SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીથૅ સ સંગ્રહ ૨૯૦ ઘૂમટ નીચેના ચંદરવા જુદી જુદી ભાતની આકૃતિઓ રજૂ કરે છે. આના થાંભલાની અષ્ટાંશ કુંભી તથા ચોરસ અને વૃત્તાકાર સ્ત ંભો પરની મૂર્તિ, ઝીણું કોતરકામ અને તે પરના જુદા જુદા થર પણ ખરેખર અવલેાકન કરવા યોગ્ય છે. ગૂઢમંડપના દરવાજાની ખંને તરફ, નવચેાકીમાં, રંગમંડપમાં, દેરીએના ગુખોમાં અને બહારની દીવાલેામાં જૈન શાસ્ત્રની પૌરાણિક કથાઓના ઘટના પ્રસંગેા-ભાવા આબેહૂમ આલેખ્યા છે. સલામ ડપની બહાર પ્રવેશ દ્વારની બાજુમાં એક હસ્તિશાળા છે. તેમાં મોટા મોટા સફેદ આરસના હાથી કુશળતાપૂર્વક મનાવેલા છે. અસલ આ હાથી ઉપર વિમલમંત્રીના પૂર્જા અને કુટુંબીઓની મૂર્તિએ બિરાજમાન કરેલી હતી. સ’. ૧૩૬૮ માં અલ્લાઉદ્દીન ખિલજીએ એ મૂર્તિ આના નાશ કર્યાં પછી ખીજી મૂર્તિએ તેના પર મૂક વામાં આવી નથી. મંદિરનું શિખર મુસ્લિમ કાળ પહેલાંની સ્થાપત્યકળાનુ પ્રતીક છે. આ મંદિર અને બીજા મશિનાં શિખરો તદ્ન બેઠા ઘાટનાં હોવાનું કારણ એ છે કે અહીં વારંવાર ધરતીકંપના આંચકા આવે છે તેથી શિખરો પડી જવાના ભયે તેની આવી રચના કરવામાં આવી છે. વિમલ મંત્રીને આજીની ભૂમિમાંથી જે પ્રાચીન મૂર્તિ મળી આવી હતી તે આ મંદિર ખંધાવતાં પહેલાં એક ગભારા બનાવીને બિરાજમાન કરી હતી, જે ગભારા આજે વિમલવસહીની ભમતીમાં વીશમી દેરી તરીકે ગણવામાં આવે છે. આ મૂર્તિ ઋષભદેવ ભગવાનની હોવા છતાં શ્યામવણી હોવાથી લોકો એને શ્રીમુનિસુવ્રતસ્વામીની મૂર્તિ તરીકે ઓળખે છે. આ ગભારામાં ત્રણ ગઢની રચનાવાળું સુંદર સમવસરણ છે, જેના ઉપર સપરિકર ચૌમુખ પ્રતિમા વિરાજમાન કરેલી છે. આમાં એક આચાર્યંની સુંદર મૂર્તિ સ. ૧૩૯૬ ના લેખવાળી છે. એ સિવાય પણ બીજી સ્મૃતિ એ વિદ્યમાન છે. આ મંદિરના જીર્ણોદ્ધાર વિમલ મંત્રીના કુટુંબીઓના વારસોએ જ કરાવ્યા હતા. સિદ્ધરાજ જયસિંહના મંત્રી મહિંદુના પુત્ર હેમરથ અને દશરથે વિમલવસહીની દશમી દેરીના વિ. સં. ૧૨૦૧ માં જીર્ણોદ્ધાર કરાવી, તેમાં મૂળનાયક શ્રીનેમિનાથ ભગવાનને પ્રતિષ્ઠિત કર્યા હતા અને પેાતાના પૂજ શેઠ નીનાથી લઈને પાતા સુધીના આઠ જણની મૂર્તિ આ એક જ પથ્થરમાં કરાવીને સ્થાપન કરી હતી. તે બધી મૂર્તિ ઉપર કોતરેલાં નામે પણ આજે જોવાય છે. સિદ્ધરાજ જયસિંહના મત્રી આણુંદ અને તેમના પુત્ર મંત્રી પૃથ્વીપાલે વિમલવસહીની ઘણી દેરીઆના છ દ્ધાર સ. ૧૨૦૪ થી ૧૨૦૬માં સુધીમાં કરાવ્યે છે. એ જ સમયમાં વિમલવસહીની બહાર પોતાના પૂર્વજોના કીર્તિ સ્મારક તરીકે સુંદર હસ્તિશાળાનું નિર્માણ કર્યું છે. દરવાજાના મુખ્ય ભાગમાં વિમલમંત્રીની અશ્વારૂઢ પ્રતિમા ચેાભી રહી છે અને તેની બાજુમાં આવેલી હસ્તિશાળામાં ૧૦ હાથીએ પૈકી ૭ હાથીએ પેાતાના પૂર્વજોના નામે મત્રી પૃથ્વીપાલે અનાવ્યા છે જ્યારે બાકીના ૩ હાથીઓમાંના ૨ હાથી, વિ. સં. ૧૨૩૭માં મંત્રી પૃથ્વીપાલના પુત્ર મંત્રી ધનપાલે પેાતાના મોટા ભાઈ જગદેવના નામે બનાવ્યા છે. આ બધા ઉપર લેખા કારેલા છે જ્યારે ત્રીજા હાથીના લેખ નષ્ટ થઈ જવાથી એ ધનપાલે બનાવ્યો કે બીજા કોઈએ એના નિર્ણય કરી શકાતા નથી. મંત્રી ધનપાલે પણ આ મદિરની ઢેરીના છીદ્ધાર સ. ૧૨૪૫માં કરાવ્યા હતા. સ. ૧૩૬૮માં અલ્લાઉદ્દીન ખિલજીની લેાલુપ દ્રષ્ટિ આ મદિરા ઉપર પડી અને મંદિરના મુખ્ય કળામય ભાગા મૂળગભારા, ગૂઢમંડપ તેમજ હસ્તિશાળાની સ્મૃતિ ને તેાડી ચાલતા થયા. એ પછી સ. ૧૩૭૮ના જેઠ વિ ને સામવારના રાજ માંડવ્યપુર ( મ"ડાર ) નિવાસી શેઠ ગેાસલના પુત્ર ધનસિંહ, તેના પુત્રા વીજડ વગેરે છ ભાઈએ અને ગેાસલના ભાઈ ભીમાના પુત્ર મહસિંહ, તેના પુત્ર લાલિગ વગેરે ત્રણ ભાઈએ—આમ વીજડ અને લાલિગ વગેરે નવ ભાઇઓએ મળીને આ મંદિરના ઉદ્ધાર કરી શ્રીજ્ઞાનચંદ્રસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી છે. ૨ ૧. આ ભાવા માટે અને મૂર્તિઓની વિગતા માટે જુએ : મુનિરાજ શ્રીજયવિજયજી કૃત ‘તીરાજ આખુ ભા. ૧. ૨. “ શ્રીઅખ઼ુદ પ્રાચીન જૈન લેખસ ંદોહ ” લેખાંક: ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy