SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ જૈન તીર્થ સર્વસંગ્રહ * બેન આ કાર્ય મારા માટે દુર્ધટ છે. છતાં જે હું આ પ્રાસાદ બંધાવું તે તમારે ત્યાં આવવું એવી વિનંતિ કરું છું.” પાસિલે દુઃખિત હૃદયે પણ ખૂબ નમ્રતાથી જવાબ આપે. હાંસી શ્રાવિકાના ઉપહાસને ખટકે એના હદયમાં ઘોળાયા કરતું હતું તેથી તેણે ગુરએ કહેલા આમ્નાયપૂર્વક અંબિકાદેવીની આરાધના કરી. પાસિલના ભાગ્યમથી અંબિકાએ પ્રત્યક્ષ થઈ કહ્યું: “ સીસાની ખાણ મારા પ્રભાવથી રૂપાની થશે, તે વડે તું જૈન પ્રાસાદનું નિર્માણ કરજે.” આવા પ્રકારને આદેશ મેળવીને તેણે આરાસણામાં શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર બંધાવવાને પ્રારંભ કર્યો. એક સમયે વિહાર કરતા ગુરમહારાજ ત્યાં પધાર્યા અને પાસિલને પૂછયું: “ભદ્ર! ચિત્યનિર્માણનું કામ સમાધિપૂર્વક બરાબર ચાલે છે ને ?” તેણે જવાબ આપે: “દેવ અને ગુરુના પ્રસાદથી ઠીક ચાલે છે.” આ જવાબથી અંબિકાદેવી કુપિત થઈ કે ખરેખર, આ પાસિલ કૃતન લાગે છે. મારે ઉપકાર તે માનતા નથી. આથી તે ચિત્યનું કામ શિખર સુધી બનીને અટકી ગયું. દીર્ધદષ્ટિ પાસિલે તાબડતોબ પ્રતિષ્ઠા કરાવવાનો નિર્ણય કર્યો અને પાટણથી ગુરુમહારાજ અને હાંસી શ્રાવિકાને સાદર આમન્ત્રણ મોકલ્યું. તેણે ગુરુમહારાજ શ્રીવાદી દેવસૂરિના હાથે શ્રી નેમિનાથ ભગવાનની મોટા સમારોહપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. એ જ વખતે હાંસી શ્રાવિકાએ પાસિલને વિનંતિ કરી: “જો તમે કહો તે હું અહીં મંડપ કરાવવાને ઈછું. છું. તેને માટે વસ્ત્ર લાવી આપે.” આથી તે હાંસી શ્રાવિકાએ નવ લાખ રૂપિયાના ખર્ચથી મેઘનાદ” નામને માટે મંડપ રચાવ્ય. વેપારીઓએ ત્યાં બીજા પ્રાસાદે પણ રચાવ્યા, ત્યારથી આ નગરી તીર્થરૂપ બની ગઈ.” આ કથાની એક માત્ર હકીકતથી ખ્યાલ આવી જાય છે કે, જેની મંડપરચનામાં નવ લાખ રૂપિયાનો ખર્ચ થયે તે મંદિરનિર્માણમાં કેટલા રૂપિયા લાગ્યા હશે ? ખરેખર, આવા ભવ્ય મંદિર માટે લાખો રૂપિયાને વ્યય કરનાર, શ્રેષ્ઠીની ભાવના કેવી ઉદાત્ત હશે એનું માત્ર અનુમાન કરવાનું રહે છે. મૂળગભારે, મેટે ગૂઢમંડપ, દશ ચેકી, વિશાળ રંગમંડપ, શૃંગારકીએ, બંને બાજુના બે મોટા ગભારા, ૨૪ દેવકુલિકાઓ અને ઉન્નત શિખરથી યુક્ત આ મંદિર બંધાયેલું છે. શિખર સાથેનું આખુંયે મ દિર મકરાણા આરસનું બનેલું છે. શિખરને ઘાટ તારંગાના અજિતજિનપ્રાસાદ જેવું છે. દશકીના બધા સ્તંભ ઉપર ઝીણી કેરણી કરેલી છે. એકેક સ્તંભ જાણે શિ૯૫ગુચ્છ જે ઊભેલ જોવાય છે. આબુના દેલવાડાના મંદિર જેવા જ આ સ્તંભે છે. સંભવ છે કે દેલવાડાના સ્થપતિઓ જ આ મંદિરમાં કામે લાગ્યા હોય. કુલ ૯૪ સ્ત ભે તે દેવદેવીઓની મૂર્તિવાળા કેરણીથી ભરેલા છે. મળનાયક શ્રીનેમિનાથ ભગવાનની મતિ મનોહર છે. તેના ઉપર સં. ૧૯૭૫ને લેખ છે. આથી માની શકાય એમ છે કે, આ મંદિરમાં પ્રથમ શ્રી વાદી દેવસૂરિએ પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિ ખંડિત થતાં તેના સ્થાને વેરા રાજપાલે નવી મૂર્તિ ભરાવી સં. ૧૬૭૫ ના માઘ સુદિ ૪ ને શનિવારે શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા શ્રીવિજયદેવસૂરિના હાથે કરાવી હશે. | મૂળનાયકની આસપાસ એકતીથી પાષાણુનું પરિકર હતું. તેમાં બે મોટા સુંદર ઈ દ્રો કેરેલા હતા. તે પરિકર અને ઇંદ્રા આજે ભમતીમાં અસ્તવ્યસ્ત પડેલા છે. ગૂઢમંડપમાં ચાર કાઉસગિયાઓ પરિકરવાના છે. એક કાઉસગિયા. ઉપર સં. ૧૩૧૪ ને લેખ છે. તેમાં ઉલ્લેખ છે કે, “આ કાઉસગિયા આરાસણ નગરના નેમિનાથ ચત્યની અંદર, સ્થાપન કરેલા છે.” બીજા બે કાઉસગ્યા ઉપર સં. ૧૨૧૪ના લેખે છે. સં. ૧૩૧૦ની સાલને એક ૧૭૦ જિનને શિલાપટ્ટ છે. છાકીને બદલે અહીં બે હારમાં દશકીની રચના છે. તેમાં ડાબા હાથ તરફના ગેખલામાં સં. ૧૩૨૩ના લેખવાળી નંદીશ્વરદ્વીપની આલેખના સુંદર રીતે કરેલી જોવાય છે. છકીને ડાબા હાથ તરફના કેરણીવાળા એક સ્તંભ. ઉપર લેખ છે. તેમાં ઉલલેખ છે કે, “સં. ૧૩૧૦ના વિશાખ વદિ ૫ ને ગુરુવારે આરાસણાના પિરવાડ શ્રાવક આસપાલે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy