SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ આબુ અને રાજા ધંધુકની આજ્ઞા લઈ આબુ ઉપર મંદિર બંધાવવા માટેની જગા પસંદ કરી પરંતુ બ્રાહ્મણેએ જૈને પરના દ્વેષથી હિંદુઓના તીર્થમાં જૈનેને પિસવા દેવાની મનાઈ કરી: વિમળશાહે ધાર્યું હોત તે પિતાના સત્તાબળથી એ જગા લઈ શકત પણ કથાઓના ઉલ્લેખ પ્રમાણે વિમલશાહે ત્રણ ઉપવાસ કરી અંબિકાની આરાધનાથી નિર્દિષ્ટ જગામાં ચંપકવૃક્ષ નીચેથી શ્રીઆદીશ્વર પ્રભુની મૂર્તિ (લેકે તેને મુનિસુવ્રતસ્વામીની કહે છે) કાઢી બતાવતાં, અસલ આ જેનેનું તીર્થ હતું એવું સાબિત કરી બતાવ્યું અને પસંદ કરેલી જગાના બદલામાં બ્રાહ્મણોની માગણીથી એ જગા ઉપર પથરાઈ રહે તેટલા ટંકાઓ ( સિક્કાઓ) આપીને જગા ખરીદ કરી. તેમણે તેના ઉપર ૧૮ કરોડ ને ૫૩ લાખ જેટલું અઢળક દ્રવ્ય લગાવી શ્રી આદિનાથનું રમણીય ચૈત્ય બંધાવ્યું, જેની પ્રતિષ્ઠા સં. ૧૦૮૮માં શ્રીધમશેષસૂરિના હાથે કરવામાં આવી. આ મંદિર આજે દેશદેશના વિદ્વાનોનું આકર્ષણ કરી રહ્યું છે. આ મંદિરના પ્રથમ દર્શને કર્નલ ટોડે હર્ષના આવેગમાં ત્યાં સુધી કહી દીધું કે, “ My heart beat with joy, as with the sage of Syracuse. I exclaimed Eureka ” અથોત્>“મારું હૃદય આનંદથી ઉછાળા મારતું હતું અને સીરાકયુઝના (પ્રસિદ્ધ) ત્રાષિની માફક “આયરેકા” (હું જે શોધતે હવે તે મળ્યું ) એવી બૂમ મારી.” આમ જે જે વિદ્વાનોએ અહીંનાં મંદિરને જોયાં છે તેઓ આ મંદિરનું આશ્ચયભર્યું વર્ણન કરી છેવટે કર્નલટેડના જે આનંદ અનુભવે છે; એના વિસ્તારને અહીં અવકાશ નથી પણ આ મંદિરની રચના વિશે જાણવા જેવી હકીકતે ઉપર આપણે ધ્યાન દેરીએ: ૧. વિમલવસહીઃ આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, નવચોકી, રંગમંડપ, બાવન જિનાલય, શૃંગારચોકી અને શિખર વગેરેની નયનમનહર રચનાવાળું છે. ૧૪૦ x ૯૦ ફીટ લાંબી-પહોળી જગા આ મંદિરે રેકેલી છે. તેમાં મુખ્ય ભાગ ભજવતો મૂળ ગભારે ઊંચા પીઠ ઉપર બાંધેલો છે. મધ્યભાગે મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પદ્માસનસ્થ ધ્યાનમુદ્રાવસ્થિત ભવ્ય આરસ પ્રતિમા બિરાજમાન છે. શ્રી વિમલશાહે અસલ અહીં ૫૧” ઈંચ પ્રમાણ ધાતુની સપરિકર મૂર્તિ બનાવી મૂળનાયકની જગાએ સ્થાપના કરી હતી પરંતુ જીર્ણોદ્ધાર સમયે એ મૂર્તિને બદલે અહીં આરસ પ્રતિમા પધરાવવામાં આવી છે. મૂળ ગભારાના દ્વારની શાખે ઉત્કૃષ્ટ કોતરકામથી ભરપુર છે. તેના ઉપર આરસનું સુંદર અણીદાર શિખર છે. અંદરના ભાગમાં મૂળગભારા પછીને ગૂઢમંડપ ભિન્ન ભિન્ન પ્રાણીઓ અને મૂર્તિઓના આકારોથી યુકત કેતરકામવાળે છે. તેની આસપાસ પ્રદક્ષિણાપથ આવેલ છે ની આસપાસ પ્રદક્ષિણાપથ આવેલ છે. જે કે મૂળ ગભારે અને ગૂઢમંડપ તદ્દન સાદી બાંધણીના છે, તેનું કારણ એ છે કે સં. ૧૩૬૮ માં અલ્લાઉદ્દીન ખિલજી અહીં આવ્યું ત્યારે તેણે આ મંદિરના અસલ કળામય અને સુશોભિત મૂળ ભાગેને તેડી પાડયા હતા, જે સં. ૧૩૭૮ માં થયેલા જીર્ણોદ્ધાર પ્રસંગે નષ્ટ થયેલા ભાગને તદ્દન સાદી રીતે નવા કરાવ્યા હોય એમ લાગે છે. આગળના ભાગમાં મૂળગભારાથી સહેજ નીચી સપાટી ઉપર સભામંડપની રચના કરેલી છે. સૌથી વધારે નકશીકામ આ મંડપમાં જોવાય છે. મંડપની ઊંચાઈ પ્રમાણસર છે, અને તેમાં વાપરેલા સફેદ આરસ પરના નકશીકામથી એ એટલે સુંદર લાગે છે કે તે જોઈને પ્રેક્ષક મુગ્ધ બની જાય. કેતરકામ એટલું બારીક છે કે જાણે મીણના બીબામાં ઊતાર્યું હોય એવું જણાઈ આવે. મંડપમાં આવેલા ૪૮ થાંભલાઓ સુંદર શિ૯૫કામથી ભરચક છે. સ્તંભે નીચેથી ચરસ કુભવાળા અને ઉપર વૃત્તાકાર છે. વચ્ચેના આઠ થાંભલાઓ ઉપર ત્રાંસી પટ્ટશિલાઓ મૂકી તેના ઉપર રમણીય ગળ ઘૂમટની રચના કરેલી છે. તેના ઉપરને અંદર પથ્થરનાં ઝુલતાં ઝુમ્મરેથી અલંકૃત છે. થાંભલાના હીરગૃહોથી ઘૂમટના ૧૬ ટેકાઓમાં વિદ્યાદેવીએની સુંદર મૂર્તિઓ વાહન અને શસ્ત્ર સાથે વિવિધ ભાવ અને અલંકરણ પૂર્વક ઊભી છે. તેની આસપાસ બેવડા થાંભલાઓની રચના છે. સભામંડપની આગળ મેટ ચેક છે. તેમાં પ્રવેશ કરવા માટેના દ્વાર આગળના થાંભલાઓ ઉપર સુંદર ફૂલહાર જેવાં તેરણે છે. તેની આસપાસની ફરતી ઓસરીમાં ૪૫ દેવકુલિકાઓની યેજના કરેલી છે. આ દરેક દેરીમાંની મૂર્તિ અને દ્વારના શિ૯૫માં ઘણું સમાનતા છે. તેની સામે ચાર થાંભલાઓ ઉપર ત્રાંસી પટ્ટશિલાઓ ગોઠવી નાના નાના સંદર ઘુમટો બનાવેલા છે, અને તેના અંદરના ચંદરવામાં કમળ વગેરેની વિવિધ પ્રકારની શિલ્પીય રચના આલેખી છે. દરેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy