SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ જૈન તીર્થ સર્વસંગ્રહ સં. ૧૫૧૭ની આસપાસ શ્રીરત્નમંદિરમણિએ રચેલી “ઉપદેશતરંગિણું ”માં જણાવ્યું છે કે, “આબુના વિમલવસહીના મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની નિત્ય સ્નાત્રપૂજા તથા દવારે પણને ઉત્સવ ચાલુ રહે એ માટે મુંડસ્થલાદિ ૩૬૦ ગામમાં ચંદ્રાવતી-ઈશ (દંડનાયક) વિમલશાહે પોરવાડેને વસાવ્યા હતા અને તેમને બધા પ્રકારના કરથી મુક્ત કરી અનેક ઉપકારો કરવા વડે ધનાઢય કર્યા હતા, તેથી તેઓ હમેશાં પિતાના વારના ક્રમ મુજબ મુંડસ્થલાદિ ગામના સંઘે આબુના વિમલવસહી મંદિરમાં સ્નાત્ર વગેરે પુણ્યાદિ કાર્યો કરતા હતા.” સં. ૧૩૮૯માં મુંડસ્થલના મહાવીર મંદિર માટે બનાવેલ એક જેડીના બે મનહર કાઉસગિયા આબુના લુણવસહી મંદિરના ગૂઢમંડપમાં છે તેના ઉપર આ પ્રમાણે લેખ છે:૯ – " सं० १३८९ वर्षे फागु(ल्गुण सुदि ८ श्रीकौ(को)रटकीयगच्छे मह० पुनसीह भा० पुनसिरिसुतधाधलेन भ्रातृ मूल गेह रुदासहितेन मुंडस्थलसत्कश्रीमहावीरचैत्ये निजमातृपितृश्रेयोर्थ जिनयुगलं कारितं प्रतिष्ठितं श्रीनय(नासूरिभिः ।।" –સં૦ ૧૩૮–ા ફાગણ સુદિ ૮ના દિવસે કરંટગછના મંત્રી પુનસિંહની ભાર્યા પૂર્ણશ્રીના પુત્ર ધાંધલ મંત્રીએ, પિતાના ભાઈએ મૂલ, ગેહા અને રુદા સાથે શ્રીમંડસ્થલ ગામના શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં આ બે કાઉસગ્ગિયા. પિતાના માતા-પિતાના કલ્યાણ માટે કરાવ્યા અને તેની શ્રીનન્નાચાર્યે પ્રતિષ્ઠા કરી. આ જ બીજો લેખ આ જ સંવને લુણવસહીની પાછળ ઊંચી દેરીના કાઉસગ્ગિયા નીચે લખેલે છે: આ ધાંધલ મંત્રીએ આબુના શ્રી આદીશ્વર ભગવાનના મંદિરના ગૂઢમંડપમાં રાખેલા આવા જ બે કાઉસગિયા સં. ૧૪૦૮ના વૈશાખ સુદિ પને ગુરુવારે ભરાવ્યા અને તેની શ્રીનગ્નસૂરિના શિષ્ય શ્રીકસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી છે.” શ્રીમુનિસુંદરસૂરિએ વિ. સં. ૧૫૦૧માં આ મુંડસ્થલમાં શ્રીલક્ષ્મીસાગરને વાચક–ઉપાધ્યાય પદવી આપી હતી. અને તે વખતે તેમના ભાઈ સંઘપતિ ભીમે પદવી પ્રદાન નિમિત્તે મહોત્સવ કર્યો હતે. પં. મહિમાએ વિ. સં. ૧૭રરમાં રચેલી “તીર્થમાળા માં નેપ્યું છે કે, “મુંડસ્થલમાં આ સમયે કુલ ૧૪૫ જિનબિંબ છે. ૧૨ આ બધાં પ્રમાણે એવું અનુમાન કરવાને પૂરતાં ગણાય કે આ મુંડસ્થલ મેટું નગર હશે અને શ્રાવકેની વસ્તી બહોળી હશે એટલું જ નહિ; સં. ૧૭૨૨ સુધી આ ગામ વસ્તીવાળું હશે. એ પછી કેઈ કારણે ગામ ભાંગતાં શ્રાવકે વગેરેની વસ્તી ઘટી ગઈ હશે. આજે તે આ ગામ સાવ વેરાન બનેલું નાનકડું ગામડું છે, છતાં તેની ભુંસાતી પ્રાચીન સ્થિતિને દર્શાવતાં કેટલાંક હાડપિંજર જેવાં લૂંસાવશે ગામની આસપાસ વેરાયેલાં પડ્યાં છે. અહીં એક વિશાળ જિન મંદિર ગામના દક્ષિણ તરફના ઝાંપામાં ઢગલે થઈને પડયું છે. એમાં ઝાડ અને વનસ્પતિ ઊગી ગઈ છે. છતાં આજે ગૂઢમંડપ, છકી અને રંગમંડપને ભાગ, જેમાં સ્તંભે અને ઘૂમટો સહિત કેટલેક ભાગ સાબૂત ઊભે છે. એ દ્વારા એના આકારપ્રકારની ઝાંખી થઈ આવે છે. આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, છાકી, સભામંડપ, શિખર અને દરવાજાની બંને બાજુએ થઈને ૨૪ દેરીઓ, શૃંગારકી તેમ જ ભમતીના કેટયુકત બનેલું હશે. છકી અને રંગમંડપ ધવલ આરસનાં બનાવેલાં હતાં. તેમાં ખાસ કરીને મેરા, સ્તંભે, ગોખલાઓ અને દરવાજા વગેરેમાં સુંદર કેરણી કરેલી હતી. ૮. એ ગ્રંથનું પૃઢ : ૨૨૪. ૯. “અબુંદ પ્રાચીન જૈન લેખસંદોહ” લેખાંક : ૨૫૪, ૨૫૫ ૧૦. એજન: લેખાંક : ૧૦, ૧૧ ૧૧. “ગુરુગુણરત્નાકર કાવ્ય” સર્ગઃ ૧, શ્લેક : ૯૦ ૧૨. “પ્રાચીન તીર્થમાલા સંગ્રહ ” પૃ. ૬૦, ઢાલ : ૬, કડી : ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy