SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ રાજસ્થાનના મંદિરાવલી ૧૫૫ હતી.૧૦ શ્રીજજિગસૂરિએ વીર નિ. સં. ૬૭૦ (વિ. સં. ૨૦૦)માં સત્યપુર(સાર )માં નાહડ મંત્રીએ બંધાવેલા જિનમંદિરમાં શ્રીમહાવીર પ્રભુની પ્રતિષ્ઠા કરી હતી. ભગવાન મહાવીરની પાટે થયેલા ૧લ્મ ગુરુ શ્રીમાનદેવસૂરિએ નાડોલમાં પદ્માદિ દેવીઓને સાક્ષાત્કાર કર્યો હતો. ભગવાન મહાવીરની પાટે થયેલા ૨૧ મા ગુરુ શ્રીદેવાનંદસૂરિએ વીર નિ. સં. ૭૭૦ (વિ. સં. ૩૦૦)માં નાગારમાં નેમિજિન ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી.૧૩ એ પછી વિ. સં. ૮૩૫માં શ્રીદાક્ષિણ્યચિહન ઉદ્યોતનસૂરિએ પ્રાકૃતમાં રચેલી “કુવલયમાલા” નામના કથાગ્રંથની પ્રશસ્તિમાં તેમણે પિતાના પૂર્વજ સાત આચાર્યોની ગુરુપરંપરા દર્શાવી છે. સૌથી પ્રથમ શ્રીહરિગુણાચાર્યને તેમણે નધ્યા છે. તેમના સત્તાસમય વિશે બીજ પ્રમાણેથી અનુસંધાન કરતાં જણાય છે કે, વિ. સં. ૫૭૫ પહેલાં તેઓ વિદ્યમાન હતા. તેમના શિષ્ય દેવગુણાચાર્ય અને તેમના શિષ્ય શિવચંદ્રગણિ હતા, જેઓ શ્રીમાલમાં જિનચંદન નિમિત્તે આવ્યા અને ત્યાં સ્થિર થયા એમ પ્રશસ્તિમાં જણાવ્યું છે.૧૪ એટલે અનુમાનતઃ તેઓ સાતમા સૈકામાં શ્રીમાલમાં આવ્યા ત્યારે અહીં જિનમંદિર વિદ્યમાન હતું એટલું નિશ્ચિત થાય છે. વળી, ઉદ્યોતનસૂરિ જાબાલિપુર (જાર) ગયા ત્યારે એ નગરમાં અનેક શ્રાવકે હતા, અને જિનમંદિર પણ હતાં એટલું જ નહિ, તેમના ધર્મગુરુ, જેમનું નામ તેઓ વીરભદ્ર આપે છે તેમણે જાહેરમાં આદિજિનનું મંદિર કરાવ્યું એમ પણ જણાવે છે.૧૫ આ ઉપરથી કહી શકાય એમ છે કે, સાતમા-આઠમા સૈકામાં આ પ્રદેશમાં જેનેની બહોળી વસ્તી હતી અને ઘણાં જિનમંદિરે વિદ્યમાન હતાં. પીડવાડાના મંદિરમાં રહેલી બે કાઉસગ્ગિયા ધાતુમૂર્તિઓ, જે વસંતગઢથી લાવવામાં આવી છે, તેમાંની એક મૂર્તિ ઉપર સં. ૭૪ને લેખ મળે છે. ૬ | બાપા રાવલના વંશજ ભતૃભટ રાણા, જેઓ આઠમી સદીમાં થયા તેમણે ભટેવરને કિલ્લે બંધાવી, તેમાં ગુહિલવિહાર' નામે આદિજિનનું ચિત્ય બંધાવ્યું હતું, જેની પ્રતિષ્ઠા મુંડાગણિએ કરી હતી. ૧૭ ભગવાન મહાવીરની પાટે થયેલા ૩૦ મા ગુરુ શ્રીરવિપ્રભસૂરિએ વીર નિ. સં. ૧૧૭૦ (વિ. સં. ૭૦૦)માં નાડોલમાં જિનમંદિરની પ્રતિષ્ઠા કરી હતી.' વિ. સં. ૯૧૫માં જ્યારે ભેજદેવનું રાજ્ય પ્રવર્તમાન હતું ત્યારે નાગરિ (નાગર )ના જિનાલયમાં રચેલા ધર્મોપદેશમાલા-વિવરણ” નામના ગ્રંથની અંતિમ ૩૧ ગાથાની પ્રશસ્તિમાં, શ્રીજયસિંહસૂરિએ પિતાની ગુરુપરંપરા વિશે નેધ આપતાં તે તે ગુરૂઓના સમયમાં બંધાવાયેલાં મંદિરનું સૂચન કર્યું છે. તદનુસાર સં. ૫૧૦ પછી અનેક સરિઓ થયા. પછી શ્રીવટેશ્વર નામના ક્ષમાશ્રમણ, તેમના શિષ્ય તત્ત્વાચાર્ય અને તેમના શિષ્ય યક્ષ મહત્તરે ખટ્રકપ (ખા)માં જિનમંદિર બંધાવ્યું હતું. અવાંતર પ્રમાણોથી જણાય છે કે, તેમણે આ મંદિર નવમા સૈકામાં બંધાવ્યું ૧૦. “શ્રીવીરાજૂ પીનવપદ(વર્ષા તમે કોઇ ના નિર્માન્નિત્રાણા તાત ”—ર્મિસાગરીય પટ્ટાવલી વૃત્તિ. ૧૧. “શ્રીકળતૂરબા ૨ સપ્તવિકતવર્ષે સરકપુરે નાર્નિષિતકાલrટે મહાવીરઃ પ્રતિષ્ઠિતઃ ''—ધર્મ, વૃત્તિ, " तेण गुरुआएसेणं सञ्चउरे वीरमुक्खाओ छब्बाससएहिं महतं कारिअं अब्भलिहसिहरं चेइयं ॥" “વિવિધતીર્થકલ્પાન્તગત–સત્યપુર તીર્થકલ્પ' ૧૨. “તપHI T ઢપુરે -ત્રયા-વિઝયા–અગિતામવાનામ: હેવામિઃ વધુણાવને......”—ધર્મ, વૃત્તિ. ૧૩. “વીરત્ વસતિલતરાત()ë વિશ્વમતઃ ત્રિરાત'(૨૦)વર્ષે નાનપુરે શ્રીનેમિતિષ્ઠાત્ ! ”—ધર્મ વૃત્તિ. १४. “ सो जिणवंदणहेउं कहवि भमतो कमेण संपत्तो । सिरिभिल्लमालणयरम्मि संठिओ कप्परुक्खोव्व ॥६॥" १५. “ तुगमलघं जिणभवणमणहरं सावयाउलं विसम । जाबालिपुरं अट्ठावयं व अह अत्थि पुहवीए ॥१८॥ तुगं धवल मणहारि रयणपसरत धयवडाडोवं । उसहजिगिंवायतणं कारवियं वीरभहेण ॥१९॥ ૧૬. “અબુદાચલ પ્રદક્ષિણા જૈન લેખસંદોહ' લેખાંક. ૩૬૫. ૧૭. “જૈન પરંપરાને ઇતિહાસ.' પૃ. ૪૯૬ १८. "सच श्रीवीरात् सप्तत्यधिककादशशत(११७०)वर्षे वि० सप्तशतवर्षे(७००)नड्डूलपुरे श्रीनेमिनाथप्रासादप्रतिष्ठाकृत् ॥ -ધર્મવૃત્તિ Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy