SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ આબુ વિશાળ ચાર રંગમંડપે છે અને મુખ્ય ગભારાની બહાર સુંદર કેરણી કરેલી છે. ત્રણે માળમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની ચોમુખ પ્રતિમાઓ બિરાજમાન છે. નીચેના માળની મૂળનાયક પ્રતિમાઓ પરિકરવાળી ભવ્ય અને મેટી છે. ચૌમુખજીના મંદિર ”ના નામે ઓળખાતા આ મંદિરને ખરતરવસહી” પણ કહે છે. આ મંદિર કેણે કયારે બંધાવ્યું એ સંબંધી તેમાંથી મળી આવેલા પ્રતિમાલેખે કેઈ વિગત આપતા નથી, પરંતુ ખરતરગચ્છીય શ્રાવકેએ અને ખરતરગચ્છીય આચાર્યે પ્રતિષ્ઠિત કરેલી મૂતિઓ એના “ખરતરવસહી” નામની સાર્થકતા બતાવે છે. ત્રણે માળમાંની મૂળનાયકની ઘણીખરી પ્રતિમાઓ દરડાગેત્રીય એશવાલ સંઘવી મંડલિકે અને તેના કુટુંબીઓએ સં. ૧૫૧૫ અને તેની આસપાસના સમયમાં ભરાવી છે, અને કેટલીક મૂર્તિઓ ખરતરગચ્છાચાર્ય શ્રીજિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી છે. આ મંદિરને સમયનિર્ણય આપતાં મુનિરાજ શ્રીજયંતવિજયજી નેંધે છે કે- “અહીંના દિગંબર જૈન મંદિરના ૧૪૯૪ ના લેખમાં તથા શ્રીમાતાના મંદિરના અને ભીમાશાહના મંદિરના લાગાની વ્યવસ્થા સંબંધીના સં. ૧૪૯૭ ના લેખમાં ભીમાશાહના મંદિરનું નામ છે પણ આ મંદિરનું નામ નથી. તેમજ પિત્તલહર મંદિરની બહારના એક સુરતીના વિ. સં. ૧૪૮૯ ના લેખમાં એ સમયે દેલવાડામાં ફક્ત ત્રણ મંદિરો હોવાનું લખ્યું છે. આ બધા લેખે ઉપરથી જણાય છે કે, આ મંદિર એ સમયે વિદ્યમાન નહોતું. એટલે આ મંદિર વિ. સં. ૧૪૯૭ પછી જ બન્યું હોય એમ જણાય છે. x x x તેથી સહજ અનુમાન થઈ શકે કે આ મંદિર બીજા કેઈએ નહિ પણ સંઘવી મંડલિકે સં. ૧૫૧૫ માં બંધાવ્યું હશે.” ૩ એરિયાઃ દેલવાડાથી ઈશાન ખૂણામાં લગભગ ૩ માઈલ દૂર એરિયા” નામનું પ્રાચીન ગામ છે. પ્રાચીન ગ્રંથમાં આનાં એરિયાસકપુર, ઓરીસા ગ્રામ, રાસા ગ્રામ એવાં નામે નોંધાયેલા છે જો કે આજ અહીં કે જેન વસ્તી કે ધર્મશાળા નથી પણ લગભગ પંદરમા સૈકામાં અહીં જેનેની સારી આબાદી હશે અને તેથી જ એરિયાના શ્રીસંઘે શ્રી મહાવીર સ્વામી ભગવાનનું મંદિર બંધાવેલું હશે જે આજે વિદ્યમાન છે. મૂળગભારે, ગૂઢમંડપ, શિખર અને ભમતીના કોટયુક્ત મંદિરની રચના છે. ગૂઢમંડપ આગળ નવ ચેકીઓ બનાવવા માટે ચિતરે બનાવી રાખે છે અને એ પછી રંગમંડપ બનાવવા માટેની જગા પણ રાખેલી જવાય છે. મંદિર કયારે બંધાયું એ સંબંધી એવું અનુમાન નીકળે છે કે, ચૌદમી શતાબ્દીના “વિવિધતીર્થક૯૫માં શ્રીજિન. પ્રભસૂરિએ આ મંદિરને ઉલ્લેખ કર્યો નથી, જ્યારે પંદરમી શતાબ્દીના અંતમાં શ્રીમસુંદરસૂરિએ રચેલા “અદગિરિકલ્પમાં એરિયામાં શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરને ઉલેખ મળે છે. શ્રીગૌરીશંકર ઓઝાજીની નંધમાં આ મંદિરના મળનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાનને ઉલેખ છે પરંતુ અત્યારે તે તેમના સ્થાને શ્રી આદીશ્વર ભગવાન વિરાજે છે. આમ હોવા છતાં આ મંદિર શ્રી મહાવીરસ્વામીના મંદિરના નામે જ હજી ઓળખાય છે. મૂળનાયકમાં થયેલા આ ફેરફારે જીર્ણોદ્ધાર સમયના છે, પણ મંદિર તે ચૌદમી શતાબ્દીના અંતે અને પંદરમીની શરૂઆતમાં બંધાયેલું હોવું જોઈએ. અચલગઢ : એરિયાથી ૧ માઈલ અને દેલવાડાથી ૪ માઈલ દૂર ઊંચી ટેકરી ઉપર વસેલું “અચલગઢ” નામનું પ્રાચીન ગામ છે. ટેકરી ઉપર મેવાડના રાણા કુંભાએ સં. ૧૫૦૯ માં કિલ્લો બાંધેલો છે, તેને અચલગઢ કહે છે. અહીં વિશાળ જૈનધર્મશાળા અને ૪ મંદિરો વિદ્યમાન છે. ૧. ચૌમુખજીનું મંદિરઃ પહાડના ઊંચા શિખર પર આવેલું આ મંદિર બે માળની ભવ્ય બાંધણીવાળું છે. મૂળ ગભારો, ગૂઢમંડપ, સભામંડપ, ભમતી અને શિખરયુક્ત ચારે દિશાના ચાર દ્વારવાળું છે. ચારે દિશાના મૂળનાયકની ધાતુની બહુ મોટી ચાર મનહર મૂર્તિઓ બિરાજમાન છે. તેના ઉપરના લાંબા લેખમાંથી આ પ્રકારે હકીકતે જાણવા મળે છે. ૧. ઉત્તર દિશાના દ્વારના ૩. “તીર્થરાજ આબુ' ભા. ૧, પૃ. ૧૬૯. Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy