તિ અમદાવાદનિવાસી શાંતિદાસ શેઠે પધરાવ્યાનું તેમાં જણાવ્યું છે. વળી, મંદિરની બાંધણી ૨૫૦-૩૦૦ વર્ષ કરતાં જૂની લાગતી નથી. આથી સંભવ છે કે, ઉક્ત શેઠે જ મંદિર બંધાવી તેમાં મૂળનાયકની પ્રતિમા. પ્રતિષ્ઠિત કરાવી હશે. ૪. અર્બદ પ્રાચીન જૈન લેખ દેહ' લેખાંકઃ ૪૬૭, ૪૬૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy