SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ કુંભારિયા ર૮૩ અહીં પાદરમાં એક જૈન મર્તિ ખંડિત પડેલી હતી. તેમાં સં. ૧૧૩૯ ને પ્રાચીન લિપિમાં સ્પષ્ટ લેખ હતું, તે આ ખંડિત મંદિરની જ મૂર્તિ હોવી જોઈએ. ધવલીના એક મંદિરમાંની ખંડિત મૂર્તિ જે અહીંથી લઈ જવામાં આવી છે તેના ઉપર સં. ૧૧૩૯ ને લેખ છે. સં. ૧૩૪૫ ના એક સ્તંભલેખ પરથી જણાય છે કે, એ વખતના અહીંના ઠાકોરે આ મંદિરને બે ખેતર વગેરે દાન આપેલું હતું. એ લેખ આ પ્રકારે છે – "संवतु(त) १३४५ वैशाख सु० ८ शुके स्वस्तिश्रीचंद्रावत्यां। महाराजाधिराजश्रीविसलविजयराज्ये श्रीसारंगदेवविजयराज्ये दंताणीग्रामे प्रमाश्न(रा)न्विय राजदे गजदेवाडा ठ० सात रा प्रतापश्रीहेमदेव श्रीपार्श्वद्वयोः त्रापदे क्षेत्रद्वयं प्रदत्तं । आचंदा...... રા[૧] માટેવપુત રા૦ સુ ન યાત્રા રથે(ત્રાર્થે) ટ્રામ છે સની ઘવતા (પ્રજ્ઞા) | ” આ લેખ જૈનતર રાજવીઓની જૈન મૂર્તિ પ્રત્યેની શ્રદ્ધાનો અને જૈનધર્મના પ્રભાવનું ગૌરવ છત્ત કરે છે. ૧૫૪. કુંભારિયા (કા નંબર : ૩૦ર૦–૩૦૨૪) આબુરોડ સ્ટેશનથી ૧૪ માઈલ દૂર કુંભારિયા નામે ગામ છે. પ્રાચીન શિલાલેખમાં આલેખાયેલું “આરાસણુકર એ જ આ કુંભારિયા. શિલાલેખે ઉપરથી જણાય છે કે, સત્તરમા સૈકા સુધી આ ગામ “આરાસણા”ના નામે પ્રસિદ્ધ હતું. તેને બદલે “કુંભારિયા” નામ કેમ પડયું હશે એ જાણી શકાતું નથી. ડો. ભાંડારકર કહે કે, “કુંભારિયાની આસપાસ અવશેષ પડેલાં છે તે ઉપરથી એક જમાનામાં અહીં ઓછામાં ઓછાં ૩૬૦ જિનમંદિરે હોવાં જોઈએ એવું અનુમાન નીકળે છે.” ફાર્બસ સાહેબ ઊમેરે છે કે, “ ધરતી કંપને લીધે આરાસણનાં ઘણુંખરાં મંદિરો જમીનદોસ્ત થઈ ગયાં હશે.” પણ એ માટે કશું પ્રમાણ જડતું નથી. અલબત્ત, એક કાળે આ ગામ મેટું નગર અને વેપારનું મથક હોય એવું અનુમાન અહીંનાં મંદિર અને સુરહીના લેખમાં આલેખેલી વેપાર પરના લાગાની વ્યવસ્થા ઉપરથી નીકળે છે. અહીંની વસ્તી ક્યારે, શા કારણે ઉચાળા ભરી ગઈ તે જાણવાને કશું સાધન નથી. આજે તો વેરાન બનેલા આ પ્રદેશમાં માત્ર ૫ જૈન મંદિર, ૧ હિંદુ મંદિર અને ૧ જૈન ધર્મશાળા સિવાય નથી કોઈ મકાન કે નથી કે વસ્તી. આ પાંચ મદિરો આલીશાન અને ઐતિહાસિક છે. એની સ્થાપત્ય કળા આજે પણ પ્રેક્ષકોને આબુ પરના દેલવાડાનાં મંદિરે જેટલી જ દિમૂઢ બનાવે છે. શ્રીસંભવનાથ ભગવાનનું મંદિર બીજા મંદિરે કરતાં પ્રમાણમાં નાનું અને ઘાટમાં પણ અલગ તરી આવે છે. એના શિખર અને દરવાજામાં કેરણી કરેલી છે. આની રચનામાં મૂળગભારે, ગૂઢમંડપ, સભામંડપ, શૃંગારકી અને ફરતો કેટ બને છે. મૂળનાયક તરીકે શ્રીસંભવનાથ ભગવાનની પ્રતિમા છે. આમાં એક શ્રાવક-શ્રાવિકાની યુગલપ્રતિમા છે ને ૧૦ ખાલી પરિકરે છે. શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર આખુંયે આરસનું બનેલું છે તે પ્રાચીન પણ છે. આ મંદિરની દેરીઓ અને પબાસણની ગાદી ઉ૫ર સં. ૧૧૩૮ ના લેખે મળી આવે છે. સંભવ છે કે, આ મંદિર એ સમયનું હાય. મૂળનાયકની ગાદી નીચે સં. ૧૩-૦ નો લેખ છે પણ એ ગાદી પાછળથી જીર્ણોદ્ધાર વખતે લગાવી હશે. મૂળનાયકને ફેરફાર થયાનું પણ એ લેખમાંથી જાણવા મળે છે. આજે અહીં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન બિરાજે છે. આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, છાકી, સભામંડપ, શૃંગારકી અને ૧૬ દેરીઓ તેમજ ૧૦ ગેખલાઓથી મંડિત છે. છકીઓમાં ગૂઢમંડપના મુખ્ય દરવાજાની બંને બાજુએ બે કેરણીવાળા ગોખલા છે. છકી, સભામંડપના ગુંબજે ને તંભેમાંની કેરણી, સભામંડપની બંને બાજુની છતેમાં આલેખાયેલા સુંદર ભાવો વગેરે જોઈને તે આબુનાં મંદિરની શિલ્પકળાનું સ્મરણ થઈ આવે છે. મંદિરના એક ખૂણાની દેરીમાં એક જ પથ્થરમાં કંડારેલું ત્રણ ગઢવાળું સમવસરણ મનહર છે. ખંડિત પરિકરે, પખાસ અને તેણે આપણી દીનદશાનું ભાન કરાવી રહ્યાં છે. Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy