SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ આબુ ૨લ. એકંદરે આ મંદિરના સ્થાપત્યના અવલોકન અને શિલ્પકામના નિરીક્ષણથી તત્કાલીન સ્થપતિઓની શાસ્ત્રસિદ્ધ કળાકૃતિ અને કારીગરોમાં નિર્જીવ વસ્તુમાં પણ ભાવ વહન કરાવવાની કળા તથા જુદાં જુદાં દશ્યમાંથી સમકાલીન ગુજરાતના સાંસ્કૃતિક વિકાસને અભ્યાસ થઈ શકે એવી શિલ્પકૃતિઓ અને રચનારેખાઓ જોવાય છે. વિમલવસહીની બહાર હસ્તિશાળાની પાસે શ્રીમહાવીરસ્વામી ભગવાનનું સાદું અને નાનું દેરાસર છે. આ મંદિર અને હસ્તિશાળાને માટે રંગમંડપ કોણે કયારે કરાવ્યા એ વિશેની હકીકત જાણવા મળતી નથી. સં. ૧૬૩માં રચાયેલા હીરસૌભાગ્ય મહાકાવ્ય” વગેરેમાં અને ઉલ્લેખ નથી અને બંનેની ભીંતે ઉપર સં. ૧૮૨૧ના લેખમાં કારીગરોનાં નામે હલેખ્યાં છે એ ઉપરથી લગભગ એ સમયમાં આ મંદિર બન્યું હશે એમ લાગે છે ૨ લૂણાવસહીઃ આ મંદિરના નિર્માતા ગુજરાતના રાજા વિરધવલના મહામાત્ય વસ્તુપાલ અને તેજ પાલ નામે બંધુઓ હતા. તેમણે ગુજરાતના ડગમગતા સિંહાસનને પોતાની અપૂર્વ પ્રતિભા અને શૌર્યના કૌશલથી અચલ બનાવી રાખી એની સત્તા વધારી હતી, જેમને એક દાનવીર, નરવીર અને વિદ્રવીર તરીકે એમના સમયના રાજાઓએ અને વિદ્વાનેએ સત્કાર્યો હતા અને એ જ કારણે તેમની કીર્તિકોમુદી લેકના અંતરપટમાં સેળે કળાએ ખીલેલી આજસુધી જોવાય છે. મંત્રી વસ્તુપાલના નાના ભાઈ તેજપાલે પિતાના પુત્ર લાવણ્યસિંહના કલ્યાણ માટે, ગુજરાતના સોલંકી રાજા ભીમદેવ બીજી)ના મહામંડલેશ્વર આબુના પરમાર રાજા સેમસિંહની અનુમતિ લઈને અહીં કરેડો રૂપિયા ખરચીને લુણિગવસહી–લૂણવસહી નામે શ્રીમનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું. મૂળનાયક શ્રીમનાથ ભગવાનની ભવ્ય મૂર્તિ કસેટીના પાષાણની છે. આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, નવચેકીએ, રંગમંડપ, બલાનક, ખત્તક, ભમતીની દેરીઓ અને હસ્તિશાળા વગેરેથી મંડિત છે. બહારથી સાદુ પણ અંદરથી બહુ સુંદર કેરણીભર્યું આ મંદિર પણ વિમળવસહી જેવું જ ઉજજવળ આરસપાષાણુનું બનેલું છે. ઉપર્યુક્ત મંદિરથી બસે વર્ષ પછી બંધાયેલું આ મંદિર છેડા ફેરફાર સિવાય બાંધણી અને રચનામાં ઘણું મળતું આવે છે. આ મંદિરમાં વિમલવસહી કરતાં જુદી જાતના વૈવિધ્યપૂર્ણ થાંભલાઓએ રચેલા છે. મૂળગભારે, સભામંડપ અને દેવકુલિકાના થાંભલાઓમાં સમયાનુસાર એછી–વત્તી શિલ્પકળાનું દર્શન થાય છે. ઘૂમટોના ચંદરવામાં પણ લટકતાં ઝુમ્મર સુંદર રીતે કેરેલાં છે. કમળનાં પુષ્પ, વૃક્ષ, વેલબુટ્ટાઓ અને તીર્થકરોની જીવનઘટનાઓના ભાવ પણ કતરેલા છે. દીવાલે, દરવાજા, સ્તંભે, મંડપ, તેરશે અને છતના હાથી, ઘૂમટેમાં ઘડા, ઊંટ, વ્યાઘ, સિંહ, મત્સ્ય, પક્ષીઓ, મનુષ્ય, દેવ-દેવીઓ, તેમજ રાજદરબાર, સવારી, વરઘોડા, જાન-વિવાહ પ્રસંગની ચેરી, નાટક, સંગીતવાદ્ય, રણસંગ્રામ, પશુચારવાં, સમુદ્રયાત્રા, રબારી, ગૃહજીવન, સાધુઓ અને શ્રાવકેના પ્રસંગે આલેખ્યા છે. તે માં પણ વિશેષતા છે. વિમલવસહીમાં ગોળાકાર તેરણે છે જ્યારે આમાં કમાન જેવાં ત્રિકોણાકાર તરણે લટકાવેલાં છે. મુખ્ય ઘૂમટના શિલ્પમાં પણ શેડે ફેર છે. મતલબ કે કેરણી ઉત્તમ પ્રકારની છે. વિમલવસહીમાં હસ્તિશાળા છે ત્યારે આમાં હાથીઓ ઉપર વસ્તુપાલ, તેજપાલ અને તેમની પત્નીઓ વગેરેની મૂર્તિઓ સ્થાપના કરેલી છે. આ મંદિરનું શિખર વધુ ઉન્નત ઠેઠ સુધી કેરણીયુક્ત અને ઉપશિખરેથી શોભાયમાન છે. ફરતી દેવકુલિકાઓની રચનામાં તેના થાંભલા અને ઘૂમટોમાં ભરપુર કેર કરેલી છે. ભદ્રપ્રાસાદ, જાતજાતનાં શિખરે, થાંભલાઓની વિવિધતા, દેવીએના નૃત્યપ્રકાર અને તીર્થકર તેમજ પુરાણની આખ્યાયિકાઓની ઘટનાઓનાં દશ્યથી આખુંયે મંદિર શિલપકળાથી ભરચક છે. શોભનદેવ નામના સ્થપતિએ આ મંદિર બાંધેલું છે. આવાં ઉત્તમ મંદિરને જેણે જોયાં નથી તેનું જીવતર નકામું છે એમ જે ત્રાષભદાસ કવિએ કહ્યું છે તે ખરેખર, યથાર્થ લાગે છે. આ મંદિરની નાગેન્દ્રગચ્છીય મહેન્દ્રસૂરિના શિષ્ય શાંતિસૂરિ, તેમના શિષ્ય આનંદસૂરિ–અમરસૂરિ, તેમના શિષ્ય હરિભદ્રસૂરિ, તેમના શિષ્ય શ્રીવિજયસેનસૂરિએ સં. ૧૨૯૭ના ચિત્ર વદિ ૩ (ગુજરાતી ફાગણ વદિ ૩) ને રવિવારે પ્રતિષ્ઠા કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy