________________
કુંભારિયા
૨૮૭ શ્રીઅરિષ્ટનેમિ જિનચૈત્ય માટે ચંદ્રગચ્છીય શ્રીરત્નપ્રભસૂરિના ઉપદેશથી શક્તિ મુજબ આ સ્તંભ કરાવ્યું.” એવી હકીકત આલેખી છે.
સભામંડપમાં ડાબા હાથ તરફના ગભારામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની એકતીથી પરિકરયુક્ત પ્રતિમા સં. ૧૬૭૫માં શ્રીવિજયદેવસૂરિના હાથે પ્રતિષ્ઠિત છે. જમણા હાથ તરફના ગોખલામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય અને દર્શનીય પરિકરવાળું બિંબ છે. પણ તેના ઉપર લેખ નથી. આ પ્રતિમાની ઊંચાઈનું પ્રમાણ તેમના મસ્તકે પૂજા કરવા માટે બાજુમાં મૂકેલી લાકડાની ઘડી ઉપરથી અનુમાની શકાય છે.
મૂળ ગભારાની પાછળની ભીંત ઉપર સુંદર કેરણીભર્યા સુશોભને આલેખ્યાં છે. તેમાં ગજથર, નર-નારીનાં જેટલાંવાળે નરથર અને યક્ષ-યક્ષિણીની મેટી આકૃતિએ કરેલી છે.
ભમતીમાં મંદિરનાં સેંકડો અવશે, જેમાં પરિકરેના ટુકડા, ગાદીના ભાગે, કાઉસગ્નિયા, ઈદ્રો, જિનમાતૃપટ્ટો, વીશીના પટ્ટો વગેરે ખંડિત કે અખંડિત આકૃતિઓ પડેલી છે. એક સ્તંભયુક્ત મોટું મનહર તેરણ પણ છે. કેટલાયે અવશેષમાં લેખે પણ જોવાય છે. એમાંને એક સં. ૧૨૦૪ને લેખ છે, જેમાં “મારારિષ્ટનેમિચ” એ ઉલ્લેખ કરેલે વંચાય છે.
આબના દેલવાડાના મંદિર જે જ સમળાવિહારને અડધે ભાગ આ મંદિરના પાછળના ભાગના ગોખલામાં ચડી દીધેલું જોવાય છે. તેના ઉપરના લેખમાં જણાવ્યું છે કે “સં. ૧૩૩૮ના જેઠ સુદિ ૧૪ને શુક્રવારે શ્રી નેમિનાથ ભગવાનના મંદિરમાં સંવિજ્ઞ યશોધરસૂરિ–સંતનીય શ્રીવર્ધમાનસૂરિએ પ્રતિષ્ઠા કરેલે આ ૫ટ્ટ આરાસણાના રહેવાસી પિરવાડ ગેનાના વંશમાં થયેલા તુલહારી આસપાલે-શ્રાવિકા આસિણિ વગેરે વિસ્તૃત કુટુંબ સહિત-શ્રીમુનિસુવ્રતસ્વામી બિંબ અને અધાવધ સમલિકાવિહારને પટ્ટ કરાવ્યું છે. ”
આ પટ્ટમાં લંકાના રાજા, તેમના મેળામાં રહેલી રાજકુમારી, ભેણું ધરી ઊભેલા જેન ગૃહસ્થનાં પગલાં અને અશ્વ વગેરે આરસમાં કતરેલું છે. તેની નીચે ઉપર્યુક્ત લેખ છે.
કાઢી નાખેલા આ પઢને બીજો અડધે ભાગ દેરીઓ પાસે જ્યાં પબાસણ વગેરે પડયાં છે ત્યાં દીવાલ પાસે પડ્યો છે તેમાં સમદ્ર, નર્મદા નદી, ઝાડી, સમળી, પારધિ, જેન આચાર્ય, અને વહાણ વગેરેને દેખાવ આપે છે.
રંગમંડપની બાજુ પરના દરવાજામાં છેડેની, બે નાના સ્તંભે વચ્ચેની કમાનમાં મકરમુખ મૂકેલાં છે. આ અખેના આધારે ગઠવેલું સુંદર તેારણ કેરણીવાળું છે. આ તેરણ દેલવાડાના મંદિરનાં તેર ની યાદ આપી રહ્યું છે.
મંડપના તંભેની ખાલી કમાને, ગૂઢમંડપના દ્વારની સામે આવેલી પરસાળના સ્તંભની કમાને, તેમજ ઉપરના પાટડા નીચે આવેલા આગળા ઉપરથી જણાય છે કે, અહીં પહેલાં આવાં જ બીજા તેરણે હશે પણ આજે એ બધાં નાશ પામ્યાં છે.
રંગમંડપમાં ઉપર સ્ત્રીઓ માટે ઝરૂખાએ મૂકેલા છે, જે પૂજામહત્સવ વખતે ઉપયોગમાં લેવાતા હશે એમ લાગે છે. આ બધાં મંદિર ઉપર મહા સુદિ ૫ ના રોજ ધજાદંડ ચડે છે.
અહીં વિશાળ ધર્મશાળા અને કારખાનું છે. કુંભારિયાજી તીર્થની સામે જ બે ત્રણ માઈલેમાં આરસપહાણની ખાણે છે. જરી વાવ પાસેથી આજે પણ આરસ નીકળી આવે છે. કાટેડાના કાળા કેલસા જેવા ઢગલાઓ જ્યાં ત્યાં પડયા છે તે જમીન સાથે એવા એકમેક થઈ ગયા છે જેથી એ જમીન ખરબચડી લાગે છે. એના ઉપર ખુલ્લા પગે ચાલવું મુશ્કેલ છે. ગામની પાસે જ એક નદીનું વહેણ ખળભળ કરતું વહ્યા કરે છે. એને ઓળંગીને તીર્થમાં જવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org