SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૫ કુંભારિયા (૧) રંગમંડપ તથા ભમતીની દેરી વચ્ચેની છતના જમણા હાથ તરફ, સાત ખંડોમાં અતીત અને ભાવિ ચોવીશીના માતાપિતા તથા એકેક છત્રધર કેરેલા છે. (૨) બીજા ખંડમાં–વર્તમાન ચોવીશી તથા તેમના માતાપિતા તેમજ ચૌદ સ્વપ્ન, મેરુ પર્વત ઉપર ઇંદ્ર મહારાજ ભગવાનને ખોળામાં બેસાડીને બંને તરફ ઊભેલા બે ઈંદ્રોદ્વારા કળશને અભિષેક કરાવી રહ્યા છે. કમઠ પંચાગ્નિનું તપ કરી રહ્યો છે ત્યારે શ્રી પાર્શ્વકુમાર ત્યાં આવીને લાકડામાંથી બળતો સાપ બહાર કઢાવી રહ્યા છે. તે પછી ધરણેન્દ્ર ભગવાનને નમસ્કાર કરવા આવી રહ્યો છે. શ્રી પાર્શ્વપ્રભુનું સમવસરણ, મરભૂતિએ પ્રભુ ઉપર શિલા મૂકવી, તેમજ અનુત્તર વિમાનના ભવે વગેરે ભાવે કેતરાયેલા છે. (૩) ત્રીજી છતમાં- શ્રી શાંતિનાથપ્રભુનું સમવસરણ, તેમના માતાપિતા વગેરે જેવાય છે ને બીજી તરફ શ્રીનેમિનાથ ભગવાનના પંચકલ્યાકને ભાવ આલેખેલે નજરે ચડે છે. ) છઠ્ઠા ખંડમાં-કઈ તીર્થકર ભગવાનના પંચકલ્યાણકને ભાવ અને તેમના જીવનની વિશિષ્ટ ઘટનાઓની આલેખના છે. સાતમા ખંડમાં–પંચ કલ્યાણકને ભાવ તથા ચાર-પાંચ હાથી-ઘેડા વગેરેને ભાવ અંકિત છે. બધા ઉપર નામે પણ લખેલાં છે. (૫) ડાબી બાજુના સાતમા ખંડમાં આચાર્ય મહારાજ સિંહાસન ઉપર બેઠેલા છે. શિષ્ય નમસ્કાર કરી રહ્યા છે અને ગુરુ તેમના મસ્તકે હાથ મૂકી આશીર્વાદ આપી રહ્યા છે. વળી, વચમાં બીજા આચાર્ય મહારાજ જેઓ હાથ જોડોને નમસ્કાર કરી રહ્યા છે તેમની સામે ઠવણી–સ્થાપનાચાર્ય મૂકેલા છે. (૬) પહેલી છતમાં પણ ઉપર પ્રમાણેને ભાવ જણાય છે. મંદિરના દક્ષિણ દિશાના બારણથી પ્રવેશ કરતાં ડાબા હાથ તરફ ચતુરવાળી એક દેરીમાં મકરાણા આરસમાં ઘડેલું સુંદર સમવસરણ ત્રણ ગઢવાળું છે. તેના ઉપર છત્ર છે અને પર્ષદાની સ્પષ્ટ આકૃતિઓ અંકિત થયેલી છે. આખુયે સમવસરણ ઝીણી કેરણીથી સુશોભિત લાગે છે. મળમંદિરના શિખરમાં ભરચક કેરણી ભરેલી છે. મૂળગભારાની પાછળના ત્રણે ગોખલામાં ખાલી પરિકરે રાખેલાં છે. બાજીના ભાગમાં સામાન રાખવાની બે ખંડવાળી એક એરી છે. શ્રીમહાવીરસ્વામી ભગવાન પાસેના મૂળ ગભારામાં બે સ્તંભ ઉપર સુંદર નકશીવાળું રણ હતું તેને સમવસરણના દરવાજા બહાર લાવીને ગોઠવ્યું છે. તેના ઉપર સં. ૧૨૨૩નો લેખ છે. ૫. શ્રીનેમિનાથ ભગવાનનું મંદિર અહીંનાં બધાં મંદિરમાં સૌથી મોટું, વિશાળ અને ભવ્ય છે. મંદિરની સુંદર બાંધણીને દરથી જોતાં જ મૂળનાયક ભગવાનની મૂર્તિ નજરે ચડે છે. એના બંધાવનાર શ્રેષ્ઠીને ત્યાગ અને મંદિર બાંધનાર સ્થપતિના અજબ કોશલ પ્રતિ આપણું હૃદય ભાવભીનું બનીને પ્રથમ દશને શિર ઝકાવી દે છે. ઉપાધ્યાય શ્રીધમસાગરરચિત “તપગચછ પટ્ટાવલીમાં જણાવ્યું છે કે, “શ્રીવાદી દેવસૂરિએ (સમય: સં. ૧૧૭૪ થી ૧૨૨૬) આરાસણામાં શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી.” તથા મારા નેમિનાથપ્રતિ કૃતા ” વળી. “ ઉપદેશ સપ્તતિ ( અધિકારના ઉપદેશ ૮)માં પાસિલ નામના શ્રેષ્ઠીએ આ નેમિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું અને શ્રીવાદી દેવસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી એવી કથા આલેખી છે. એ કથાને સારભાગ આ છે: “આરાસણ નગરમાં ગેગા મંત્રીને પુત્ર પાસિલ નામે વસતે હતે. તે દેવગે નિધન બની ગયો. એક દિવસે વ્યાપાર માટે તે પાટણ ગયે. ત્યાં દેવદર્શને જતાં તે રાજવિહાર પ્રાસાદનું પ્રમાણ ખૂબ ધ્યાનપૂર્વક જેવા લાગ્યું. એ માળે જતી હાંસી નામની એક શ્રીમંત શ્રાવિકાએ તેના દરિદ્ર દેદાર જોઈને કંઈક ઉપહાસમાં કહ્યું: “શું તમારે આવું ચિત્ય બંધાવવું છે, જેથી આટલી બારીકાઈથી આ પ્રાસાદનું નિરીક્ષણ કરી રહ્યા છે ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy