SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ જેન તીર્થ સર્વસંગ્રહ મંદિરના ઘુમટને ઝીલી રાખતા આઠ સ્તંભે અષ્ટભદ્ર આકૃતિવાળા છે. તેના ઉપર સુંદર ચાર તેરણે છે પણ સાવ તૂટી ગયાં છે. માત્ર પશ્ચિમ બાજુનું એક તેરણ બચેલું છે. આ તેરણાની બંને બાજુએ ચાર ગોખલાઓ છે. તેમાં સં. ૧૧૩૮ ને ૧૧૪૬ ના લેખ કેરાયેલા છે. આ મંદિરની નજીકમાં બે સુરાહીના પથ્થર ઊભા છે. તેના ઉપર સં. ૧૩૧૨ અને ૧૩૩રના લેખે છે. તેમાં વેપાર પરના લાગાની વ્યવસ્થા આલેખી છે, જે તે સમયમાં આ નગરના વેપારી મથક તરીકેનું પ્રમાણ રજૂ કરે છે. ૩. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, છાકી, સભામંડપ, શૃંગારકી ને બંને તરફ થઈને ૨૪ દેવકુલિકાઓ તેમજ એક ગેખો ને શિખરબંધી રચનાવાળું દેવવિમાન જેવું શૈભી રહ્યું છે. આખું મંદિર મકરાણા આરસનું બનેલું છે. મૂળગભારામાં મળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પરિકરવાની એકતીથી રમણીય પ્રતિમા બિરાજે છે. તેના ઉપર શ્રીવિજયદેવસૂરિ પ્રતિષ્ઠિત સં. ૧૬૭૫ને લેખ છે પરંતુ મંદિર એથીયે પ્રાચીન હોવાના લેખે આમાંથી જ જડી આવે છે. મતલબ કે, મૂળનાયકની પ્રતિષ્ઠા કર્યાને આ લેખ જીર્ણોદ્ધાર સમયને સાબિત થાય છે. ગૂઢમંડપમાં શ્રીશાંતિનાથ ભગવાન અને શ્રી પાર્શ્વનાથ ભગવાનની પરિકરવાની બે કાઉસગિયા મૂર્તિઓ છે. તેના ઉપર સં. ૧૧૭૬ના લેખે છે. આ સિવાય ખાલી પડેલું ત્રિતીથીનું પરિકર, પરિકર વિનાના છૂટા કાઉસગ્ગિયા, અંબિકાદેવીની મૂર્તિ વગેરે જેવાય છે. આલિજ્યસનિ પ્રતિદિન વધતા છચોકીમાં બે બાજુના બે ગેખલામાં મૂર્તિ વિનાનું પરિકર ગાદીવાળું છે. વળી, ગૂઢમંડપ અને સભામંડપના તંભે, તેરશે, બંને તરફની એકેક દેરીના દરવાજા અને શિખરમાં કેરણીને અંબાર ઠાંસી ઠાંસીને ભરેલે છે. ઉત્તરીય દરવાજેથી પ્રવેશ કરતાં જમણા હાથ પર મકરાણના બે સ્તંભે ઉપર રમણીય તેરણ ગોઠવેલું છે. આ સ્તંભે અને તેણે પાછળથી લગાવેલા હોય એમ સ્પષ્ટ જણાઈ આવે છે. એક સ્તંભ ઉપર સં૧૧૬૫ને લેખ નજરે પડે છે. ૨૪ દેરીઓમાં મોટે ભાગે પરિકર અને પબાસણ ગઠવેલાં છે. તેમાં તેરમી શતાબ્દીના મધ્યભાગના લેખે જોવાય છે. બે દેરીઓમાં નકશીદાર સ્તંભ ઉપર તેર ગોઠવેલાં છે. એક શેખલાના પબાસણની ગાદી ઉપર સં, ૧૧૬૧ને લેખ ઉત્કીર્ણ છે. એ પહેલાં આ મંદિર બન્યું હોય એમ માનવાને કારણ મળે છે. કેટલાંક તારણે પડી ગયાં છે, માત્ર એક બચેલું છે. ગૂઢમંડપને દરવાજો અને નકશીવાળી બે દેરીઓના દરવાજા ઉપર ભગવાનનાં કલ્યાણ અને ૧૪ સ્વપ્નના ભાવે કતરેલા છે. આ ભાવેને મહિમા સમજવા જેવું છે. આને જીર્ણોદ્ધાર થડા સમય પહેલાં જ થયે છે. ૪. શ્રીમહાવીરસ્વામીનું મંદિર શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિર જેવી જ રચનાવાળું છે. ફરક એટલે છે કે આમાં કેરણીનું પ્રમાણ વધુ છે. મૂળગભારામાં મૂળનાયક શ્રીમહાવીર ભગવાનની મેટી એકતીથીના પરિકરયુક્ત મનહર મૂર્તિ છે. બંને બાજુએ એકેક યક્ષ તથા અંબિકાદેવીની મૂર્તિ છે. મૂળનાયક ઉપર સં. ૧૬૭૫ને શ્રીવિજયદેવસૂરિએ આરસણામાં પ્રતિષ્ઠા કરાવ્યાને માટે લેખ છે. તેના પરિકરની ગાદી નીચે સં. ૧૧૨૦ને જૂની લિપિમાં લેખ છે. તેમાં ‘આરાસણુ’નું નામ આપેલું છે આ ઉપરથી જણાય છે કે, આ મંદિર લગભગ આ સમયમાં કે તે પહેલાં બનેલું હોવું જોઈએ. ગૂઢમંડપમાં પરિકરયુક્ત બે કાઉસગિયા છે. તેના ઉપરના લેખે કંઈક ઘસાઈ ગયા છે છતાં સં. ૧૧૧૮ના લેખો હોવાનું જણાય છે. રંગમંડપ અને છોકી તેમજ ભમતીની દેરીઓ વચ્ચે બંને તરફ થઈને ૧૪ ખંડેમાં તે કેરણી ખીચોખીચ. ભરેલી છે. પાંચ ખડેમાં સુંદર ભાવે આલેખેલા છે. આ ભાવે ભગવાનની વિશિષ્ટ ઘટનાઓને તાદશ ચિતાર રજૂ કરે છે. એ જોતાં જાણે કાળના પડદાઓ ચીરાઈ જાય છે ને એ સમયની ભૂમિમાં આપણે વિહરી રહ્યા હોઈએ અને ભગત વાનને સાક્ષાત્કાર કરી રહ્યા હોઈએ એ ઉલ્લાસ થઈ આવે છે. તેમાંના કેટલાક ભારે આ પ્રકારે છે: Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy